ISSF World Cup: ભારતીયોનો શૂટીંગ વિશ્વકપમાં દબદબો, 15 મેડલ સાથે નંબર-1, અંતિમ દિવસે અનીશ ભાનવાલા અને સિદ્ધુએ મેડલ જીત્યો

|

Jul 20, 2022 | 8:23 PM

અનીશ ભાનવાલા (Anish Bhanwala) અને રિધમ સાંગવાને ISS વર્લ્ડ કપ (ISSF World Cup) 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ISSF World Cup: ભારતીયોનો શૂટીંગ વિશ્વકપમાં દબદબો, 15 મેડલ સાથે નંબર-1, અંતિમ દિવસે અનીશ ભાનવાલા અને સિદ્ધુએ મેડલ જીત્યો
ISSF World Cup માં ભારતનો અંતિમ દિવસે પણ દબદબો રહ્યો

Follow us on

ISSF વર્લ્ડ કપ (ISSF World Cup) માં ભારત પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે ટોચ પર છે. ભારતના અનીશ ભાનવાલા (Anish Bhanwala), વિજયવીર સિદ્ધુ અને સમીરે ટુર્નામેન્ટના છેલ્લા દિવસે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં તેને માર્ટિન પોડ્રાસ્કી, થોમસ તેહાન અને ચેક રિપબ્લિકના માતેજ રામપુલાએ પરાજય આપ્યો હતો. ભારતના મેરાજ અહેમદ ખાન અને મુફદ્દલ ડીસાવાલાએ સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં 17 ટીમોમાં નવમા સ્થાને રહ્યા હતા.

ભારતે 2019માં ક્લીન સ્વીપ કર્યું હતું

ભારતે 2019માં ISSF વર્લ્ડ કપના તમામ પાંચ તબક્કા જીત્યા હતા. જ્યારે 2021માં એક અને આ વર્ષે કૈરોમાં પ્રથમ સ્ટેજ જીત્યો હતો. હવે ભારતીય રાઈફલ અને પિસ્તોલ શૂટર્સ ઓક્ટોબરમાં કૈરોમાં ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ રમશે. શોટગન શૂટર્સ સપ્ટેમ્બરમાં ક્રોએશિયામાં શોટગન વર્લ્ડ કપ રમશે.

અનીશ ભાનવાલા અને રિધમ સાંગવાને ગોલ્ડ જીત્યો હતો

યુવા શૂટર્સ અનીશ ભાનવાલા અને રિધમ સાંગવાને મંગળવારે ISSF શૂટિંગ વર્લ્ડ કપની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલના પ્લે-ઓફ મુકાબલામાં ચેક રાષ્ટ્રની અન્ના ડેડોવા અને માર્ટિન પોદ્રાસ્કીની જોડીને 16-12થી હરાવી હતી. ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં જોડી તરીકે અનીશ અને રિધમનો આ બીજો મેડલ છે. આ જોડીએ આ વર્ષે માર્ચમાં કૈરો વર્લ્ડ કપમાં 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સંજીવ રાજપૂત મેડલથી ચુકી ગયો

સંજીવ રાજપૂત અને અંજુમ મોદગીલ અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર અને આશી ચોકસીની અન્ય બે ભારતીય જોડી 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન મિશ્રિત ટીમ ઈવેન્ટમાં અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને રહીને મેડલ રાઉન્ડમાંથી બહાર રહી ગઈ હતી. સ્પર્ધાના નવમા દિવસે, વિજયવીર સિદ્ધુ અને સિમરનપ્રીત કૌર બ્રાર 25 મીટર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં છઠ્ઠા સ્થાને રહ્યા. ભારત હાલમાં ચાંગવોન વર્લ્ડ કપમાં પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત કુલ 14 મેડલ સાથે મેડલ ટેલીમાં આગળ છે.

અંજુમ મુદગીલે ગોલ્ડ મેડલ જીત્યો હતો

ભારતની અંજુમ મુદગીલે રવિવારે ISSF શૂટિંગ વર્લ્ડ કપની મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અંજુમ ફાઇનલમાં 402.9ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી. તેણે નિલીંગમાં 100.7, પ્રોનમાં 101.6 અને સ્ટેન્ડિંગ પોઝિશનમાં 200.6 સ્કોર કર્યો.

Published On - 8:22 pm, Wed, 20 July 22

Next Article