National Games 2022 : આજે રાજકોટમાં હોકી ફીવર તેમજ સ્વિમિંગમાં ગોલ્ડ માટે 26 રાજ્યોની ટીમો વચ્ચે જંગ જામશે

|

Oct 02, 2022 | 10:02 AM

Nationa lGames 2022 રાજ્યના 6 શહેરોમાં 36મી નેશનલ ગેમ્સનો રંગેચંગે પ્રારંભ થઈ ચુક્યો છે. આ દરમિયાન આજે એટલે કે, રાજકોટ શહેરમાં હોકી ફીવર જોવા મળશે.

National Games 2022 : આજે રાજકોટમાં હોકી ફીવર તેમજ સ્વિમિંગમાં ગોલ્ડ માટે 26 રાજ્યોની ટીમો વચ્ચે જંગ જામશે
National Games schedule today 2 octomber
Image Credit source: Twitter

Follow us on

National Games 2022 : ૩૬ મી નેશનલ ગેમ્સ (National Games) નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં 26 સપ્ટેમ્બર થી પ્રારંભ થઈ ગયો છે. આજે ભાવનગર શહેરમાં બાસ્કેટબોલની 4 મેચ રમાશે. દિલ્હીમાં પણ આજે સાઈકલિંગની મેચ બપોરના 3 કલાકથી શરુ થશે. રાજકોટ શહેરમાં હોકી તેમજ સ્વિમિંગ (swimming)માં 200 મીટર ફ્રી સ્ટાઈલ તેમજ 100 મીટર બટરફલાઈની ફાઈનલમાં મેડલો દાવ પર લાગશે. સ્વિમિંગની ઈવેન્ટસમાં કુલ 26 રાજ્યોની ટીમોના કુલ મળીને 650 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો છે. ગુજરાતમાંથી કુલ મળીને 18 જેટલા ખેલાડીઓએ સ્વિમિંગમાં તથા 13ખેલાડીઓએ વોટરપોલોમાં ભાગ લીધો છે. વોટર પોલોની ઇવેન્ટસ સવારે ૧૧ કલાકથી યોજાશે. રોજ સાંજે પાંચ વાગ્યે ફાઈનલ સ્પર્ધા થશે.

હોકી ટીમ વચ્ચે જંગ જામશે

36માં નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ (Rajkot) ખાતે આજથી હોકીની રમત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે શરુ થઈ ગઈ છે.ગુજરાત મહિલા હોકી ટીમ હરિયાણા સામે ટકરાશે. પ્રથમ મેચના પ્રારંભ સાથે સાંજના 6 વાગ્યા સુધીમાં જૂદી જૂદી 6 હોકી (Hockey) ટીમ વચ્ચે જંગ જામશે. તેમજ આજે સ્વિમિંગની 7 અને હોકીની 6 મેચ રમાશે,મહિલા હોકી ટીમમાંથી ઓડીસા અને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત, કર્ણાટક અને પંજાબ, ઝારખંડ અને મધ્યપ્રદેશ તથા પુરુષ હોકી ટીમમાંથી તમિલનાડુ અને ઝારખંડ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના ખેલાડીઓ વચ્ચે પ્રથમ દિવસે મુકાબલો થશે.11 ઓક્ટોબર સુધીમાં હોકીની 11 રાજ્યો વચ્ચે ફાઈનલ સહિત 40 મેચ રમાશે.

શૂંટિગમાં પણ આજે અનેક મેડલ દાવ પર

અમદાવાદમાં રોવિંગમાં પણ મેડલ માટે જંગ જોવા મળશે. આ જંગ અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ પર જોવા મળશે. જે સવારે 8 30 કલાકથી લઈ રાત્રે 7 કલાક સુધી જોવા મળશે, ટેનિસમાં પણ મહિલા સિંગ્લસ અને પુરુષ સિંગલની ટક્કર જોવા મળશે. ખોખો સંસ્કાર ધામ ખાતે રમાશે,પોલીસ ગ્રાઉન્ડ ખાતે ફુટબોલની 2 મેચ રમાશે જેમાં બપોરના 3 30 કલાકે ગુજરાત અને આસામ વચ્ચે જંગ જોવા મળશે. શૂંટિગમાં પણ આજે અનેક મેડલ દાવ પર છે, જે રાઈફલ કલબ અમદાવાદ ખાતે જોવા મળશે. લોનબોલ્સ રમત પણ આજે અમદાવાદમાં રમાઈ રહી છે. તો ગાંધીનગર શહેરમાં સ્ક્વોશની રમત તેમજ ફેન્સિંગ રમાઈ રહી છે. આજે વેઈટલિફ્ટિગ પણ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજન કરાયું છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

36માં નેશનલ ગેમ્સ મેડલ ટેલી

જો ગુજરાતની મેડલ ટેલીની વાત કરવામાં આવે તો ગુજરાતના ખાતમાં હાલમાં કુલ મેડલ છે. જેમાં 4 ગોલ્ડ મેડલ 1 સિલ્વર મડેલ અને 4 બ્રોન્ઝ મેડલ આમ કુલ 9 મેડલ ગુજરાતના ખાતામાં જમા થયા છે. આ તમામ મેડલો નેટબોલમાં 1 બ્રોન્ઝ મેડલ, રોલર સ્પોર્ટસમાં 1 સિલ્વર મેડલ, શૂટિંગમાં ગોલ્ડ મેડલ અને ટેબલ ટેનિસમાં ગુજરાતના ખાતામાં 3 ગોલ્ડ મેડલ સહિત 3 બ્રોન્ઝ મેડલ છે. હાલ નેશનલ ગેમ્સની મેડલ ટેલીમાં ગુજરાત નીચા સ્થાને જોવા મળી રહ્યું છે. પ્રથમ સ્થાન પર હરિયાણા, ત્યારબાદ Services Sports Control Board ત્રીજા સ્થાન પર ઉત્તર પ્રદેશ ચોથા સ્થાન પર તમિલ નાડુ અને પાંચમાં નંબર પર વેસ્ટ બંગાળ જોવા મળી રહ્યું છે.

Published On - 9:56 am, Sun, 2 October 22

Next Article