નીરજ ચોપરાએ ફરી વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવ્યો, ડાયમંડ લીગ જીતીને રચ્યો ઈતિહાસ, જુઓ જેવલિન થ્રોનો વીડિયો

|

Sep 09, 2022 | 7:16 AM

નીરજ ચોપડાએ (Neeraj Chopra) તેના બીજા થ્રો સાથે લીડ લીધી, જે અંત સુધી ચાલી અને આ રીતે તેણે 3 સૌથી મોટી ઇવેન્ટમાં સફળતા હાંસલ કરી.

નીરજ ચોપરાએ ફરી વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવ્યો, ડાયમંડ લીગ જીતીને રચ્યો ઈતિહાસ, જુઓ જેવલિન થ્રોનો વીડિયો
neeraj chopra win diamond league

Follow us on

ઓલિમ્પિક ચેમ્પિયન અને ભારતીય એથ્લેટિક્સની સૌથી મોટી ઓળખ નીરજ ચોપરાએ ( Neeraj Chopra) વધુ એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. ઓલિમ્પિકથી લઈને વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધી, નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં (Diamond League) પણ પોતાનું અને ભારતનું ગૌરવ વધાર્યું છે. અપેક્ષાઓ પર ખરા ઉતરતા નીરજે ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો છે અને આવું કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ (Indian athlete) બન્યો છે. ઝ્યુરિચમાં આયોજિત ઇવેન્ટમાં, નીરજે 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રખ્યાત ખિતાબ જીત્યો.

ઓલિમ્પિક પછીનો બીજો ઈતિહાસ

ગયા મહિનાના અંતે, નીરજે લોજન ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જ ફાઈનલ ગુરુવાર 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાઈ હતી, જ્યાં નીરજને ખિતાબનો પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સની ગેરહાજરીને કારણે નીરજની જીત વધુ નિશ્ચિત જણાતી હતી અને ભારતીય સ્ટારે કરોડો ચાહકોને નિરાશ કર્યા ન હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ખરાબ શરૂઆત, મહાન અંત

જોકે, નીરજની શરૂઆત સારી રહી ન હતી અને તેનો પ્રથમ પ્રયાસ ફાઉલ હતો, જે અલગ-અલગ સ્પર્ધાઓમાં નીરજના રેકોર્ડને ધ્યાનમાં લેતા આશ્ચર્યજનક હતું. ઘણીવાર નીરજ પહેલા જ થ્રોમાં ખૂબ જ અંતર મેળવતો રહ્યો છે. ઓલિમ્પિક ચેમ્પિયને, જોકે, બીજા પ્રયાસમાં 88.44 મીટર દૂર જેવલિન ફેંકીને પ્રથમ સ્થાન મેળવવા માટે તરત જ તેની તેજસ્વીતા બતાવી. નીરજનો સૌથી નજીકનો હરીફ ચેક રિપબ્લિકનો યાકુબ વાડલિચ હતો, જેણે તેના ચોથા પ્રયાસમાં 86.94 મીટરનું અંતર હાંસલ કર્યું હતું.

જો કે, આની અસર ભારતીય સુપરસ્ટાર પર થઈ ન હતી અને લય મેળવીને તેણે મોટા થ્રો કર્યા હતા. કુલ 6 પાર્ટિસિપન્ટ્સ સાથેની આ ફાઇનલમાં દરેકને 6-6 થ્રો કરવાના ચાન્સ મળ્યા હતા, પરંતુ કોઈ પણ નીરજને વટાવી શક્યું ન હતું. નીરજે પણ સમગ્ર ફાઇનલમાં સૌથી વધુ ત્રણ થ્રો કર્યા હતા. 88.44 ઉપરાંત તેણે 88 અને 87 મીટરનું અંતર પણ હાંસલ કર્યું હતું. જો કે, નીરજને હજુ પણ 90-મીટરનો અવરોધ પાર કરવા માટે રાહ જોવી પડશે.

નીરજની શાનદાર સિઝન પૂરી થઈ

આ જીત સાથે નીરજે શાનદાર સિઝનનો અંત કર્યો. હવે તે આવતા વર્ષે સ્પર્ધામાં ઉતરશે. નીરજે આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આવું કરનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ત્યારબાદ તેણે સતત બે વખત પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. નીરજે પહેલા પાવો નુર્મી ગેમ્સમાં 89.30m સાથે રેકોર્ડ બનાવ્યો હતો અને પછી ફરીથી સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94m સાથે રેકોર્ડ બનાવ્યો હતો.

 

 

Published On - 7:14 am, Fri, 9 September 22

Next Article