AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ વર્કઆઉટ કરતો વીડિયો શેર કર્યો, જુઓ Video

ઓલિમ્પિકનો ગોલ્ડ મેડાલીસ્ટ હિરો નીરજ ચોપરાએ તેના વર્કઆઉટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ વર્કઆઉટ કરતો વીડિયો શેર કર્યો, જુઓ Video
Neeraj Chopra shared a workout videoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 4:16 PM
Share

રવિવારે, ચેમ્પિયન જેવલિન થ્રોઅર તાલીમમાં પાછો ફર્યો હતો અને તેણે તેના બેકહેન્ડ ખભાના સ્નાયુઓને મજબુત કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. ભારતના ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ પોતાના પ્રદર્શનથી ઘણી ખ્યાતિ મેળવી છે. ટોક્યોમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ 24 વર્ષીય ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅરે ડાયમંડ લીગ ફાઇનલ્સ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પછી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. હાલમાં નીરજ ચોપરા જીમમાં પરસેવો પાડી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ઈજાગ્રસ્ત નીરજ ચોપરા ઈજાના કારણે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો ન હતો. ચોપરા માને છે કે ભારતીય એથ્લેટિક્સ આગળનો રસ્તો હજુ છે અને આગળ વધુ શાનદાર પ્રદર્શન કરવાની આશા રાખે છે.

નીરજ ચોપરા ત્રણ મોટી સ્પર્ધાઓની તૈયારી કરી રહ્યો છે

નીરજ ચોપરા આ વર્ષે યોજાનારી ત્રણ મોટી સ્પર્ધાઓની તૈયારી કરી રહ્યો છે. જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ, એશિયન ગેમ્સ 2023 અને ડાયમંડ લીગનો સમાવેશ થાય છે. તાજેતરમાં, નીરજ ચોપરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, તે આ વર્ષે જેવલિનમાં 90 મીટરના આંકને સ્પર્શવાની તૈયારી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ એક જાદુઈ આંકડો છે જેના સુધી સખત મહેનત કર્યા પછી જ પહોંચવું શક્ય છે.

આ વર્ષે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે. વર્લ્ડ ચેમ્પિયનશિપ 19 થી 27 ઓગસ્ટ દરમિયાન હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં યોજાશે. ચીનના ગુઆંગઝૂમાં એશિયન ગેમ્સ પણ છે. 2024 પેરિસ ઓલિમ્પિક માટેની ક્વોલિફિકેશન પ્રક્રિયા પણ આ વર્ષે શરૂ થવાની છે.

આ બે સ્પર્ધાઓ પણ મહત્વની

ઝારખંડ એથ્લેટ્સ એસોસિએશન રાંચીમાં 2023 માં 2 મોટી ઇવેન્ટનું આયોજન કરશે. પ્રથમ ઈવેન્ટ ફેબ્રુઆરીમાં જ્યારે બીજી ઈવેન્ટ જુલાઈમાં યોજાશે. મોરહાબાદી ઇન્ટરનેશનલ રેસ વોક ચેમ્પિયનશિપ ફેબ્રુઆરીમાં અને 62મી નેશનલ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જુલાઈમાં યોજાશે.જે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફિકેશન ઈવેન્ટ હશે.

આ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા સહિત અન્ય ખેલાડીઓ ભાગ લેશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે 14 અને 15 ફેબ્રુઆરીના રોજ રાંચીમાં દેશ અને વિશ્વના કુલ 350 એથ્લેટ ભેગા થશે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા પણ આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે રાંચી જશે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">