National Games 2022: દુતી ચાંદ અને હિમા દાસને પાછળ છોડી જ્યોતિ યારાજી ચેમ્પિયન, જેસ્વિન લાંબી કૂદમાં વિજયી, ગુજરાતને 9 મેડલ

|

Oct 02, 2022 | 11:39 AM

CWG માં સિલ્વર મેડલ જીતનાર ભારતનો સ્ટાર જમ્પર મુરલી શ્રીશંકર (Murali Sreeshankar) ઈજાના કારણે પૂર્ણ કરી શક્યો ન હતો અને બીજા સ્થાને રહ્યો હતો.

National Games 2022: દુતી ચાંદ અને હિમા દાસને પાછળ છોડી જ્યોતિ યારાજી ચેમ્પિયન, જેસ્વિન લાંબી કૂદમાં વિજયી, ગુજરાતને 9 મેડલ
Jyothi Yarraji એ 100 મીટર દોડમાં ચેમ્પિયન

Follow us on

ગુજરાતમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) માં દરરોજ કેટલાક શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. શનિવારે, આવું જ એક ચોંકાવનારું પરિણામ લાંબી કૂદમાં જોવા મળ્યું જ્યાં ભારતના રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અને કોમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ વિજેતા મુરલી શ્રીશંકર ટાઇટલ મેળવવાથી ચૂકી ગયા. તે તમિલનાડુના જેસ્વિન એલ્ડ્રિન સામે હારી ગયો, જેણે માત્ર સુવર્ણ ચંદ્રક જ જીત્યો ન હતો પણ આવતા વર્ષની વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય કર્યું હતું. તે જ સમયે, જ્યોતિ યારાજી (Jyothi Yarraji) અને અમલાન બોરગોહેન 100 મીટરની દોડમાં ચેમ્પિયન બન્યા હતા.

ગોલ્ડ સાથે ચેમ્પિયનશિપ ટિકિટ

શનિવાર, 1 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં પુરુષોની લાંબી કૂદમાં, તમિલનાડુના એલ્ડ્રિને તેના છેલ્લા પ્રયાસમાં 8.26 મીટરનું અંતર હાંસલ કર્યું અને આ રીતે ગોલ્ડ મેડલ જીત્યો. એલ્ડ્રિને સમગ્ર મેચ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું અને અન્ય બે પ્રયાસોમાં આઠ મીટર (8.07m અને 8.21m) કરતાં વધુ કૂદકો માર્યો. આ રીતે, એલ્ડ્રિને આવતા વર્ષે બુડાપેસ્ટમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે 8.25 મીટરના ક્વોલિફાઇંગ માર્કને પાર કર્યુ હતુ.

દેશનો નંબર વન લોંગ જમ્પર શ્રીશંકર ઓગસ્ટમાં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યો નહીં. શ્રીશંકરનો 7.93 મીટરનો સર્વશ્રેષ્ઠ જમ્પ તેના પ્રથમ પ્રયાસમાં આવ્યો હતો. તેણે 7.55 મીટરનો બીજો કૂદકો માર્યા પછી બાકીના ચાર પ્રયાસો ન કરવાનું નક્કી કર્યું. ઈજાના કારણે શ્રીશંકર સંપૂર્ણ તાકાત લગાવી શક્યો ન હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જ્યોતિ-અમલાન 100 મીટરના સ્ટાર

બીજું મોટું પરિણામ મહિલાઓની 100 મીટર રેસમાં હતું, જ્યાં દેશની સૌથી ઝડપી દોડવીર દુતી ચંદ અને હિમા દાસ પોડિયમ સુધી પણ પહોંચી શક્યા ન હતા. આંધ્રપ્રદેશની જ્યોતિ યારાજીએ બંનેને પાછળ છોડી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 11.51 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તમિલનાડુની અર્ચના સુસિન્દ્રન (11.55 સેકન્ડ) અને મહારાષ્ટ્રની ડિઆન્દ્રા વાલાડેરેસ (11.62 સેકન્ડ) અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. દુતી (11.69 સેકન્ડ) છઠ્ઠા અને હિમા (11.74 સેકન્ડ) સાતમા ક્રમે છે.

પુરૂષોની 100 મીટર સ્પર્ધામાં કોઈ અપસેટ થયો ન હતો અને આસામના અમલાન બોર્ગોહેન, જેમણે તાજેતરમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, તે 10.38 સેકન્ડમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. તમિલનાડુના ઈલાકિયાદાસન વીકે (10.44 સેકન્ડ) અને શિવ કુમાર બી (10.48 સેકન્ડ) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા.

મેડલ ટેલીમાં ગુજરાતની સ્થિતી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ 2022નુ આયોજન થયુ છે. ગુજરાતના ખેલાડીઓ પણ દમદાર પ્રદર્શન દર્શાવી રહ્યા છે. શનિવારના દિવસના અંત સુધીમાં ગુજરાતના હિસ્સામાં 9 મેડલ આવ્યા છે. જેમાં ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. સૌથી વધુ ટેબલ ટેનિસ પ્લેયરોએ ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યા છે. ટેબલ ટેનિસમાં 3 ગોલ્ડ ગુજરાતને નામે આવ્યા છે. ઉપરાંત આ રમતમાં 3 બ્રોન્ઝ મેડલ પણ મળ્યા છે. આમ કુલ 6 મેડલ ટેબલ ટેનિસમાં મળ્યા છે.

ગુજરાત- મેડલ ટેલી
ક્રમ રમત ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ કુલ મેડલ
1 નેટબોલ 0 0 1 1
2 રોલર સ્પોટ્સ 0 1 0 1
3 શૂટીંગ 1 0 0 1
4 ટેબલ ટેનિસ 3 0 3 6
કુલ 4 1 4 9

 

મેડલ ટેલીમાં ગુજરાત 8મા સ્થાને

શનિવારે રમતોના અંત સુધીમાં 248 મેડલ ખેલાડીઓ જીતી લીધા છે. જેમાં સૌથી વધુ હરીયાણાના ખેલાડીઓએ 29 મેડલ જીત્યા છે. જેમાં 14 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. બીજા સ્થાને સર્વિસીઝ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ખેલાડીઓ છે, જેઓએ 9 ગોલ્ડ સાથે 22 મેડલ મેળવ્યા છે. ઉત્તર પ્રદેશના ખેલાડીઓએ 9 ગોલ્ડ સહિત 19 મેડલ મેળવ્યા છે. તામિલનાડુએ 6 ગોલ્ડ સાથે 21 મેડલ મેળવ્યા છે. પશ્વિમ બંગાળે 6 ગોલ્ડ સહિત 13 મેડલ મેળવ્યા છે. જ્યારે મણીપુરે 6 ગોલ્ડ સહિત 9 મેડલ મેળવ્યા છે. મહારાષ્ટ્રે 5 ગોલ્ડ સહિત 25 મેડલ મેળવ્યા છે. આમ ગોલ્ડ મેડલની દૃષ્ટીએ ગુજરાત 8મા સ્થાને મેડલ ટેલીમાં છે.

Published On - 10:09 am, Sun, 2 October 22

Next Article