Milkha Singh: બે સપ્તાહથી કોરોનાગ્રસ્ત મિલ્ખા સિંહની તબીયત લથડી, ઓક્સિજન લેવલ ઘટતા ICU માં ખસેડાયા

|

Jun 04, 2021 | 7:11 AM

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ (Milkha Singh) ની કોરોના સંક્રમિત (Corona Virus) થયા બાદ, ફરી તેઓનુ સ્વાસ્થ્ય ફરી એકવાર બગડ્યુ છે. મિલ્ખા સિંહની તબીયત લથડવાને લઇને તેમની ICU માં એડમીટ કરવામાં આવ્યા છે.

Milkha Singh: બે સપ્તાહથી કોરોનાગ્રસ્ત મિલ્ખા સિંહની તબીયત લથડી, ઓક્સિજન લેવલ ઘટતા ICU માં ખસેડાયા
Milkha Singh

Follow us on

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ (Milkha Singh) ની કોરોના સંક્રમિત (Corona Virus) થયા બાદ, તેઓનુ સ્વાસ્થ્ય ફરી એકવાર બગડ્યુ છે. મિલ્ખા સિંહની તબીયત લથડવાને લઇને તેમની ICU માં એડમીટ કરવામાં આવ્યા છે. ઓકસીજન લેવલ ઘટવાને લઇને મિલ્ખા સિંહને કોવિડ હોસ્પીટલમાં ICU માં ખસેડવામાં આવ્યા હતાં. ગત 19 મે એ મિલ્ખા સિંહને કોરોના લક્ષણો જણાયા હતા. ત્યાર બાદ તેમને હોમ ક્વોરન્ટાઇન રાખી સારવાર શરુ કરવામાંવી હતી.

મીડિયા રિપોર્ટનુસાર ગુરુવારે બપોર બાદ ‘ફ્લાઈંગ શિખ’ તરીકે ઓળખાતા મિલ્ખા સિંહની તબીયત બગડવા લાગી હતી. તેઓનુ ઓક્સીજન લેવલ ઘટવા લાગતા તેઓને ICU માં ખસેડી તેમની સારવાર કરવામાં આવી રહી છે. મિલ્ખા સિંહને ચંદીગઢની સ્થાનિક PGI કોવિડ હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે.

મિલ્ખા સિંહના પુત્ર જીવ મિલ્ખા સિંહે કહ્યુ હતુ કે, તેઓ ICU માં એડમીટ કરાયા છે. ઇશ્વરને પ્રાર્થના છે કે, તેઓ જલ્દી થી સ્વસ્થ થઇ જાય. મિલ્ખા સિંહ હાલમાં 91 વર્ષની વય ધરાવે છે. મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત જણાતા તેમના પુરા પરિવારનું કોરોના પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. તેમના પત્ની નિર્મલા સિંહ, પુત્રવધુ અને પૌત્ર કોરોના નેગેટીવ જણાયા હતા. જોકે તેમના બે નોકર કોરોના સંક્રમિત જણાયા હતા. મિલ્ખા સિંહ શરુઆતમાં ચંદીગઢમાં પોતાના ઘરે જ રહીને સારવાર લઈ રહ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આમ ઓળખાયા હતા ‘ફ્લાઈંગ શિખ’

મિલ્ખા સિંહ બાળપણમાં દેશના ભાગલા વખતે પોતાના માતાપિતાથી વિખૂટા પડ્યા હતા, તેઓ શરણાર્થી ટ્રેન દ્વારા પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તેઓએ 200 અને 400 મીટરની દોડમાં સફળતા હાંસલ કરી હતી. 1958માં કોમનવેલ્થ રમતોમાં સુવર્ણ પદક જીત્યો હતો. પાકિસ્તાનમાં એક દોડ દરમ્યાન બુરખામાં રહેલી મહિલાઓએ તેની ઝડપને નિહાળવા બુરખા ખોલી નાખ્યા હતા, ત્યારથી તે ફ્લાંઈગ શિખ તરીકે જાણીતા બન્યા હતા.

Next Article