પેરિસમાં પેરાલિમ્પિક 2024ની શરુઆત થઈ ચૂકી છે. પહેલા દિવસે ભારતીય એથ્લિટનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. બેડમિન્ટન સિંગલ મેચમાં 3 પેરા એથલીટે આગળના રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું છે. જેમાં સુહાસ યતિરાજ, તરુણ અને સુકાંત કદમ પુરુષ ગ્રુપ મેચની મેચ જીતી લીધી છે. બીજા દિવસે પેરા એથ્લિટમાં કરમ જ્યોતિ અને સાક્ષી કસાના મહિલાઓની ડિસક્સ થ્રોની ફાઈનલ ઈવેન્ટમાં એક્શનમાં જોવા મળશે.
પેરા શૂટિંગ અને પેરા સાઈકલિંગમાં જો ભારતીય એથલીટ્સે ક્વોલિફાય કર્યું તો ફાઈનલ રમી શકે છે. જો આવું ન થયું તો તેની પાસે બ્રોન્ઝ મેડલ મેળવાની પણ તક છે. જેમાં તેનો નિર્ણય ક્વોલિફિકેશનના આધાર પર કરવામાં આવશે. ગત વખતની પેરાલિમ્પિક ખેલાડી અવની લેખરા આજે 10 મીટર એર રાઈફલિંગ સ્ટેડિંગ SH1 ક્વોલિફિકેશનમાં ભાગ લેશે. અવની ક્વોલિફાય કરશે તો મેડલ ઈવેન્ટમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થશે. તેમજ મનીષ નરવાલ પણ પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 કેટેગરીમાં પોતાની દાવેદારી રજુ કરશે.
પેરિસ પેરાલિમ્પિકના બીજા દિવસે અનેક ગુજરાતી ખેલાડીઓ પતોાની તાકાત દેખાડશે. જેમાં ગુજરાતની મહિલા ખેલાડીઓ પણ રમતી જોવા મળશે. સૌથી પહેલા બીજા દિવસની શરુઆત ગુજરાતી ખેલાડી માનસી જોષીની પેરા બેડમિન્ટન ઈવેન્ટથી થશે. જે બપોરના 12 કલાકે રમાશે. તેમજ 1 : 30 કલાકે પેરા ટેબલટેનિસના ક્વોલિફાય રાઉન્ડમાં ભાવિના પટેલ અને સોનલબેન પટેલની મેચ જોવા મળશે.
જો તમે પેરિસ પેરાલિમ્પિકની તમામ મેચ જોવા માંગો છો તો તમે ભારતીય ચાહકો પેરિસ પેરાલિમ્પિક 2024નું લાઈવ પ્રસારણ સ્પોર્ટસ 18 પર જોઈ શકે છે. તેમજ જે લોકો મોબાઈલમાં પેરિસ પેરાલિમ્પિક જોવા માંગે છે તે જિઓ સિનેમા એપ અને વેબસાઈટ પર પેરાલિમ્પિકની તમામ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે. તેમજ પેરિસ પેરાલિમ્પિક 2024ને લગતા તમામ અપડેટ ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકો છો.