જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસની ભારત મુલાકાત નિમિત્તે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનેક મોટી હસ્તીઓ હાજર રહી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદી ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને મળ્યા હતા. PM મોદી ઘણા પ્રસંગોએ નીરજ ચોપરા સાથે તેમની માતા દ્વારા બનાવેલા ચૂરમા વિશે વાત કરતા જોવા મળ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં જતા પહેલા જ નીરજ ચોપરાએ PM મોદીને વચન આપ્યું હતું કે આ વખતે તેઓ ચૂરમા લાવશે. નીરજ ચોપરાએ હવે પોતાનું વચન પૂરું કર્યું છે.
આ ભોજન સમારંભ દરમિયાન નીરજ ચોપરાએ પીએમ મોદીને તેમની માતાએ બનાવેલો ચૂરમા ખવડાવ્યો હતો. PM મોદીએ હવે નીરજ ચોપરાની માતા સરોજ દેવીનો આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. PM મોદીએ પત્રમાં લખ્યું, આદરણીય સરોજ દેવીજી, નમસ્કાર! આશા છે કે તમે સ્વસ્થ, સલામત અને ખુશ હશો. ગઈ કાલે મને જમૈકાના વડા પ્રધાનની ભારત મુલાકાત પ્રસંગે આયોજિત ભોજન સમારંભમાં ભાઈ નીરજને મળવાનો અવસર મળ્યો. તેમની સાથે ચર્ચા કરતી વખતે તેમણે મને તમારા હાથે બનાવેલો સ્વાદિષ્ટ ચૂરમા આપ્યો ત્યારે મારી ખુશીમાં વધારો થયો.
PM Modi writes to Olympian javelin thrower Neeraj Chopra’s mother Saroj Devi thanking her for the ‘Churma’ made by her given to him by Neeraj Chopra pic.twitter.com/8gvw4ZYFaD
— ANI (@ANI) October 2, 2024
PM મોદીએ પેરિસ ઓલિમ્પિક પહેલા ખેલાડીઓ સાથે વાત કરી ત્યારે તેમણે નીરજ ચોપરાને પણ ચૂરમા માટે પૂછ્યું. PM મોદીએ નીરજ ચોપડાને કહ્યું હતું કે તમારો ચૂરમા હજી આવ્યો નથી, જેના જવાબમાં નીરજ ચોપડાએ કહ્યું હતું કે આ વખતે તેઓ ચોક્કસ ચૂરમા લાવશે. ત્યારે PM મોદીએ કહ્યું હતું કે હું તમારી માતા દ્વારા બનાવેલ ચૂરમા ખાવા માંગુ છું. તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં જ્યારે નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, ત્યારે PM નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓને નાસ્તા માટે આમંત્રિત કર્યા હતા, જે દરમિયાન PMએ નીરજ ચોપરાને ખાસ ચૂરમા ખવડાવ્યો હતો.
આ પણ વાંચો: દુનિયાની સૌથી સુંદર અને સૌથી અમીર મહિલા ક્રિકેટર T20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવવા તૈયાર
Published On - 6:45 pm, Wed, 2 October 24