National Games 2022 : આજે આર્ચરીમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ માટે ટક્કર થશે, જુઓ શેડ્યુલ

|

Oct 05, 2022 | 9:46 AM

ગુજરાત માટે મંગળવારના દિવસે મેડલોનો વરસાદ થયો હતો. સ્વિમિંગમાં માના પટેલે  મેડલ જીત્યો હતો. માના પટેલે 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો અને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ રાજ્યને અપાવ્યો હતો.

National Games 2022 : આજે આર્ચરીમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ માટે ટક્કર થશે,  જુઓ શેડ્યુલ
આજે આર્ચરીમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ માટે ટક્કર થશે, જુઓ શેડ્યુલ
Image Credit source: Twitter

Follow us on

National Games 2022 : નેશનલ ગેમ્સ (National Games 2022)માં આજે પણ મેડલ માટે અનેક રમતમાં ટક્કર જોવા મળશે. ગુજરાત માટે મંગળવારનો દિવસ સારો રહ્યો હતો અનેક મેડલ ગુજરાતના ખાતામાં જમા થયા છે ,આ તરફ તીરંદાજી, ટેનિસ અને બેડમિન્ટનમાં પણ ગુજરાત માટે સારો દિવસ રહ્યો હતો.આજે પણ અનેક રમતોમાં ખેલાડી પોતાની રમતનું પ્રદર્શન કરશે. જેમાં આપણે ગાંધીનગરની વાત કરીએ તો મહાત્મા ગાંધી મંદિર વેન્યુ 3 ખાતે બોક્સિંગના પંચ બપોરના 3 કલાકથી શરુ થઈ બપોરના 5 કલાક સુઘી બોક્સિંગની રમત રમાશે. તેમજ આઈઆઈટી ગાંધીનગર  (IIT Gandhinagar)સ્કવોશ કોર્ટ ખાતે મહિલા અને પુરુષની ટીમની મેડલ માટે ટક્કર જોવા મળશે.

છેલ્લી મેચ બોપરના 5 કલાકે રમાશે. અમદાવાદ શહેરમાં આજે આર્ચરી રમતમાં મેડલની મેચ રમાશે. જેમાં બ્રોન્ઝ મેડલ અને ગોલ્ડ મેડલ મેચની ટક્કર જોવા મળશે. આ રમત સવારના 9 45થી શરુ થશે જેમાં સવારના 11 કલાક સુધી બ્રોન્ઝ મેડલની ટક્કર થશે. ત્યારબાદ 2 30 કલાકથી ગોલ્ડ મેડલ માટેની મેચ શરુ થશે. ગાંધીનગરના શૂટિંગ એકેડમી ખાતે શુટિંગની સ્પર્ધા રમાશે, મહાત્મા મંદિર વેન્યુ 3 ખાતે બોક્સિંગના પંચ બોપરના 3 કલાકથી શરુ થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

આર્ચરી સંસ્કારધામ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રમાઈ રહી છે. પોલીસ સ્ટેડિયમ શાહિબાગ ખાતે 2 ફુટબોલ મેચ રમાશે. ફુટબોલમાં ગુજરાતની પુરુષ ટીમની ટક્કર વેસ્ટ બંગાળ સાથે 6 30 કલાકે જોવા મળશે.શહેરના સાબરમતિ રિવરફ્રન્ટના ટેનિસ કોર્ટ ખાતે ટેનિસની ફાઈન સ્પર્ધા થશે. ગોલ્ફ કન્ટ્રી કોર્ટ અમદાવાદ ખાતે લોન બોલમાં પણ બ્રોન્ઝ મેડલ અને ગોલ્ડ મેડલ માટેની મેચ રમાશે.

ગુજરાતની મહિલા ટીમની પ્રથમ ટક્કર ઓડિસા સાથે

બેડમિન્ટમાં આજે સુરતના પીટી દિન દયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે. રંગીલા રાજકોટ શહેરમાં વોટરપોલો સવારે 11 કલાકથી શરુ થશે. જેમાં બપોરના 2 30 કલાકે ગુજરાતની ટક્કર કર્ણાટકા સાથે જોવા મળશે. ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની રમત સવારના 7 કલાકથી શકુ થશે. ગુજરાતની મહિલા ટીમની પ્રથમ ટક્કર ઓડિસા સાથે થશે. ભાવનગર શહેરના સ્પોર્ટસ કોમ્પલેક્ષ સાથે સવારે 9 કલાકથી બાસ્કેટ બોલની મેચ શરુ થશે.

મેડલ ટેલીની વાત કરીએ તો ગુજરાતના ખાતામાં કુલ 20 મેડલ આવ્યા છે. જેમાં 6 ગોલ્ડ મેડલ,5 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ છે. આ તમામ મેડલઆર્ચરી,બેડમિન્ટન,નેટબોલ,રોલર સ્પોર્ટ્સ,શૂટિંગ,ટેબલ ટેનિસ,ટેનિસ,કુસ્તીમાં મળ્યા છે.

Next Article