Paris Olympics 2024: ફ્રાન્સના અગ્રણી અખબારોએ નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકમાં ભારતની દાવેદારીના એમ્બેસેડર તરીકે ઉલ્લેખ કર્યો

ફ્રાન્સના અગ્રણી અખબારોએ શ્રીમતી નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર તરીકેનો ઉલ્લેખ કર્યો છે. અગ્રણી ફ્રેન્ચ અખબાર લે ફિગારો સાથે વાતચીતમાં નીતા અંબાણીએ કહ્યું કે "એકસમયે નરેન્દ્ર મોદી જેના મુખ્યમંત્રી હતા અને અંબાણી પરિવાર જ્યાંથી આવે છે તે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ માટે 2036ની રમતોની બીડ હજી સુધી સત્તાવાર રીતે નથી થઈ. પરંતુ જૂનમાં સળંગ ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવેલા વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ (ભારત) 2036 ઓલિમ્પિક ગેમ્સની રેસમાં છે."

Paris Olympics 2024: ફ્રાન્સના અગ્રણી અખબારોએ નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકમાં ભારતની દાવેદારીના એમ્બેસેડર તરીકે ઉલ્લેખ કર્યો
Nita Ambani
| Updated on: Jul 29, 2024 | 9:49 PM

નીતા અંબાણી છેક 2016થી IOCના (ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી) મેમ્બર છે અને હાલમાં જ ફરીથી ચૂંટાયા છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન પણ છે. તેમણે ઓલિમ્પિક ઈતિહાસના સૌપ્રથમ ‘ઈન્ડિયા હાઉસ’ને નાણાકીય સહાયતા પૂરી પાડી છે. આ ઈન્ડિયા હાઉસ એ ‘પાર્ક દ લા વિલે’માં સ્થાપિત મહારાજાના પેલેસની પ્રતિકૃતિ સમાન ઉજાસભર્યા રંગોનું પેવિલિયન છે, જે બ્રાઝિલ અને કોલમ્બિયાના હાઉસથી નજીક છે.

ખાસ સમારોહમાં હાજર રહ્યા

ભારતીય કલા, સંગીત, વાનગીઓ અને રમતગમતની ઝાંખી કરાવતા આ મંચ પર ગુલાબી છાંટ ધરાવતી અદભુત ફ્લોરલ સાડીમાં સજ્જ નીતા અંબાણીએ અગ્રણી ફ્રેન્ચ અખબાર લે ફિગારોને એક ખાસ મુલાકાત આપી હતી. 2004 એથેન્સથી નીતા અંબાણી કોઈ ઓલિમ્પિયાડ ચૂક્યા નથી. શુક્રવારે સાંજે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા. તેમણે પેરિસમાં ઓલિમ્પિકના આયોજન અને ભારતીય સંસ્કૃતિ અંગે ખાસ કહી હતી.

ઓલિમ્પિક જાયન્ટ નથી બન્યું ભારત

હાલ તો 1.4 અબજથી વધુ વસ્તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત હજુ સુધી ઓલિમ્પિક જાયન્ટ બની શક્યું નથી. ચોક્કસપણે પેરિસ 2024માં 16 સ્પર્ધાઓમાં 117 એથ્લિટ્સને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ 25 સમર ઓલિમ્પિયાડ્સમાં અત્યાર સુધીમાં 10 સુવર્ણ ચંદ્રક મેળવ્યા છે. નીતા અંબાણીની અધ્યક્ષતા હેઠળનું ફાઉન્ડેશન 100-મીટર હર્ડલ્સને 13 સેકન્ડથી ઓછા સમયમાં પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા જ્યોતિ યાર્રાજી સહિત અનેક નેશનલ ચેમ્પિયન્સને મદદ કરી રહ્યું છે. જ્યોતિ યાર્રાજીએ રિલાયન્સ ફાઉન્ડેશનની ત્રણ રમતગમત સુવિધાઓમાંની એક એવા હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં તાલીમ લીધી છે, અને ફાઉન્ડેશન સમગ્ર દેશમાં 22 મિલિયનથી વધુ યુવા ભારતીયોની શૈક્ષણિક અને રમતગમતની તાલીમને પણ મદદ પૂરી પાડે છે. નીતા અંબાણી કહે છે કે “આપણે વિવિધ રમતો રમનાર દેશ બની રહ્યા છીએ”

 

ક્રિકેટ ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે

ટોક્યોમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનારા નીરજ ચોપરાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તે સમયે 60 મિલિયન દેશવાસીઓએ સ્ક્રીન પર ચોપરાને ફોલો કર્યો હતો. ભારતમાં સૌથી લોકપ્રિય રમત તો ક્રિકેટ જ કહી શકાય કારણ કે તેને લોકો ધર્મની જેમ પૂજે છે. નીતા અંબાણી પ્રિમિયર લીગ ક્લબ મુંબઈ ઈન્ડિયન્સની માલિકી ધરાવે છે અને રિલાયન્સ ગ્રૂપની માલિકીની પાંચ ક્લબો વિશ્વભરમાં છે. ક્રિકેટ 2028ની લોસ એન્જલસ ગેમ્સથી ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે. ભારત માટે આ એક સુવર્ણ તક બનશે.

એશિયન જાયન્ટની મુખ્ય વિશેષતા

નીતા અંબાણી ભારપૂર્વક કહે છે કે “અમારી 1.4 અબજ લોકોની વસ્તી છે, જે ખૂબ જ યુવાન વસ્તી છે.” દર ત્રણમાંથી બે ભારતીયોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સને જણાવ્યું હતું કે, “છેલ્લા ચારથી પાંચ વર્ષમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે વડાપ્રધાન મોદીને આભારી છે. પહેલાં ભારતમાં સફર કરવી પણ મુશ્કેલ હતી, યુવાનો માટે તાલીમ કેન્દ્રમાં જોડાવું એક અગ્નિપરીક્ષા હતી. આજે ગામડામાંથી શહેરમાં પહોંચવું ખૂબ સરળ છે અને રમતગમતની સુવિધાઓ ઘણી વધી ગઈ છે.”

આ પણ વાંચો: Paris Olympics 2024: ચિરાગ-સાત્વિકની જોડી એકપણ મેચ રમ્યા વિના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો