FIFA World Cup 2026: 60 વર્ષમાં પહેલીવાર આવું બન્યું! ઈરાને FIFA વર્લ્ડ કપમાં રચ્યો અનોખો ઈતિહાસ
FIFA વર્લ્ડ કપ 2026 માં ઈરાને બેલ્જિયમ જેવી મજબૂત ટીમને ગોલરહિત ડ્રો પર રોકીને ન માત્ર મહત્વનો પોઈન્ટ મેળવ્યો, પરંતુ અનોખો ઈતિહાસ પણ રચ્યો હતો. અમેરિકાના લોસ એન્જલસમાં રમાયેલી આ મેચમાં ઈરાનની ટીમે 1966 પછીનો એક અનોખો વર્લ્ડ કપ રેકોર્ડ પોતાના નામે કર્યો અને ગ્રુપ G માં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

FIFA વર્લ્ડ કપ 2026 ની ગ્રુપ G મેચમાં ઈરાને બેલ્જિયમ સામે 0-0 નો ડ્રો નોંધાવી ફૂટબોલ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. અમેરિકાના લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈરાને પોતાના મજબૂત ડિફેન્સના દમ પર યુરોપની દિગ્ગજ ટીમને ગોલથી વંચિત રાખી હતી.
ઈરાને FIFA વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ
આ મેચ દરમિયાન ઈરાને એક ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. બેલ્જિયમ સામે મેદાનમાં ઉતરેલી ઈરાનની શરૂઆતની પ્લેઈંગ ઈલેવનની સરેરાશ ઉંમર 32 વર્ષ અને 181 દિવસ હતી, જે 1966 બાદ FIFA વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી વધુ ઉંમર ધરાવતી ટીમ બની હતી.
LE MESSAGE FORT DE L’IRAN APRÈS SON NUL CONTRE LA BELGIQUE !
Après le 0-0 au SoFi Stadium, la sélection iranienne a laissé un mot dans son vestiaire.
« ̀ ́, ́… pic.twitter.com/6tKOCOaaYx
— BeFootball (@_BeFootball) June 22, 2026
બેલ્જિયમની આક્રમક રમત, ઈરાનનું મજબૂત ડિફેન્સ
મેચની શરૂઆતથી જ બેલ્જિયમે આક્રમક રમત દર્શાવી હતી. મેક્સિમ ડી ક્યુપર સહિતના ખેલાડીઓએ અનેક પ્રયાસો કર્યા, પરંતુ ઈરાનના ગોલકીપર અલીરેઝા બેઈરાનવંદે શાનદાર બચાવ કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.
બેલ્જિયમે 23 શોટ ફટકાર્યા, પણ ગોલ 0
પ્રથમ હાફમાં મેહદી તારેમીએ ફ્રી-કિક પરથી ગોલ કરીને ઈરાનને લીડ અપાવી હતી, પરંતુ VAR ચેક બાદ તેને ઓફસાઈડ જાહેર કરવામાં આવ્યો અને ગોલ નામંજૂર થયો હતો. બીજી તરફ બેલ્જિયમે મેચ દરમિયાન ગોલ પર 23 શોટ ફટકાર્યા છતાં સફળતા મળી નહોતી.
Shared points in LA #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 21, 2026
બેલ્જિયમ-ઈરાનની મેચ ડ્રો
મેચની 66 મી મિનિટે બેલ્જિયમના નાથન ન્ગોયને સીધું રેડ કાર્ડ મળતાં ટીમ 10 ખેલાડીઓ સુધી મર્યાદિત થઈ ગઈ હતી. ત્યારબાદ ઈરાને જીત માટે જોરદાર પ્રયાસો કર્યા, પરંતુ કોઈ ગોલ થઈ શક્યો નહીં. જોકે, આ ડ્રો સાથે ઈરાને ગ્રુપ G માં ટોચનું સ્થાન મજબૂત બનાવતાં વર્લ્ડ કપમાં એક યાદગાર ઈતિહાસ રચ્યો હતો.
