Video : ચીનમાં ચાલ્યો Lionel Messiનો જાદૂ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 80મી સેકેન્ડમાં જ કર્યો ગોલ

|

Jun 15, 2023 | 11:58 PM

Argentina vs Australia Football Match 2023: આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતાકેપ્ટન લિયોનેલ મેસ્સી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું શાનદાર ફોર્મ જારવી રાખ્યું છે. આ વખતે તેનો જાદુ ચીનમાં જોવા મળ્યો. મેસ્સીએ ગુરુવારે  મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 80મી સેકન્ડમાં જ શાનદાર ગોલ કર્યો હતો.

Video : ચીનમાં ચાલ્યો Lionel Messiનો જાદૂ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 80મી સેકેન્ડમાં જ કર્યો ગોલ
Argentina vs Australia Friendly Football Match 2023

Follow us on

Beijing :   ચીનના બિજિંગના Workers Stadiumમાં આજે 15 જૂનના રોજ આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફ્રેન્ડલી ફૂટબોલ મેચ રમાઈ હતી. આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતાકેપ્ટન લિયોનેલ મેસ્સી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું શાનદાર ફોર્મ જારવી રાખ્યું છે. આ વખતે તેનો જાદુ ચીનમાં જોવા મળ્યો. મેસ્સીએ ગુરુવારે  મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 80મી સેકન્ડમાં જ શાનદાર ગોલ કર્યો હતો. થોડી જ વારમાં મેસ્સીના ગોલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

મેસ્સીએ મેચની બીજી મિનિટે ગોલ કર્યો હતો. એન્ઝો ફર્નાન્ડિઝે તેના માટે આ ગોલમાં મદદ કરી હતી. આ પછી આર્જેન્ટિનાએ 68મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. તેણે રોદ્રી ડી પોલ તરફ બોલ પાસ કર્યો. ડી પૌલે બોક્સની બહારથી જ ગોલ પોસ્ટ તરફ બોલને શાનદાર રીતે ફટકાર્યો. તેના ક્રોસને જર્મન પેજેલાએ શાનદાર હેડર વડે ગોલ કર્યો હતો.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ પણ વાંચો : Ashes 2023 : ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની રાઈવલરીને કેમ કહેવામાં આવે છે ‘Ashes’? જાણો આ રોચક સિરીઝનો ઈતિહાસ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 80મી સેકેન્ડમાં જ કર્યો ગોલ

 


આર્જેન્ટિનાના કેપ્ટને કોઈ સમય ગુમાવ્યો નહીં અને તેની પરિચિત શૈલીમાં તેના ડાબા પગથી બોલને ગોલપોસ્ટના ડાબા ખૂણામાં મોકલ્યો. તેણે ગોલ કરતાં જ આખું સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું. બેઇજિંગમાં લગભગ તમામ દર્શકો મેસ્સીને જોવા માટે આવ્યા હતા.

આ પણ વાંચો : સ્ટમ્પની રાખથી બની હતી Ashesની ટ્રોફી, જાણો ઈજ્જત સાથે જોડાયેલી આ ટ્રોફીની રોચક વાતો

મેદાન પર જોવા મળી મેસ્સીની દીવાનગી

આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયાની આ મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ફેન્સ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આર્જેન્ટિનાની ટીમ જ્યારે ચીન પહોંચી હતી, ત્યારે એરપોર્ટ પર મેસ્સીની જબરદસ્ત ફેન ફોલોઈંગ જોવા મળી હતી. આ મેચ દરમિયાન પર કેટલાક ફેન્સ સુરક્ષાકર્મીઓને ચકમો આપીને મેદાન પર મેસ્સીને મળવા પહોંચ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article