Asian Cup Table Tennis: મણિકા બત્રા એશિયા કપમાં બ્રોન્ઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની, PMએ અભિનંદન પાઠવ્યા

|

Nov 20, 2022 | 11:19 AM

1.63 કરોડની ઈનામી રકમની ટૂર્નામેન્ટના અંતિમ ચારમાં પહોંચનારી મનિકા (Manika Batra) પ્રથમ ભારતીય મહિલા હતી. સેમિફાઈનલ મેચમાં તેને જાપાનની ચોથી ક્રમાંકિત મિમા ઈટોએ હાર આપી હતી.

Asian Cup Table Tennis: મણિકા બત્રા એશિયા કપમાં બ્રોન્ઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની, PMએ અભિનંદન પાઠવ્યા
મણિકા બત્રા એશિયા કપમાં બ્રોન્ઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની
Image Credit source: Instagram

Follow us on

દેશની નંબર વન મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ એશિયા કપ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં હિના હયાતાને 4-2થી હાર આપી હતી. હિના હયાતાનું રેન્કિંગ છઠ્ઠું છે. તે આ ટુર્નામેન્ટ ત્રણ વખત જીતી છે. આ અનુભવી ખેલાડીને હરાવીને મનિકાએ દેશનું નામ રોશન કર્યું છે. 1.63 કરોડની ઈનામી રકમની ટૂર્નામેન્ટના અંતિમ ચારમાં પહોંચનારી મનિકા પ્રથમ ભારતીય મહિલા હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

સેમિફાઈનલ મેચમાં તેને જાપાનની ચોથી ક્રમાંકિત મિમા ઈટોએ હાર આપી હતી. બિનક્રમાંકિત મનિકા કોન્ટિનેંટલ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં વિશ્વની પાંચમા નંબરની ખેલાડી સામે હારી ગઈ હતી. તેનો મીમા ઈટો દ્વારા 8-11 11-7 7-11 6-11 11-8 7-11 (2-4)થી હાર આપી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું- આ સફળતા ઘણા ખેલાડીઓને પ્રેરણા આપશે

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મનિકા બત્રાને તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને મનિકાને શુભેચ્છા પાઠવી હતી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું કે એશિયન કપમાં ભારતીય ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચવા બદલ હું મનિકા બત્રાને અભિનંદન આપું છું. તેમની સફળતા ભારતભરના ઘણા ખેલાડીઓને પ્રેરણા આપશે અને ટેબલ ટેનિસને વધુ લોકપ્રિય બનાવશે. વડાપ્રધાન મોદીએ આ ટ્વિટ સાથે મનિકાને પણ ટેગ કરી છે.

એશિયન કપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ખુશ છું: મનિકા બત્રા

39 વર્ષના ટૂર્નામેન્ટના ઈતિહાસમાં શરથ કમલે 2015માં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું અને જી સાથિયાને 2019માં એશિયાના ટોચના 16-16 પેડલર્સ વર્લ્ડ રેન્કિંગ અને લાયકાતના આધારે ટૂર્નામેન્ટમાં રમે છે. આ જીત બાદ મનિકા બત્રાએ કહ્યું કે હું એશિયન કપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ખુશ છું. મારા માટે આ એક મોટી જીત છે, ટોચના ખેલાડીઓને હરાવવું અને તેમની સામે રમવું અને સ્પર્ધા કરવી તે શાનદાર હતું. હું સખત મહેનત કરવાનું ચાલુ રાખીશ અને મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ.

Next Article