રાફેલ નડાલ પાંસળીની ઈજાને કારણે 6 અઠવાડિયા માટે મેદાનથી બહાર રહેશે, ફ્રેન્ચ ઓપન રમવા પર પ્રશ્નાર્થ

|

Mar 23, 2022 | 7:43 PM

ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઈનલ દરમિયાન નડાલને ઈજા થઈ હતી. આ કારણોસર તે ટેલર ફ્રિટ્ઝ સામે ફાઈનલમાં હારી ગયો હતો અને તે તેની વર્ષની પ્રથમ હાર હતી.

રાફેલ નડાલ પાંસળીની ઈજાને કારણે 6 અઠવાડિયા માટે મેદાનથી બહાર રહેશે, ફ્રેન્ચ ઓપન રમવા પર પ્રશ્નાર્થ
Rafael Nadal (File Photo)

Follow us on

સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ (Rafael Nadal) ફરી લાંબા સમય માટે ટેનિસ કોર્ટથી દુર રહેશે. તેના જણાવ્યા પ્રમાણે તેની પાંસળીના હાડકામાં ઈજા થવાથી 4-6 અઠવાડિયા સુધી તે ટેનિસ કોર્ટથી દૂર રહેશે. આ કારણથી તેની ફ્રેન્ચ ઓપન માટેની તૈયારીઓને પણ આંચકો લાગશે. નડાલે મંગળવારે કહ્યું કે યુએસથી પરત ફર્યા બાદ તેણે સ્પેનમાં મેડિકલ તપાસ હાથ ધરી છે. તેમાં સ્પષ્ટ થઈ ગયું કે તેની ડાબી પાંસળીમાં સ્ટ્રેસ ફ્રેક્ચર છે અને તેના કારણે તેણે કોર્ટથી દૂર રહેવું પડશે.

ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં કાર્લોસ અલ્કારાઝ સામેની સેમિફાઈનલ દરમિયાન નડાલને ઈજા થઈ હતી. નડાલ આ રવિવારે ફાઈનલમાં ટેલર ફ્રિટ્ઝ સામે બે સેટમાં હારી ગયો હતો. ફ્રિટ્ઝ સામેની મેચ દરમિયાન નડાલ કમ્ફર્ટેબલ ન હતો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તે મેચ દરમિયાન ઘણી વખત પોતાની છાતીને હાથ વડે ઘસતો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જાણો નડાલે ટ્વિટર પર શું લખ્યું…

નડાલે ટ્વિટર પર લખ્યું, “આ સારા સમાચાર નથી અને મને તેની અપેક્ષા ન હતી. હું દુઃખી છું કારણ કે આ સિઝનની સારી શરૂઆત પછી મને તે જોવા મળ્યું. “કેલિફોર્નિયામાં હાર્ડ-કોર્ટ ટુર્નામેન્ટમાં ફ્રિટ્ઝ સામે 6–3, 7–6(5)થી હારતા પહેલા નડાલે ઓસ્ટ્રેલિયન ઓપન જીતી અને નોવાક જોકોવિક અને રોજર ફેડરરને પાછળ છોડીને સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ જીતનાર પુરુષ ખેલાડી બન્યો.

રફેલ નડાલ 20 મેચથી હાર્યો નથી. પરંતુ તેનો વિજય રથ ફ્રિટ્ઝે અટકાવ્યો હતો. 1990 પછી એટીપી ટૂર પર તે સિઝનની તેની ત્રીજી શ્રેષ્ઠ શરૂઆત હતી. નડાલે મેલબોર્ન અને એકાપુલ્કોમાં પણ ટાઇટલ જીત્યા હતા.

 

 

રફેલ નડાલે આગળ કહ્યું, “હું સારું અનુભવી રહ્યો હતો અને સિઝનના ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ માટે સારા પરિણામો મેળવી રહ્યો હતો. પરંતુ હું હંમેશા ફાઈટર રહ્યો છું અને હવે હું ધીરજ રાખીશ અને ઈજામાંથી બહાર આવ્યા બાદ વધુ મહેનત કરીશ.”

આ પણ વાંચો : Tennis: Ashleigh Barty એ નિવૃત્તી જાહેર કરી, વિડીયો શેર કરીને આપી જાણકારી, ફેંન્સને નથી થઇ રહ્યો વિશ્વાસ

આ પણ વાંચો : IPL 2022: રોહિત શર્માના બેટીંગ ક્રમ વિશે પૂછી લેતા જ ચોંકી ઉઠ્યો, હિટમેને કહ્યુ આ શુ છે ?

Next Article