Tokyo Olympics: મનુ ભાકરની પિસ્તોલે એવો તે શુ દગો આપ્યો કે, સહેજ માટે મેડલની રેસમાંથી બહાર થવુ પડ્યુ, જાણો

|

Jul 25, 2021 | 4:22 PM

લોસ એન્જલસ ઓલિમ્પિક 1984માં સેકન્ડના 100 મા ભાગમાં પીટી ઉષા મેડલ ચુક્યા હતા. ફ્લાઇંગ શિખ 0.1 સેક્ન્ડથી ઓલિમ્પિક મેડલ ચુક્યા હતા. જ્યારે મનુ ભાકર 0.01 ની સરેરાશ ધરાવતી સમસ્યાથી મેડલની રેસથી બહાર થવુ પડ્યુ છે.

Tokyo Olympics: મનુ ભાકરની પિસ્તોલે એવો તે શુ દગો આપ્યો કે, સહેજ માટે મેડલની રેસમાંથી બહાર થવુ પડ્યુ, જાણો
Manu Bhakar

Follow us on

મિલ્ખા સિંહ (Milkha Singh) 1960 ના રોમ ઓલિમ્પિક દરમ્યાન 0.1 સેકન્ડ માટે મેડલ ચૂકી ગયા હતા. તેઓ 400 મીટર દોડમાં સૌથી આગળ દોડી રહ્યા હતા. પંરતુ એક ચુક તેમને બ્રોન્ઝ મેડલ થી પણ ચૂકાવી ગઇ હતી. જે અંતર માત્ર સેકન્ડનો દશમા ભાગ નુ હતુ. પીટી ઉષા (PT Usha) 1984 માં યોજાયેલ લોસ એન્જલસ ઓલિમ્પિકમાં મહિલા 400 મીટર દોડમાં, સેક્ન્ડના 100 માં ભાગ થી હારી ગઇ હતી. પિસ્તોલે આપેલા દગાને કારણે મનુ ભાકરે (Manu Bhaker) પણ 2 પોઇન્ટ થી મેડલ થી દૂર થઇ જવુ પડ્યુ છે.

મનુ ભાકરે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે મેડલ મેળવવાના ઇરાદાથી પહોંચી હતી. પરંતુ તેની શરુઆત ખરાબ રહી છે. મનુ ભાકર રવિવારે મહિલાઓની 10 મીટર એયર પિસ્તોલ ઇવેન્ટની સાથે ફાઇનલમાં ક્વોલીફાઇ કરી શકી નથી. મનુ ભાકરે 12 મુ સ્થાન હાંસ કર્યુ હતુ. આ સાથે જ મનુની આ ઇવેન્ટમાં મેડલ મેળવવાની આશા ખતમ થઇ ગઇ હતી.

ક્વોલીફિકેશન રાઉન્ડમાં જ મનુ એ 575 પોઇન્ટ હાંસલ કર્યા હતા. જોકે આ દરમ્યાન તેની પિસ્ટલ ખરાબ થઇ ગઇ હતી. જેના કારણે તેનો કેટલોક સમય ખરાબ થઇ ગયો હતો. હવે તેના કોચ રોનક પંડિતે બતાવ્યુ હતુ છે કે, મનુની પિસ્ટલમાં શુ થયુ હતુ. મનુની પિસ્ટલમાં તે સમસ્યા થઇ હતી કે, જે ખૂબ જ ભાગ્યે જોવા મળે છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

પ્રથમ સિરીઝમાં મનુ એ 98 નો સ્કોર કર્યો હતો. ત્યારે બાદ તેણે 95, 94, 95,98 અને 95નો સ્કોર કર્યો હતો. જેના થી તે ટોપ ટેન થી બહાર થઇ ગઇ હતી. તેના કોચ રોનક પંડિતે (Raunak Pandit) બતાવ્યુ હતુ કે, તેમની પિસ્ટલનુ લિવર ખરાબ થઇ હતુ. જેના કારણે મનુએ રોકાઇ જવુ પડ્યુ હતુ. ત્યાર બાદ તેને બદલીને ફરી થી પોતાની રમત શરુ કરવી પડી હતી.

10 મીટર પિસ્ટલમાં ભાગ્યે જ થતુ હોય છે

કોચ રોનકે મીડિયા સાથે વાત ચીત કરતા આ ખુલાસો કરતા કહ્યુ હતુ, તેઓ એ કહ્યુ, મનુની બંદૂકમાં ખરાબી આવી ગઇ હતી. તેની પિસ્ટલની અંદરનુ લિવર તુટી ગયુ હતુ. જેના કારણે તે બંદુકને ઓપન કરી શકતી નહોતી અને પેલેટ્સ નાંખી શકતી નહોતી. જે સામાન્ય રીતે 10 મીટર પિસ્ટલમાં નથી થતુ હોતુ. જોકે 25 મીટર માં બંદૂક ખરાબ થવી એ સામાન્ય વાત છે.

લિવર પિસ્ટલનો અંદરનો હિસ્સો છે. એટલા માટે બહાર થી એ કહેવુ કે કેમ એમ થયુ એ મુશ્કેલ છે. તેનુ આમ થવાની સંભાવના 0.1 ટકા છે. જે શૂન્ય ની બરાબર છે. હું 1999 થી જે પિસ્ટલનો ઉપયોગ કરુ છુ. તેનુ લિવર અત્યાર સુધી યોગ્ય છે. જોકે મનુ ભાકરની બંદૂકનુ લિવર ચાર જ વર્ષમાં તુટી ગયુ. કારણ કે તે અંદરનો હિસ્સો છે. એટલા માટે તેને ખોલીને યોગ્ય કરવો પડે છે. મનુ એ બંદુક ખોલી અને જે બીજી બંદૂક હતી તેના થી તેને બદલ્યુ હતુ.

આ પણ વાંચોઃ IND vs SL 1st T20I: હવે T20 ના ક્રિકેટ જંગને જીતવા ટીમ ઇન્ડીયા મેદાને ઉતરશે, મીસ્ટ્રી સ્પિનરને મળશે તક!

Next Article