Indonesia Masters: લક્ષ્ય સેન અને પીવી સિંધુએ બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યુ, 2 વખત ઓલિમ્પિક મેડલ વિજેતાને ભારતીય બેડમિન્ટન સ્ટારે પછાડી

|

Jun 08, 2022 | 11:21 PM

ઈજામાંથી સાજા થઈને પુનરાગમન કરી રહેલો સમીર વર્મા (Sameer Verma) પણ ઈન્ડોનેશિયાના ચિકો આરા ડ્વી વારડોયો સામે 17-21, 15-21 થી સીધી ગેમમાં હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયો હતો.

Indonesia Masters: લક્ષ્ય સેન અને પીવી સિંધુએ બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યુ, 2 વખત ઓલિમ્પિક મેડલ વિજેતાને ભારતીય બેડમિન્ટન સ્ટારે પછાડી
લક્ષ્ય સેનની જીત આસાન રહી હતી

Follow us on

ટોચના ભારતીય શટલર્સ પીવી સિંધુ (PV Sindhu) અને લક્ષ્ય સેને (Lakshya Sen) બુધવારે વિપરીત અંદાજમાં જીત સાથે 360,000 ડોલર ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટના અનુક્રમે મહિલા અને પુરૂષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સાતમા સ્થાન પર ક્રમાંકિત અને વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેને ડેનમાર્કના હેન્સ ક્રિસ્ટિયન સોલબર્ગ વિટિંગસને સીધી ગેમમાં 21-10, 21-18 થી હરાવ્યો હતો. લક્ષ્ય આગામી રાઉન્ડમાં ડેનમાર્કની રાસમસ ગેમ્કે સામે ટકરાશે જ્યારે સિંધુનો મુકાબલો ઈન્ડોનેશિયાની ગ્રેગોરિયા મારિસ્કા તુનજુંગ સામે થશે.

સમીર વર્મા અને આકર્ષી કશ્યપને હાર મળી હતી

ભારતની આકર્ષી કશ્યપ જોકે અમેરિકાના બેવેન ઝેંગ સામે અડધો કલાકથી પણ ઓછા સમયમાં સીધી ગેમમાં 12-21, 11-21 થી હારી ગઈ હતી. ઈજામાંથી સાજા થઈને પુનરાગમન કરી રહેલા સમીર વર્મા પણ ઈન્ડોનેશિયાના ચિકો આરા ડ્વે વાર્ડોયો સામે 17-21, 15-21 થી સીધી ગેમમાં હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયો હતો. ઇશાન ભટનાગર અને તનિષા ક્રાસ્ટોની મિશ્ર ડબલ્સની જોડીએ ઇન્ડોનેશિયાની ચોથી ક્રમાંકિત જોડી પ્રવીણ જોર્ડન અને મેલાટી દેઇવા ઓક્તાવિઆન્ટીને તેમના પ્રથમ રાઉન્ડની મેચમાં જોરદાર ટક્કર આપી હતી. પરંતુ તેમ છતાં ભારતીય જોડી સામે 14-21, 21-16, 12-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.

સિંધુએ લાઈન ક્રિસ્ટોફરસનને હરાવી

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ ડેનમાર્કની લાઈન ક્રિસ્ટોફરસન સામે 18-21, 21-15, 21-11 ની જીત દરમિયાન 51 મિનિટ સુધી સંઘર્ષ કર્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ અગાઉ લાઇન સામેની ત્રણેય મેચ જીતી હતી. તેણે બ્રેક સુધી સારી શરૂઆત કરીને 11-9 ની સરસાઈ મેળવી હતી પરંતુ પછી ઘણી સરળ ભૂલો કરીને પ્રથમ ગેમ ગુમાવી દીધી હતી. બીજી ગેમમાં પણ સિંધુ 3-0 ની સરસાઈ મેળવ્યા બાદ ચૂકી ગઈ હતી. જોકે, લાઇન પણ તકોનો લાભ લેવામાં નિષ્ફળ રહી. ડેનમાર્કની વિશ્વની 22 ક્રમાંકની ખેલાડીએ કેટલાક શાનદાર ક્રોસ-કોર્ટ સ્મેશ ફટકાર્યા પરંતુ સહજ ભૂલોએ તેની રમત અને મેચ જીતવાની આશાને તોડી દીધી. લાઈન એ બહાર ઘણા શોટ ફટકાર્યા અને ઘણીવાર નેટમાં ફસાઈ ગઈ કારણ કે સિંધુ બ્રેક સુધી 11-10 ના ટૂંકા માર્જિનથી આગળ હતી. ભારતીય ખેલાડીએ આ લીડ 17-12 કરી અને પછી બીજી ગેમ જીતીને સ્કોર 1-1 કરી દીધો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નિર્ણાયક મેચમાં સિંધુએ લાઈનને વાપસીની તક આપી ન હતી

નિર્ણાયક ગેમમાં લાઈને 4-1 ની લીડ મેળવી હતી પરંતુ તે પછી તેણે ઘણી ભૂલો કરી હતી, જેનો ફાયદો ઉઠાવીને સિંધુ બ્રેક સુધી 11-7 ની લીડ લેવામાં સફળ રહી હતી. સિંધુએ પ્રતિસ્પર્ધીને બેઝલાઈન પર રમવા માટે મજબૂર કરી અને તેને નેટ પર આવવા દીધી નહીં. આ પછી ભારતીય ખેલાડીને 11 મેચ પોઈન્ટ મળ્યા અને લાઈનના નેટ પર શોટ રમ્યા બાદ મેચ તેની ઝોળીમાં આવી ગઈ હતી.

Published On - 11:16 pm, Wed, 8 June 22

Next Article