પેરિસ પેરાલિમ્પિકમાં છઠ્ઠો દિવસ ભારત માટે શાનદરા રહ્યો છે. ભારતીય પેરાએથ્લિટે 6 મેડલ જીત્યા છે. આ સાથે ભારતના પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે. હવે ભારત પાસે કુલ 20 મેડલ છે. જેમાં 3 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સાથે પેરાલિમ્પિકમાં ભારતે સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.આ પહેલા પેરાલિમ્પિકમાં ભારતનું સૌથી સફર પ્રદર્શન ટોક્યો પેરાલિમ્પિકમાં રહ્યું હતુ. જેમાં ભારતના પેરાએથ્લિટે કુલ 19 મેડલ જીત્યા હતા. (5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ)
પેરિસ પેરાલિમ્પિકમાં 20 મેડલ આવ્યા બાદ ભારત મેડલ ટેલીમાં હાલમાં 19માં સ્થાન પર છે. હવે 7માં દિવસે એટલે કે, આજે પણ મેડલની આશા છે. ભારતીય પેરા એથ્લિટ સાઈકલિંગ, પાવરલિફ્ટિંગ અને તીરંદાજીમાં મેડલ માટે રમશે.
આજે ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ ચીનની ખેલાડી સામે ક્વાર્ટર ફાઈનલ માટે રમતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મડેલ જીત્યો હતો.
ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 6 દિવસની રમતમાં કુલ 10 મેડલ જીત્યા છે. જે એક નવો ઈતિહાસ છે. આનાથી વધારે મેડલ ભારતે કોઈ પેરાલિમ્પિકની રમતમાં જીત્યા નથી.પેરિસમાં પ્રથમ 6 દિવસમાં 20 મેડલ જીતીને તેણે પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પ્રથમ 6 દિવસમાં ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 10 બ્રોન્ઝ જીત્યા છે.પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના પ્રદર્શનનો ઈતિહાસ 64 વર્ષ જૂનો છે.
ભારત 1960થી પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે પરંતુ હવે વર્ષ 2024માં જે મેડલ આવ્યા તેનાથી ઈતિહાસ રચ્યો છે.જેવલિન થ્રોમાં ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 3 મેડલ જીત્યા છે. સુમિત અંતિલના ગોલ્ડ મેડલ બાદ ભારતના અજીત સિંહ અને સુંદર સિંહ ગુર્જરે મંગળવારના રોજ F64 વર્ગમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 30 વર્ષના અજીત સિંહે જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે. જ્યારે સુંદર સિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
Published On - 11:51 am, Wed, 4 September 24