Thomas Cup 2022 ફાઈનલઃ ભારત 14 વખતના ચેમ્પિયન સામે ઈતિહાસ રચવા મેદાન પર ઉતરશે

|

May 14, 2022 | 10:07 PM

Badminton : ભારતીય ટીમ સોનેરી ઈતિહાસ રચવાના ઈરાદા સાથે રવિવારે થોમસ કપ બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરશે. ભારતને 14 વખતની ચેમ્પિયન ઈન્ડોનેશિયાના પડકારનો સામનો કરવો પડશે.

Thomas Cup 2022 ફાઈનલઃ ભારત 14 વખતના ચેમ્પિયન સામે ઈતિહાસ રચવા મેદાન પર ઉતરશે
Kidambi Srikant (File Photo)

Follow us on

ભારતીય ટીમ ઈતિહાસ રચવાના ઈરાદા સાથે રવિવારે થોમસ કપ (Thomas Cup 2022) બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરશે. ભારતને 14 વખતની ચેમ્પિયન ઈન્ડોનેશિયાના પડકારનો સામનો કરવો પડશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈન્ડોનેશિયાનો આ ટૂર્નામેન્ટમાં શાનદાર રેકોર્ડ છે અને ટીમ વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. બીજી તરફ ભારતીય પુરુષ ટીમે પણ મલેશિયા અને ડેનમાર્ક જેવી ટીમોને હરાવીને પ્રથમ વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારત ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી ચૂક્યું છે. પરંતુ તેની નજર ટાઈટલ જીતીને સુવર્ણ ઈતિહાસ પર છે. સારી રેન્ક ધરાવતી ટીમ સામે ભારતીય ખેલાડીઓમાં આત્મવિશ્વાસની કમી ન હતી.

મહત્વનું છે કે ઈન્ડોનેશિયાની ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. જ્યારે ભારતની એકમાત્ર હાર ગ્રૂપ સ્ટેજમાં ચીની તાઈપેઈ સામે થઈ હતી. ભારતે નોકઆઉટમાં પાંચ વખતના ભૂતપૂર્વ ચેમ્પિયન મલેશિયા અને 2016ના વિજેતા ડેનમાર્કને હરાવ્યું હતું.

શ્રીકાંત અને પ્રણયએ જવાબદારી લીધી

ભારતના સ્ટાર પુરૂષ ખેલાડીઓ કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikant) અને એસએસ પ્રણય (HS Prannoy)એ પોતાના ખભા પર જવાબદારી લીધી છે અને અત્યાર સુધીમાં તેમની તમામ 5 મેચ જીતી છે. સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સની જોડીએ પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. કૃષ્ણ પ્રસાદ ગરાગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજાલાની યુવા જોડી નબળી કડી સાબિત થઈ હતી. પરંતુ મલેશિયા અને ડેનમાર્ક સામેની હાર દરમિયાન તેઓએ સખત લડત આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારત ફરી એકવાર એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાને બીજી ડબલ્સ જોડી તરીકે ફાઈનલમાં ઉતારી શકે છે. આ જોડીએ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં 2 મેચ રમી હતી. તેમાંથી એક જીતી અને બીજી હારી. વિશ્વમાં નંબર 9 લક્ષ્ય સેને ટુર્નામેન્ટની શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ છેલ્લી 2 મેચમાં ટીમને સકારાત્મક શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. લક્ષ્યનો ફાઈનલમાં વિશ્વના ચોથા નંબરના એન્થોની સિનિસુકા ગિંટીંગ સામે સામનો કરવો પડી શકે છે.

જાણો ભારતીય ખેલાડીઓ સામે કોણ ટકરાશે

ભારતના સ્ટાર ખેલાડી શ્રીકાંતનો વર્લ્ડ નંબર 8 જોનાથન ક્રિસ્ટી સામે થવાની અપેક્ષા છે. જે હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જો મેચ રસાકસ્સી ભરી રહેશે તો પ્રણયને વિશ્વના 24 નંબરના શેસર હિરેન રૂસ્તાવિટોનો સામનો કરવો પડી શકે છે.

Next Article