36th National Games : આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને સેમિ-ફાઇનલની મેચ, જુઓ આજનું શેડ્યુલ

|

Sep 23, 2022 | 9:42 AM

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (36th National Games)નો માહોલ જામી રહ્યો છે. ટેબલ ટેનીસ રમતનો સુરતમાં આજે ત્રીજો દિવસ છે.ભારતના ટોચના ખેલાડીઓ સુરતના મહેમાન બનશે.

36th National Games : આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને સેમિ-ફાઇનલની મેચ, જુઓ આજનું શેડ્યુલ
36th National Games : આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને સેમિ-ફાઇનલની મેચ, જુઓ આજનું શેડ્યુલ
Image Credit source: Twitter

Follow us on

36th National Games : સુરતમાં નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસ (Table tennis)ની શરુઆત થઈ ગઈ છે. સુરત શહેરમાં 2 ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાંટેબલ ટેનિસ અને બેડમિન્ટન ડુમસ બીચ,બીચ-હેન્ડબોલ, બીચ-વોલીબોલ ખાતે રમાનાર છે. સુરતમાં ચાલી રહેલી ટેબલ ટેનિસની સ્પર્ધામાં મોટી સંખ્યામાં સુરતવાસીઓ ગુજરાતના ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે.આજે  (36th National Games ) ત્રીજા દિવસનું શેડ્યુલની વાત કરીએ તો ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સ ક્વાર્ટર ફાઇનલ, મેન્સ ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલ તેમજ મહિલા સિંગલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને મેન્સ સિંગલ્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલ તેમજ મહિલા ડબલ્સ સેમિ-ફાઇનલ અને મેન્સ ડબલ્સ સેમિ-ફાઇનલ ડબલ્સની સેમી ફાઈનલ રમાશે.

 

 

 

નેશનલ ગેમ્સમાં બે નવી ઈવેન્ટ્સનો સમાવેશ

36મી નેશનલ ગેમ્સનું આયોજન પ્રથમ વખત ગુજરાતમાં થઇ રહ્યું છે, ગુજરાતના ખેલાડીઓ તેમાં સારુ પ્રદર્શન પણ કરી રહ્યા છે. તેવામાં એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે ગુજરાત પહેલા કરતા સૌથી વધારે મેડલ મેળવશે.નેશનલ ગેમ્સ ૨૦૨૨માં ૩૬ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે નવી ઈવેન્ટ્સ યોગાસન અને મલખંભનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં ખો-ખો અને કબડ્ડી જેવી સ્વદેશી રમતોનો પણ નેશનલ ગેમ્સ-૨૦૨૨ માં સમાવેશ કરવામાં આવ્યો છે.

હોકી અને સ્વિમિંગની રમતો રાજકોટમાં રમાશે

જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરવા માટે રાજ્યમાં તેના માટેની તૈયારીઓ શરુ છે.નેશનલ ગેમ્સમાં રાજકોટને 2 રમત ફાળવવામાં આવી છે.હોકી અને સ્વિમિંગની રમતો રાજકોટમાં રમાશે.જેમાં દેશભરમાંથી સ્પર્ધકો ભાગ લેશે.હોકીની રમત રેસ્કોર્સના મેજર ધ્યાનચંદ ગ્રાઉન્ડ ખાતે રમાશે જ્યારે સ્વિમિંગની રમતો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પુલ ખાતે રમાશે.હોકીમાં દેશભરમાથી 16 ટીમો ભાગ લેશે જેમાં 8 મહિલા અને 8 પુરુષોની ટીમ ભાગ લેશે.

ગુજરાતનાં 6 મહાનગરમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ નેશનલ ગેમનો ભવ્યાતિ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે,

Next Article