Tokyo Olympics: પીવી સિંધુ માટે આજે ફાઇનલ પહેલાની ‘ફાઇનલ’, જાણો ક્યા જોઇ શકાશે મેચ

|

Jul 31, 2021 | 11:52 AM

પીવી સિંધુ (PV Sindhu) રિયોમાં મળેલા પોતાના મેડલના રંગને ટોક્યોમાં બદલવા માટે ઉત્સુક જણાઇ રહી છે. જોકે સિંધુ એ આજે સેમીફાઇનલ પહેલા વિશ્વ નંબર વન સામે પડકાર પાર પાડવો પડશે.

Tokyo Olympics: પીવી સિંધુ માટે આજે ફાઇનલ પહેલાની ફાઇનલ, જાણો ક્યા જોઇ શકાશે મેચ
PV Sindhu-Tai Tzu-Ying

Follow us on

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ની બેડમિન્ટન (Badminton) કોર્ટ પર ભારત માટે મેડલની આશા છે. આ આશા ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુ (PV Sindhu) એ જગાવી છે. જે રિયોમાં મળેલા મેડલનો રંગ ટોક્યોમાં બદલવા માટે ઉત્સુક જણાઇ રહી છે. પરંતુ આ માટે તેણે આજે સેમીફાઇનલમાં વિશ્વના નંબર વન ખેલાડીનો સામનો કરવો પડશે. એટલે કે તે માટેનો માર્ગ સરળ નથી. જેથી સેમિફાઇનલ જીતવા માટે તેની તમામ તાકાત લગાવી દેશે. સેમિફાઇનલમાં સિંધુની ટક્કર ચાઇનીઝ તાઇપેની શટલર તાઇ ત્યૂં (Tai Tzu-ying) સામે થશે. તેમના માટે આ એક રીતે ફાઇનલ પહેલાની ફાઇનલ મેચ છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની પીવી સિંધુ માટે સારી બાબત એ છે કે, તેણે અત્યાર સુધી સીધી રમતોમાં તેની તમામ ગેમ જીતી છે. ક્વાર્ટર ફાઇનલમાં પણ તેણે જાપાનની અકાને યામાગુચી સામે 21-13, 22-20 થી મેચ જીતી હતી. જો કે, સેમી ફાઇનલ મુકાબલો તેના કરતા વધુ મુશ્કેલ હશે અને તેનું એક મોટું કારણ વિશ્વની નંબર વન ચાઇનીઝ તાઇપે શટલર સામે પીવી સિંધુનો રેકોર્ડ છે.

5-13 થી રેકોર્ડ વિશ્વ નંબર 1 ની ફેવરમાં

પીવી સિંધુ અને તાઈ ત્યૂં બેડમિન્ટન કોર્ટમાં અત્યાર સુધી 18 વખત ટકરાઇ ચુક્યા છે. જેમાં 13 વખત જીત ચાઇનીઝ તાઇપે તાઇ ત્યૂં ના નામે રહી છે. જ્યારે ફક્ત 5 વાર સિંધુની જીત થઇ છે. ચિંતાની વાત એ છે કે, તાઇ ત્યૂંની સામે પાછળની 3 મેચોમાં સિંધુ સતત હારી છે. એવામાં વિશ્વ નંબર વન શટલરને હરાવવા માટે સિંધુ એ પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવુ પડશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ક્યાં અને ક્યારે જોઇ શકો છો મેચ ?

ફાઇનલની ટીકીટ માટે આજે જ્યારે પીવી સિંધુ વિશ્વ નંબર વનથી ટક્કર કરશે. તો આ ટક્કર ક્યા અને ક્યારે જોઇ શકાશે, તે જાણી લો.

1. પીવી સિંધુ અને તાઇ ત્યૂંની વચ્ચે થનારી સેમીફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર ક્યારે શરુ થશે ?

પીવી સિંધુ અને તાઇ ત્યૂની વચ્ચે થનારી સેમીફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાક અને 20 મીનીટે શરુ થશે.

2. પીવી સિંધુ અને તાઇ ત્યૂના વચ્ચે થનારી સેમીફાઇનલ મેચને ક્યાં જોઇ શકાય ?

પીવી સિંધુ અને તાઇ ત્યૂંની વચ્ચે થનારી સેમીફાઇનલ મેચ ટોક્યો ઓલિમ્પિકની બ્રોડકાસ્ટર ચેનલ જેમ કે સોની ટેન, સોની સિક્સ પર જોઇ શકાશે.

પીવી સિંધુ ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાના દાવેદાર છે. જોકે તેના અને ગોલ્ડ જીતવા વચ્ચે વિશ્વ નંબર વન ચીની તાઇપેની શટલર ઉભી છે. આવામાં જો આજે તે તાઇ ત્યૂને હરાવી દે છે તો, તેનાથી ના ફક્ત તેનુ મનોબળ વધશે. પરંતુ ગોલ્ડ મેડલ જીતવાની સંભાવના પણ વધી જશે.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઇનલની આશા જીવંત રાખી

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતની કમલપ્રીત કૌર ડિસ્ક થ્રોની ફાઈનલમાં પહોંચી, ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજું સ્થાન મેળવ્યું

Next Article