ફિફા વર્લ્ડકપની ફાઈનલ માટે લુસેલ સ્ટેડિયમ તૈયાર, રવિ શાસ્ત્રી સહિત અનેક હસ્તીઓ પહોંચી કતાર

|

Dec 18, 2022 | 7:53 PM

ક્લોઝિંગ સેરેમનીમાં નોરા અને દીપિકા જેવા ભારતીય કલાકારો જોવા મળશે. ઉપરાંત રવિ શાસ્ત્રી સહિતના અનેક ભારતીયો આ ફાઈનલ મેચ જોવા કતાર પહોંચ્યા છે.

ફિફા વર્લ્ડકપની ફાઈનલ માટે લુસેલ સ્ટેડિયમ તૈયાર, રવિ શાસ્ત્રી સહિત અનેક હસ્તીઓ પહોંચી કતાર
Lusail Stadium
Image Credit source: Twitter

Follow us on

આજે 28 દિવસ બાદ દુનિયાને ફિફા વર્લ્ડકપની ચેમ્પિયન ટીમ મળશે. આજે કતારના દોહાના લુસેલ સ્ટેડિયમમાં મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર 8.30 કલાકે શરુ થશે. તે પહેલા ક્લોઝિંગ સેરેમનીમાં નોરા અને દીપિકા જેવા ભારતીય કલાકારો જોવા મળશે. ઉપરાંત રવિ શાસ્ત્રી સહિતના અનેક ભારતીયો આ ફાઈનલ મેચ જોવા કતાર પહોંચ્યા છે. આ મેચ મહાન ફૂટબોલર મેસ્સીની છેલ્લી આતંરરાષ્ટ્રીય મેચ હશે. જેના કારણે ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચને લઈને આખી દુનિયામાં ભારે ઉત્સાહ છે.

14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લુસેલ સ્ટેડિયમ ફાઈનલ મેચ માટે તૈયાર

કતારના દોહામાં સ્થિત લુસેલ સ્ટેડિયમ કતારના સૌથી મોટો સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. આ સ્ટેડિયમમાં 80 હજાર દર્શકોની ક્ષમતા ધરાવે છે. મેચ પહેલા લુસેલ સ્ટેડિયમની ઉપરથી પ્લેન પસાર થયા હતા. કતાર દ્વારા અનોખી રીતે આ ફાઈનલ મેચની ઊજવણી કરવામાં આવી હતી.

રવિ શાસ્ત્રી પહોંચ્યા કતાર

 

પૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ આ મેચ જોવા માટે કતારના દોહામાં સ્થિત લુસેલ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. તેમણે આ વીડિયો સહિત કેટલાક ફોટો શેયર કરીને આ માહિતી શેયર કરી હતી.

ફાઈનલ મેચ પહેલા લુસેલ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં બંને ટીમોના ફેન્સ પહોંચ્યા છે. ભારતમાં પણ કોલકત્તાથી લઈને કેરળ સુધી ફિફા ફીવર જોવા મળી રહ્યો છે.

ફાઈનલ મેચ સાથે જ આર્જેન્ટિનાનો મેસ્સી 26મી મેચ રમીને વર્લ્ડકપની સૌથી વધારે મેચ રમનારો ખેલાડી બની જશે. ફિફા વર્લ્ડકપ 2018ની ફાઈનલમાં રમેલા આ 6 ખેલાડીઓ ફિફા વર્લ્ડકપ 2022ની આ ફાઈનલ મેચમાં પણ રમશે.સાઉથ અમેરિકન દેશ અને યુરોપિયન દેશ વચ્ચે આ 11મી ફાઇનલ મેચ છે. હમણા સુધી 7  મેચમાં અમેરિકન દેશ અને 3માં યુરોપિયન દેશની જીત થઈ છે.

Next Article