Pro Kabaddi 2022: તેલુગૂ ટાઈટન્સને હરાવી જયપુર ટીમ પ્લેઓફની એકદમ નજીક પહોંચ્યું

|

Feb 17, 2022 | 12:13 AM

PKL-8: પ્રો કબડ્ડી લીગ 2022માં અર્જુન દેશવાલ સૌથી વધુ સફળ રેડ કરનાર ખેલાડી બન્યો. પવન સહરાવતે 208 ના આંકડાને પાછળ છોડ્યો.

Pro Kabaddi 2022: તેલુગૂ ટાઈટન્સને હરાવી જયપુર ટીમ પ્લેઓફની એકદમ નજીક પહોંચ્યું
Jaipur Pink Panthers win (PC: Pro Kabaddi)

Follow us on

બુધવારે બેંગ્લોરના (Bengaluru) શેરેટોન ગ્રાન્ડ વ્હાઈટપીલ્ડમાં પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8માં 123ની મેચમાં તેલુગૂ ટાઈટન્સ (Telugu Titans) ટીમને જયપુર પિંક પેન્થર્સ (Jaipur Pink Panthers)એ 54-35થી માત આપી હતી. આ જીત સાથે જયપુર ટીમે પોતાની પ્લે ઓફની રેસની આશા જીવંત રાખી છે. આ મેચમાં અર્જુન દેશવાલ 14 પોઈન્ટની સાથે પોતાની સુપર 10 રેડ પુરી કરી હતી અને આ સિઝનમાં સૌથી વધુ સફળ રેડ કરનાર ખેલાડી પણ બન્યો હતો. તેણે પવન સહરાવતની 208 રેડને પાછળ છોડી દઈને આ સિદ્ધી મેળવી હતી. જયપુરની ટીમ મેચમાં શરૂઆતથી જ હરીફ ટીમ પર દબાણ કરતી જોવા મળી હતી. હરીફ ટીમે મેચમાં વાપસી માટે જરા પણ તક આપતી ન હતી.

 

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

તેલુગૂ સામે સંદીપ ધુલનું શાનદાર પ્રદર્શન

આ જીત સાથે જયપુર ટીમ પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે અને હવે પુનેરી પલ્ટન સામે લીગની પોતાની અંતિમ મેચ રમી જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવવા મહેનત કરશે. આ મેચમાં બૃજેન્દ્ર ચૌધરી અને નીતિન રાવલે ફરીથી સારૂ પ્રદર્શન કર્યું. સંદીપ ધુલે હાઈ 5 ની સાથે જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો. તેલુગૂ ટાઇટન્સના સુકાની સુરેન્દર સિંહે ત્રણ ટેકલ પોઇન્ટ મેળવ્યા. પરંતુ તેલુગૂ ટીમે મેચમાં કમબેક કરવાનો ઘણો પ્રયાસ કર્યો પણ જયપુરી ટીમની શાનદાર અટેકિંગના કારણે જયપુર ટીમે હરીફ ટીમે મેચમાં કમબેક કરવા માટે એક પણ તક આપી ન હતી અને અંતે મેચમાં મોટા અંતરથી જીત મેળવી હતી.

આ પણ વાંચો : INDvWI: ભારતે પહેલી ટી20 મેચ 6 વિકેટે જીતી લીધી, રવિ બિશ્નોઇ અને રોહિત શર્માના દમ પર વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું

આ પણ વાંચો : INDvWI: અંતિમ ટી20 મેચને લઈને દર્શકો માટે સારા સમાચાર આવ્યા સામે, BCCIએ લીધો આ મોટો નિર્ણય

Published On - 11:57 pm, Wed, 16 February 22

Next Article