Pro Kabaddi: બંગાળ અને તમિલ વચ્ચેની ઔપચારીક મેચમાં બંગાળ વોરિયર્સે જીત મેળવી

|

Feb 17, 2022 | 12:14 AM

PKL-8: પ્રો કબડ્ડી લીગ 2022માં બંગાળ વોરિયર્સ અને તમિલ થલાઇવાસ બંને ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. જોકે આ મેચના પરિણામથી અન્ય કોઇ ટીમને અસર નહીં પહોંચે.

Pro Kabaddi: બંગાળ અને તમિલ વચ્ચેની ઔપચારીક મેચમાં બંગાળ વોરિયર્સે જીત મેળવી
Bengal Warriors win (PC: Pro Kabaddi)

Follow us on

બુધવારે બેંગ્લોરના શેરેટોન ગ્રાન્ડ વ્હાઇટપીલ્ડમાં પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8માં 124ની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બંગાળ વોરિયર્સ (Bengal Warriors) એ શાનદાર પ્રદર્શન કરતા તમિલ થલાઇવાસ (Tamil Thalaivas) ટીમને 52-21 ના મોટા માર્જીનથી માત આપી છે. આ જીત સાથે બંગાળ વોરિયર્સ ટીમનો સતત હારનો સિલસિલો તુટી ગયો છે. તો બીજી તરફ તમિલ થલાઇવાસ ટીમ આ સિઝનમાં સૌથી મોટા માર્જીનથી હારનાર બીજી ટીમ બની ગઇ છે. મહત્વનું છે કે તમિલ ટીમ પણ છેલ્લી ઘણી મેચથી સતત હારતુ આવ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો


મેચની શરૂઆતથી જ બંગાળની ટીમ ધમાકેદાર શરૂઆત કરી હતી અને પહેલા હાફમાં 28-10ની લીડ મેળવી લીધી હતી. સુરજીત સિંહ અને સાહિલ સુરેંદર જેવા ડિફેન્ડર્સને હંફાવવા માટે મનિંદર સિંહ અને મોહમ્મદ નબીબક્સ સંપુર્ણ રીતે ફોર્મમાં હતા. બીજી તરફ તમિલ થલાઇવાસ ટીમ તરફતી બે યુવા ખેલાડીઓએ ઘણો પ્રયાસ કર્યો પણ સાથી ખેલાડીઓ તરફથી કઇ ખાસ સપોર્ટ ન મળવાના કારણે તમિલ થલાઇવાસ ટીમને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચના પરિણામ બાદ પોઇન્ટ ટેબલમાં કોઇ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. તમિલ થલાઇવાસ ટીમની આ સતત છઠ્ઠી હાર હતી અને સિઝનમાં 10મી હાર હતી. તો બંગાળ વોરિયર્સ ટીમને 6 મેચ બાદ જીતનો સ્વાદ ચાખ્યો હતો. બંગાળ વોરિયર્સની ટીમે 21 મેચમાં 8 જીત સાથે 53 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં 10માં સ્થાન પર રહી હતી.

તો સિઝનની અન્ય એક મેચમાં તેલુગૂ ટાઇટન્સ (Telugu Titans) ટીમને જયપુર પિંક પેન્થર્સ (Jaipur Pink Panthers) એ 54-35થી માત આપી હતી. આ જીત સાથે જયપુર ટીમે પોતાની પ્લે ઓફની રેસની આશા જીવંત રાખી છે. આ મેચમાં અર્જુન દેશવાલ 14 પોઇન્ટની સાથે પોતાની સુપર 10 રેડ પુરી કરી હતી અને આ સિઝનમાં સૌથી વધુ સફળ રેડ કરનાર ખેલાડી પણ બન્યો હતો. તેણે પવન સહરાવતની 208 રેડને પાછળ છોડી દઇને આ સિદ્ધી મેળવી હતી. જયપુરની ટીમ મેચમાં શરૂઆતથી જ હરીફ ટીમ પર દબાણ કરતી જોવા મળી હતી. હરીફ ટીમે મેચમાં વાપસી માટે જરા પણ તક આપતી ન હતી.

આ પણ વાંચો : Pro Kabaddi: તેલુગૂ ટાઈટન્સને હરાવી જયપુર ટીમ પ્લેઓફની એકદમ નજીક પહોંચ્યું

આ પણ વાંચો : INDvWI: ભારતે પહેલી ટી20 મેચ 6 વિકેટે જીતી લીધી, રવિ બિશ્નોઇ અને રોહિત શર્માના દમ પર વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું

Next Article