War Breaking News: ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે બેડમિન્ટન સ્ટારને થયું મોટું નુકસાન

Iran- Israel & USA War, PV Sindhu : યુદ્ધ બીજા દેશમાં થઈ રહ્યું છે પરંતુ તેનું નુકસાન સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને થઈ રહ્યું છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે બેડમિન્ટન ખેલાડીને કેટલું નુકસાન થયું છે અને કેમ,

War Breaking News:  ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે બેડમિન્ટન સ્ટારને થયું મોટું નુકસાન
| Updated on: Mar 03, 2026 | 9:46 AM

PV Sindhu, All England Badminton Championship : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ મોટું નુકસાન થયું છે. પીવી સિંધુ આ યુદ્ધને લઈ હવે ઈંગ્લેન્ડમાં થનારી ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહી. પીવી સિંધુને દુબઈના રસ્તે ઈંગ્લેન્ડમાં પહોંચાડવાનો હતો. ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના ઈરાદે સિંધુ ઈન્ડિયાથી દુબઈ પહોંચી હતી પરંતુ તે હવે ઈંગ્લેન્ડ જઈ શકશે નહી. દુબઈ પર થયેલા હુમલાને લઈ ત્યાંની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે.

ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટમાં નહી રમે પીવી સિંધુ

એક રિપોર્ટ મુજબ પીવી સિંધુ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. પીવી સિંધુની વાત કરીએ તો, તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને બીએએફ સતત તેના સંપર્કમાં છે.

 

 

3 થી 8 માર્ચ સુધી બેડમિન્ટન ચેમ્પિયનશીપ

ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન 3 માર્ચથી 8 માર્ચ વચ્ચે બર્મિઘમમાં રમાશે. પરંતુ ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે પીવી સિંધુ હજુ પણ દુબઈમાં ફસાયેલી છે. બર્મિઘમ નહી પહોંચવાના કારણે તે ટૂર્નામેન્ટમાં રમશે નહી.

 

 

 

આ ટૂર્નામેન્ટ પણ નહી રમે પીવી સિંધુ?

ભારતીય બેડમિન્ટન સંધના સચિવ સંજય મિશ્રાના મુજબ પીવી સિંધુ ભલે ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં રમતી નથી. પરંતુ તેમ છતાં 10 થી 15 માર્ચ વચ્ચે રમાનારી સ્વિસ ઓપન ટૂર્નામેન્ટમાં તે રમી શકે છે. હજુ આને લઈ કાંઈ નક્કી નથી. સંજય મિશ્રાના મુજબ એર સ્પેસ હજુ ખુલ્યું નથી. જ્યારે તે ખુલશે. તો પીવી સિંધુ ભારત પરત ફરશે કાં પછી સ્વિઝરલેન્ડ જશે તે કહેવું મુશ્કેલ છે.

આ ખેલાડી પહોંચ્યા બર્મિધમ

BAIએ જણાવ્યું કે, પીવી સિંધુએ તો બર્મિધમ ન પહોંચવાના કારણે ચેમ્પિયનશીપમાંથી પોતાનું નામ પરત લીધું છે. પરંતુ લક્ષ્ય સેન, કે,શ્રીકાંત, સાત્વિક રેડ્ડી, ચિરાગ શેટ્ટી જેવા સ્ટાર ખેલાડી ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભાગ લેવાબર્મિધમ પહોંચી ચૂક્યા છે.

 

2 ઓલિમ્પિક મેડલ જીતનારી પીવી સિંધુ દુલ્હન બનશે, જાણો પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો