Neeraj Chopra: વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ વિજેતા થતા જ માં બોલી ઉઠી-‘તેની મહેનત પુરી થઈ’

|

Jul 24, 2022 | 9:34 AM

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (World Athletics Championship) માં નીરજ ચોપરા (Neeraj Chopra) ના સિલ્વર મેડલ પર ખુશી વ્યક્ત કરતાં તેની માતા સરોજ દેવીએ કહ્યું કે તે ખૂબ જ સારું લાગે છે, અમને આશા હતી કે તે ચોક્કસપણે મેડલ જીતશે અને તેની મહેનત પુરી થઈ ગઈ છે.

Neeraj Chopra: વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ વિજેતા થતા જ માં બોલી ઉઠી-તેની મહેનત પુરી થઈ
Neeraj Chopra એ વિશ્વ ચેમ્પિયનશીપમાં ઈતિહાસ રચ્યો (Photo AFP)

Follow us on

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (World Athletics Championship) માં નીરજ ચોપરા ના સિલ્વર મેડલ પર ખુશી વ્યક્ત કરતાં તેની માતા સરોજ દેવીએ કહ્યું કે તે ખૂબ જ સારું લાગે છે, અમને આશા હતી કે તે ચોક્કસપણે મેડલ જીતશે અને તેની મહેનત પૂરી થઈ. જણાવી દઈએ કે ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. નીરજ ચોપરા (Neeraj Chopra) એ ભાલા ફેંક સ્પર્ધામાં 88.13 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો એકમાત્ર મેડલ 2003માં પેરિસમાં અંજુ બોબી જ્યોર્જે લાંબી કૂદમાં બ્રોન્ઝ જીત્યો હતો. નિરજે ઇતિહાસ રચતા જ હરિણાયાના તેના વતનમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ફાઉલથી શરૂઆત કરનાર નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં 82.39, ત્રીજા પ્રયાસમાં 86.37 અને ચોથા પ્રયાસમાં 88.13 મીટરના થ્રો સાથે શાનદાર વાપસી કરી હતી. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 90.46 મીટરના સમય સાથે ગોલ્ડ જીત્યો, જ્યારે ચેક રિપબ્લિકના યાકુબ વાલદેશે બ્રોન્ઝ મેળવ્યો. ભારતના રોહિત યાદવ 78.72 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે 10મા સ્થાને રહ્યો. નીરજ ચોપરાએ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે પછી શૂટર અભિનવ બિન્દ્રા પછી વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.

મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ એથ્લેટ

વાસ્તવમાં, ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા 88.13 મીટરના થ્રો સાથે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતીને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર બીજા ભારતીય અને પ્રથમ ભારતીય પુરુષ એથ્લેટ બન્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો એકમાત્ર મેડલ અંજુ બોબી જ્યોર્જે 2003માં પેરિસમાં લાંબી કૂદમાં જીત્યો હતો. આમાં અંજુને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ફાઉલથી શરૂઆત કરનાર નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં 82.39, ત્રીજા પ્રયાસમાં 86.37 અને ચોથા પ્રયાસમાં 88.13 મીટરના થ્રો સાથે શાનદાર પુનરાગમન કર્યું, તે સિઝનનું ચોથું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, તેનો પાંચમો અને છઠ્ઠો પ્રયાસ ફાઉલ રહ્યો હતો.

ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે ગોલ્ડ મેડલ જીત્યો હતો

જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 90.54 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો, જ્યારે ચેક રિપબ્લિકના યાકુબ વાલદેશે 88.09 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેળવ્યો હતો. પીટર્સે 90.21 મીટરથી શરૂઆત કરી અને 90.46, 87.21, 88.11, 85.83 મીટરના થ્રો સાથે તેને અનુસર્યું. પાંચ પ્રયાસો પછી જ તેનું ગોલ્ડ નિશ્ચિત હતું, પરંતુ તેનો 90.54 મીટરનો છઠ્ઠો થ્રો તેનો શ્રેષ્ઠ થ્રો હતો.

Published On - 9:29 am, Sun, 24 July 22

Next Article