PM મોદીએ પેરિસ ઓલિમ્પિક પહેલા ખેલાડીઓ સાથે કરી વાતચીત, નીરજને કહ્યું તારી માતાના હાથના ચુરમાના લાડવા ખાવા છે

|

Jul 12, 2024 | 12:12 PM

2024 ઓલિમ્પિકનું આયોજન પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધીનું હશે. આ ઈવેન્ટ માટે અંદાજે 120 ભારતીય ખેલાડીની ટીમ પેરિસ જશે. પીએમ મોદીએ આ ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી હતી.

PM મોદીએ પેરિસ ઓલિમ્પિક પહેલા ખેલાડીઓ સાથે કરી વાતચીત, નીરજને કહ્યું તારી માતાના હાથના ચુરમાના લાડવા ખાવા છે

Follow us on

ઓલિમ્પિક આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ છે. જેનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે. ભારતે પેરિસ ઓલિમ્પિક માટે અંદાજે 120 ખેલાડીઓને મોકલ્યા છે. ભારતની નજર આ વખતે સૌથી વધુ મેડલ જીતવા પર છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં ભાગલેનાર ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓ સાથે શું વાતચીત થઈ તેનો પણ એક વીડિયો સામે આવ્યો છે.

પીએમ મોદીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં જનારા ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ નીરજ ચોપરાને કહ્યું કે, તારા ચુરમાના લાડું હજુ આવ્યા નથી. જેના જવાબમાં નીરજ ચોપરાએ કહ્યું આ વખતે આવી જશે. પીએમ મોદીએ કહ્યું કે, મારે તારી માતાના હાથના ચુરમાના લાડું ખાવા છે. તમને જણાવી દઈએ કે, નીરજ ચોપરાએ વર્ષ 2021માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે મોદીએ નીરજ ચોપરાને સ્પેશિયલ ચુરમાના લાડવા ખવડાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

 

 

ખેલો ઈન્ડિયા પર શું બોલ્યા ખેલાડી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતચીત દરમિયાન ખેલાડીઓ સાથે ખેલો ઈન્ડિયા વિશે વાત પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુછ્યું કે, તમારામાંથી કેટલા લોકો ખેલો ઈન્ડિયામાંથી ખેલાડી બન્યા છે, પીએમ મોદીના આ સવાલ પર અનેક ખેલાડીઓએ હાથ ઉંચો કર્યો હતો. તો શૂટર મનુ ભાકરે કહ્યું મને ખેલો ઈન્ડિયાથી ખુબ મદદ મળી છે.મેં 2018માં નેશનલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ખેલો ઈન્ડિયા એક એવું પ્લેટફોર્મ છે. જેમાંથી અનેક ખેલાડી આવ્યા છે. આ મારી બીજી ઓલિમ્પિક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે રમત ગમતના ખેલાડીઓને મળતા રહેતા હોય છે. તેમજ તેની સાથે વાતચીત પણ કરે છે. ત્યારે આજે ઓલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારતા કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આ વખતે તમે ભારતનું નામ રોશન કરશો. ઓલિમ્પિક શીખવા માટે મોટું મેદાન છે,

Published On - 12:36 pm, Fri, 5 July 24

Next Article