Singapore open: કિદામ્બી શ્રીકાંત 77માં ક્રમાંકીત ખેલાડી સામે હાર્યો, પીવી સિંધુ બીજા રાઉન્ડમાં પહોંચી

|

Jul 13, 2022 | 2:43 PM

Badminton : કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikant) સિંગાપોર ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો છે. તે ત્રણ ગેમમાં પોતાના જ દેશના મિથુન મંજુનાથ સામે હારી ગયો હતો.

Singapore open: કિદામ્બી શ્રીકાંત 77માં ક્રમાંકીત ખેલાડી સામે હાર્યો, પીવી સિંધુ બીજા રાઉન્ડમાં પહોંચી
Kidambi Srikant (File Photo)

Follow us on

ભારતના મિથુન મંજુનાથે અપસેટ સર્જતા વિશ્વ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikant) ને માત આપી હતી. જ્યારે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ (PV Sindhu) એ પણ બુધવારે અહીં બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. એપ્રિલમાં ઓર્લિયન્સ માસ્ટર્સ સુપર 100 ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવનાર મંજુનાથે વિશ્વના 11માં ક્રમાંકિત કિદાંબી શ્રીકાંતને પ્રથમ રાઉન્ડમાં એક કલાક લાંબી ચાલેલી મેચમાં 21-17, 15-21, 21-18 થી માત આપી હતી. વિશ્વમાં 77માં ક્રમાંકિત મંજુનાથ હવે આગામી રાઉન્ડમાં આયર્લેન્ડના એનહત ગુયેન સામે ટકરાશે.

આ પહેલા પીવી સિંધુ (PV Sindhu) ને મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં વિશ્વની 36 નંબરની બેલ્જિયમની લિયાન ટેનને 21-15, 21-11 થી હરાવવા માટે વધારે સંઘર્ષ કરવો પડ્યો ન હતો. ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુ આગામી રાઉન્ડમાં વિયેતનામની થુય લિન ગુયેન સામે ટકરાશે. 24 વર્ષીય મંજુનાથે કિદાંબી શ્રીકાંત સામે મેન્સ સિંગલ્સની મેચમાં ઝડપી શરૂઆત કરીને 6-2 ની સરસાઈ મેળવી હતી. તેણે સમગ્ર રમત દરમિયાન લીડ જાળવી રાખીને પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધો હતો.

શ્રીકાંતે બીજી ગેમમાં પુનરાગમન કર્યું અને બ્રેક સુધી 11-8 ની લીડ બનાવી અને પછી લીડ વધારીને ગેમ 1-1 થી સરભર કરી. નિર્ણાયક રમતમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. વધુ સારું નિયંત્રણ બતાવીને મંજુનાથે બ્રેક સુધી 11-10 ની નજીવી સરસાઈ મેળવી હતી. શ્રીકાંતે 16-15 ની સરસાઈ મેળવી હતી. પરંતુ મંજુનાથે 18-18 નો સ્કોર કરીને સતત 3 પોઈન્ટ સાથે ગેમ અને મેચ જીતી લીધી હતી.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

મંજુનાથને આ વર્ષની શરૂઆતમાં કોવિડ-19નો ચેપ લાગ્યો હતો અને તેણે જાન્યુઆરીમાં ઈન્ડિયા ઓપન સુપર 500 ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું હતું. તેણે સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની સેમિ ફાઇનલ અને ઓડિશા સુપર 100 ની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમનો ભાગ હતો. મહલિા કેટેગરીની વાત કરીએ તો પીવી સિંધુ (PV Sindhu) એ મહિલા સિંગલ્સમાં ધીમી શરૂઆત કરી હતી. તે 1-4થી પાછળ હતી. પરંતુ 7-7ની બરાબરી કરવામાં સફળ રહી હતી.

ભારતીય મહિલા ખેલાડી પીવી સિંધુ બ્રેક સુધી 11-8 થી આગળ હતી અને પછી તેણે પહેલી ગેમ સરળતાથી જીતી લીધી. બીજી ગેમમાં પીવી સિંધુએ સારી શરૂઆત કરી અને 5-1ની સરસાઈ મેળવી લીધી. તેણે સતત 3 પોઈન્ટ સાથે લીડને સંકુચિત કરી હતી. પરંતુ પીવી સિંધુને ગેમ અને મેચ જીતવામાં બહુ તકલીફ પડી ન હતી.

Next Article