Madrid Open 2022 : નોવાક જોકોવીચ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો, એન્ડી મરે સામે થશે ટક્કર

|

May 04, 2022 | 1:36 PM

Novak Djokovic : જોકોવિચ તેના શ્રેષ્ઠ ફોર્મમાં પરત ફરતા ગેલ મોનફિલ્સને સીધા સેટમાં હરાવીને મેડ્રિડ ઓપન (Madrid Open) ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.

Madrid Open 2022 : નોવાક જોકોવીચ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો, એન્ડી મરે સામે થશે ટક્કર
Novak Djokovic (PC: ATP Tour)

Follow us on

સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ (Novak Djokovic) તેના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પરત ફર્યા બાદ ગેલ મોનફિલ્સને સીધા સેટમાં હરાવીને મેડ્રિડ ઓપન (Madrid Open 2022) ટેનિસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. હવે ત્રીજા રાઉન્ડમાં તેનો સામનો એન્ડી મરે (Andy Murry) સામે થશે. જોકોવિચે મોનફિલ્સને 6-3, 6-2 થી હરાવ્યા બાદ તેને વર્ષનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાવ્યું હતું. સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચ 5 બ્રેક પોઈન્ટ બચાવ્યા. જ્યારે ફ્રાન્સના મોનફિલ્સે ત્રણ વખત સર્વિસ તોડી.

આ વર્ષનું હું મારૂ શાનદાર પ્રદર્શન ગણું છું : નોવાક જોકોવિચ

ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચ (Novak Djokovic) એ કહ્યું કે, “હું તેને કદાચ વર્ષના શ્રેષ્ઠ પ્રદર્શન તરીકે જોઉં છું. મને ટેનિસ કોર્ટમાં ખરેખર આનંદ થયો. તે એક શાનદાર પ્રદર્શન હતું. હું ખૂબ જ ખુશ છું.” મેડ્રિડ ઓપન ટુર્નામેન્ટનો ત્રણ વખતનો વિજેતા નોવાક જોકોવિચ હવે 2 વખતના ચેમ્પિયન બ્રિટનના એન્ડી મરે (Andy Murry) નો સામનો કરશે. એન્ડી મરેએ બીજા રાઉન્ડમાં અહીં મેડ્રિડ ઓપન (Madrid Open 2022) માં ડેનિસ શાપોવાલોવને 6-1, 3-6, 6-2 થી હરાવ્યો હતો.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

રશિયાના આન્દ્રે રુબલેવે 20 વર્ષના જેક ડ્રેપરને માત આપી

સ્પેનના કાર્લોસ અલ્કારાઝે નિકોલસ બાસિલાશવિલી સામે 6-3, 7-5 થી જીત મેળવીને પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ પહેલા રશિયાના આન્દ્રે રૂબલેવે બ્રિટનના 20 વર્ષીય જેક ડ્રેપરને 2-6, 6-4, 7-5 થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. મારિન સિલિકે આલ્બર્ટ રામોસ વિનોલાસને 6-3, 3-6, 6-4 થી હરાવ્યો હતો. જ્યારે અમેરિકાના ફ્રાન્સિસ ટિયાફો અને જેન્સન બ્રુક્સબીએ તેમની પ્રથમ રાઉન્ડની મેચો સીધા સેટમાં હારી હતી. ટિઆફોને ક્રિશ્ચિયન ગેરિન દ્વારા 6-1, 6-3 થી અને બ્રુક્સબીને રોબર્ટો બૌટિસ્ટા અગુટ દ્વારા 6-0, 6-2 થી હરાવ્યો હતો.

 

અન્ય એક મેચમાં સેબેસ્ટિયન કોર્ડાએ દેશબંધુ અમેરિકી રિલે ઓપેલ્કાને 6-3, 7-5 થી હરાવ્યો હતો. મહિલા વિભાગમાં અમેરિકાની જેસિકા પેગુલાએ બિઆન્કા એન્ડ્રીસ્કુને 7-5, 6-1 થી અને સ્પેનની સારા સોરિબેસ ટોર્મોએ ડારિયા કાસાટકીનાને 6-4, 1-6, 6-3 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Next Article