AFC Asian Cup 2023: સુનિલ છેત્રી ટીમ ઇન્ડિયાને આ ટુર્નામેન્ટમાં રમતા જોવા માગે છે, દર્શકોને લઇને કહી આ મહત્વની વાત

|

Jun 07, 2022 | 8:08 AM

Football : બુધવારે ભારત AFC એશિયન કપ (Asia Cup 2023) 2023 ના ત્રીજા રાઉન્ડના ક્વોલિફાયર્સની તેમની પ્રથમ ગ્રુપ D મેચમાં કંબોડિયા સામે મેદાન પર ઉતરશે. ત્યાર બાદ ભારતીય ટીમ (Team India) અફઘાનિસ્તાનની ટીમ અને હોંગકોંગની ટીમ સામે ટકરાશે.

AFC Asian Cup 2023: સુનિલ છેત્રી ટીમ ઇન્ડિયાને આ ટુર્નામેન્ટમાં રમતા જોવા માગે છે, દર્શકોને લઇને કહી આ મહત્વની વાત
Sunil Chhetri (PC: Indian Football)

Follow us on

ભારતીય રાષ્ટ્રીય ટીમ (Indian Football Team) ના સુકાની સુનિલ છેત્રી (Sunil Chhetri) સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે ચાહકોની સામે 2023 એશિયન કપ (Asia Cup 2023) માટે ભારત ક્વોલિફાય થવાની સંભાવનાથી રોમાંચિત છે. બુધવારે ભારત AFC એશિયન કપ 2023 ના ત્રીજા રાઉન્ડના ક્વોલિફાયર્સની તેમની પ્રથમ ગ્રુપ D મેચમાં કંબોડિયા સામે મેદાન પર ઉતરશે. ત્યાર બાદ અફઘાનિસ્તાનની ટીમ અને હોંગકોંગની ટીમ સામે ટકરાશે.

ભારતની રાષ્ટ્રીય ટીમ લગભગ ત્રણ વર્ષમાં પ્રથમ વખત ઘરઆંગણે રમવા માટે તૈયાર છે. મહત્વનું છે કે આ ટુર્નામેન્ટ છેલ્લે ભારતમાં ઓક્ટોબર 2019 માં કોલકાતા શહેરમાં રમાઇ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતીય ફુટબોલ ટીમના સુકાની સુનિલ છેત્રી (Sunil Chhetri) એ કહ્યું, “કેટલીક વસ્તુઓ એવી છે જે ચાહકો માટે ખૂબ જ પ્રખ્યાત છે જેઓ અમને તેમની પાસે જે બધું મળે છે. પણ ભારતના કેરળ, ગુવાહાટી, બેંગ્લોર જેવા કદાચ સોલ્ટ લેક સ્ટેડિયમથી વધુ સારી મનોરંજન માટે કોઈ જગ્યા નથી. મને લાગે છે કે કોચી શહેરમાં અમે દર્શકોના જબરદસ્ત સમર્થનનો આનંદ માણીએ છીએ. જ્યાં સુધી ચાહકોના સમર્થનની વાત છે ત્રણ વર્ષ પહેલાં અમે અહીં છેલ્લે રમ્યા હતા તેની યાદો હજુ પણ તાજી છે.”

 

 

ભારતે ચાર એશિયન કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભાગ લીધો હતો અને 1964 માં રનર્સ-અપ તરીકે ટુર્નામેન્ટ પુરી કરી હતી. ભારત 2019 ની નવી સિઝનમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. પરંતુ તેની શરૂઆતની મેચમાં થાઈલેન્ડ સામે 4-1 થી જીત નોંધાવી હતી. સુકાની સુનિલ છેત્રીનું માનવું છે કે એશિયાની મોટી ફૂટબોલ ઈવેન્ટ માટે ક્વોલિફાય થવું એક મોટી વાત હશે.

 


80 ગોલ સાથે ભારતના રેકોર્ડ ગોલસ્કોરર સુકાની સુનિલ છેત્રી (Sunil Chhetri) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી પછી ત્રીજા સ્થાને છે. કેપ્ટન તરીકે સુનિલ છેત્રી યુવા ખેલાડી લિસ્ટન કોલાકો અને મનવીર સિંહની સાથે રાષ્ટ્રીય ટીમની XI માં હોવા પર ગર્વ અનુભવે છે. સુનિલ છેત્રીએ કહ્યું કે, રાષ્ટ્રીય ટીમની ગોલ કરવાની અને મેચ જીતવાની ભૂખ હજુ ઓછી થઈ નથી.

Next Article