રિંગમાં વિરોધીઓને હરાવનાર યુવા બોક્સર મૃત્યુને હરાવી શક્યો નહીં, દુનિયાને અલવિદા કહ્યું જુઓ વીડિયો

|

Jun 10, 2022 | 3:32 PM

એક મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના યુવા બોક્સર સિમિસો બુથેલેઝી(Simiso Buthelezi) ને મગજમાં ઈજા થઈ હતી, જે બાદ તેણે હવામાં મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. તેની હાલત જોઈને રેફરીએ મેચ રોકવી પડી હતી.

રિંગમાં વિરોધીઓને હરાવનાર યુવા બોક્સર મૃત્યુને હરાવી શક્યો નહીં, દુનિયાને અલવિદા કહ્યું જુઓ વીડિયો
રિંગમાં વિરોધીઓને હરાવનાર યુવા બોક્સર મૃત્યુને હરાવી શક્યો નહીં
Image Credit source: Video Screenshot

Follow us on

Simiso Buthelezi : દક્ષિણ આફ્રિકાના યુવા બોક્સર સિમિસો બુથેલેઝી (Simiso Buthelezi) એ દુનિયાને અલવિદા કહી દીધું છે. મેચ દરમિયાન તેને મગજમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિમિસો હોસ્પિટલમાં થોડા દિવસ લડ્યો પરંતુ રિંગમાં વિરોધીઓને હરાવનાર આ યુવા બોક્સર મૃત્યુને હરાવી શક્યો નહીં અને દુનિયાને અલવિદા કહી દીધું. વર્લ્ડ બોક્સિંગ ફેડરેશન (World Boxing Federation)ઓલ આફ્રિકાના સિફેસેલ તુંગવા સામેના મુકાબલામાં લાઇટવેઇટ બોક્સર (Boxer) સિમિસો ઘાયલ થયો હતો. મેચમાં સિફાસેલે સિમિસો પર જોરદાર પ્રહાર કર્યો હતો. જવાબમાં આ બોક્સરે પણ મુક્કા માર્યા અને વિપક્ષી ખેલાડીને નીચે પાડી દીધા.

ખૂણામાં પંચ મારવાનું શરૂ કર્યું

અંતિમ રાઉન્ડમાં, સિમિસોએ રિંગના બીજા ખાલી ખૂણામાં પંચ મારવાનું શરૂ કર્યું. તેને ખાલી કોર્નર પર મુક્કો મારતો જોઈને રેફરીએ મેચ રોકવાનો નિર્ણય લેવો પડ્યો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તપાસ બાદ જાણવા મળ્યું કે મગજની ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવને કારણે સિમિસો કોમામાં જતો રહ્યો હતો. બે દિવસ કોમામાં રહ્યા બાદ મંગળવારે આ બોક્સરનું મોત થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

સાઉથ આફ્રિકા બોક્સિંગ ફેડરેશને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે છેલ્લા રાઉન્ડના અંતમાં થોડીક સેકન્ડ બાકી છે. વિપક્ષી ખેલાડી પડી ગયા બાદ રેફરીએ બાઉટ ફરી શરૂ કર્યો ત્યારે સિમિસો મૂંઝવણમાં પડી ગયો અને હવામાં મુક્કો મારવા લાગ્યો. ફેડરેશને કહ્યું કે, તેને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. ફેડરેશને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ ફેડરેશન અને સિમિસોના પરિવાર માટે દુઃખનો સમય છે. આ યુવા બોક્સરે તાજેતરમાં જ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. થોડા સમય પહેલા તુર્કી બોક્સર મુસા યામાક એક મેચ દરમિયાન માર્યો ગયો હતો. મેચ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો.

Next Article