SAI: ભારતીય મહિલા ખેલાડીએ કોચ પર અયોગ્ય વર્તનનો લગાવ્યો આરોપ, સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા લેવાયા એક્શન

|

Jun 06, 2022 | 10:10 PM

આ સમયે આ ખેલાડી વિદેશમાં ટ્રેનિંગ કરી રહી હતી જ્યાં આ મામલો બન્યો હતો. આ પછી, ખેલાડીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, SAI એ ખેલાડીને ભારત પરત બોલાવી લેવામાં આવેલ છે.

SAI: ભારતીય મહિલા ખેલાડીએ કોચ પર અયોગ્ય વર્તનનો લગાવ્યો આરોપ, સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા લેવાયા એક્શન
કોચની ગેરવર્તણૂકની તપાસ માટે સમિતિ રચાઈ

Follow us on

ભારતની ધરતીથી દૂર ભારતીય રમત જગતમાં એક ગંભીર બાબત સામે આવી છે. એક એવો કિસ્સો કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ખેલાડી અને કોચ વચ્ચેનો સંબંધ પિતા/પુત્રી, ગુરુ/શિષ્ય જેવો હોય છે. એક મહિલા ખેલાડીએ પોતાના જ કોચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપો પર તુરંત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. સાયકલિસ્ટ મયુરી લુટે (Mayuri Lute) એ રાષ્ટ્રીય ટીમના કોચ આરકે શર્મા પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને સાયકલિંગ ફેડરેશને એક તપાસ સમિતિની રચના કરી હતી.

મયુરીની ફરિયાદ પર, SAI એ તપાસ માટે સોમવારે એક સમિતિની રચના કરી હતી અને સાઇકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (CFI) આ મામલે તેના ખેલાડીની પડખે છે. SAI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સાઈને સ્લોવેનિયામાં કેમ્પ દરમિયાન કોચ દ્વારા સાઈકલ સવાર સાથે અયોગ્ય વર્તનની ફરિયાદ મળી છે. આ કોચની નિમણૂક CFI ની ભલામણ પર કરવામાં આવી હતી.

ખેલાડી ઘરે પરત ફરશે

સાઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ મામલા બાદ મયુરીને ભારત પરત બોલાવવામાં આવી છે અને આ સંદર્ભમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેણે કહ્યું, ખેલાડીની ફરિયાદ બાદ, તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, SAI એ તેને તરત જ ભારત બોલાવ્યો અને આ મામલાની તપાસ કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે. આ બાબતને પ્રાથમિકતાના આધારે ઉકેલવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેનું નિરાકરણ લાવવામાં આવશે. આ શિબિર 18-22 જૂન 2022 દરમિયાન દિલ્હીમાં યોજાનારી એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ માટે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખેલાડીને સાથ આપવામાં આવશે

તે જ સમયે, CFIએ કહ્યું કે તે તેના ખેલાડીને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. CFI એ કહ્યું, CFI ફરિયાદીની સાથે છે. સાઈને આ બાબતે જાણ કરવામાં આવી છે. અમે SAI સમિતિના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીશું.

સીએફઆઈએ આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની પણ રચના કરી છે. આમાં તેના જનરલ સેક્રેટરી મનિન્દર પાલ સિંહ, કેરળ સાયકલિંગના પ્રમુખ એસએસ સુદીશ કુમાર, મહારાષ્ટ્ર સાયકલિંગ ટીમના ચીફ દીપાલી નિકમ અને સહાયક સચિવ વીએન સિંહનો સમાવેશ થાય છે. કોચ આરકે શર્માની સાથે ભારતીય ટીમના અન્ય તમામ ખેલાડીઓ 14 જૂને પરત ફરશે.

Published On - 10:00 pm, Mon, 6 June 22

Next Article