Milkha Singh: મિલ્ખા સિંહનુ 91 વર્ષની વયે નિધન, ‘ફલાઇંગ શીખ’ એક માસથી કોરોનાની સારવાર હેઠળ હતા

|

Jun 19, 2021 | 6:57 AM

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ (Milkha Singh) ને લઇને દુખદ સમચાર મોડી રાત્રે સામે આવ્યા છે. મિલ્ખા સિંહ હવે નથી રહ્યા. 'ફલાઇંગ શીખ' તરીકે જાણીતા મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત (Corona Virus) થયા બાદ, તેઓ ગંભીર થયા હતા.

Milkha Singh: મિલ્ખા સિંહનુ 91 વર્ષની વયે નિધન, ફલાઇંગ શીખ એક માસથી કોરોનાની સારવાર હેઠળ હતા
Milkha Singh

Follow us on

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ (Milkha Singh) ને લઇને દુખદ સમચાર મોડી રાત્રે સામે આવ્યા છે. મિલ્ખા સિંહ હવે નથી રહ્યા. ‘ફલાઇંગ શીખ’ તરીકે જાણીતા મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત (Corona Virus) થયા બાદ, તેઓ ગંભીર થયા હતા. સારવાર દરમ્યાન મિલ્ખા સિંહની તબીયત લથડવાથી, ગત 3 જૂને તેમને ICU માં એડમીટ કરવામાં આવ્યા હતા. મિલ્ખા સિંહનુ 91 વર્ષની વયે નિધન થયુ હતુ. તેઓના અવસાન થી ખેલ જગતમાં શોક વ્યાપ્યો હતો. પાંચ દિવસ અગાઉ તેમના પત્નિ નિર્મલ કૌરનુ અવસાન થયુ હતુ.

મીડિયા રિપોર્ટનુસાર ગત 3જી જૂને બપોર બાદ મિલ્ખા સિંહની તબીયત બગડવા લાગી હતી. તેઓનુ ઓક્સીજન લેવલ સતત ઘટવા લાગતા તેઓને, ઇમરજન્સી ક્રિટીકલ કેર યુનિટમાં સારવાર હાથ ઘરી હતી. મિલ્ખા સિંહને ચંદીગઢની સ્થાનિક PGI કોવિડ હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે. જ્યાં તેઓએ શુક્રવાર રાત્રીના 11.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગત 19 મે એ મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત જણાતા તેમના પુરા પરિવારનું કોરોના પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. તેમના પત્ની નિર્મલા સિંહ, પુત્રવધુ અને પૌત્ર કોરોના નેગેટીવ જણાયા હતા. જોકે તેમના બે નોકર કોરોના સંક્રમિત જણાયા હતા. મિલ્ખા સિંહ શરુઆતમાં ચંદીગઢમાં પોતાના ઘરે જ રહીને સારવાર લઈ રહ્યા હતા.

પાંચ દિવસ અગાઉ પત્નિનુ અવસાન

આ પહેલા મિલ્ખા સિંહના પત્નિ નિર્મલ કૌરનુ કોરોના સંક્રમણ સામે લડતા 13 જૂને મોહાલીમાં નિધન થયુ હતુ. તેઓ મોહાલી સ્થિત એક ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા. તેમના પત્નિ નિર્મલ કૌર પોતે પણ એક એથલેટ હતા. તેઓ ભારતીય મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન રહી ચુક્યા છે. મિલ્ખા સિંહ અને નિર્મલ કૌરની લગ્ન 1962માં થયા હતા.

વર્ષ 1958 ના કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન અને 1960 ના ઓલિમ્પિયન મિલ્ખા સિંહ ‘ફ્લાંઇગ શિખ’ તરીકે જાણીતા હતા. તેઓના જીવનકાળ પર બોલીવુડ ફિલ્મ પણ નિર્માણ કરવામાં આવી હતી. તેઓ પાકિસ્તાન અને ભારતના ભાગલા વખતે શર્ણાર્થી ટ્રેન દ્રારા ભારત આવ્યા હતા.

આમ ઓળખાયા હતા ‘ફ્લાઈંગ શિખ’

મિલ્ખા સિંહ બાળપણમાં દેશના ભાગલા વખતે પોતાના માતાપિતાથી વિખૂટા પડ્યા હતા, તેઓ શરણાર્થી ટ્રેન દ્વારા પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તેઓએ 200 અને 400 મીટરની દોડ માં સફળતા હાંસલ કરી હતી. 1958માં કોમનવેલ્થ રમતો માં સુવર્ણ પદક જીત્યો હતો. પાકિસ્તાનમાં એક દોડ દરમ્યાન બુરખામાં રહેલી મહિલાઓએ તેની ઝડપને નિહાળવા બુરખા ખોલી નાખ્યા હતા, ત્યારથી તે ‘ફ્લાંઈગ શિખ’ તરીકે જાણીતા બન્યા હતા.

Next Article