ઓલિમ્પિક સંઘનો મોટો નિર્ણય, રદ્દ કરી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘની માન્યતા

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘ એ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘને ઓલિમ્પિક પરિવારમાંથી બહાર કરી દીધો છે. વર્ષોથી સલાહ અને દિશાનિર્દેશોની અવગણા કરવાના કારણે IOC દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. IOC તરફથી વિશેષ બેઠક બોલાવીને IBAની માન્યતા રદ્દ કરવામાં આવી છે.

ઓલિમ્પિક સંઘનો મોટો નિર્ણય, રદ્દ કરી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘની માન્યતા
ioc cancels boxing governing body
| Edited By: | Updated on: Jun 23, 2023 | 7:35 PM

Geneva : રમતગમત જગત માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘ એ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘને ઓલિમ્પિક પરિવારમાંથી બહાર કરી દીધો છે. વર્ષોથી સલાહ અને દિશાનિર્દેશોની અવગણા કરવાના કારણે IOC દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. IOC તરફથી વિશેષ બેઠક બોલાવીને IBAની માન્યતા રદ્દ કરવામાં આવી છે.

ઓલિમ્પિક પરિવારમાંથી ભલે બોકિંસગ સંઘને બહાર કરવામાં આવ્યો હોય પણ વર્ષ 2024માં પેરિસમાં રમાનારા ઓલિમ્પિકમાં રમત રુપે દર્જો આપવામાં આવશે જ. IOC તરફથી વિશેષ બેઠકમાં આ નિર્ણય માટે વોટિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : PM Modi In USA :વ્હાઇટ હાઉસમાં ડિનર દરમિયાન PM Modiએ અમેરિકાની ક્રિકેટ ટીમના વખાણ કર્યા, બાઈડનનું રિએક્શન વાયરલ

વોટિંગ દ્વારા લેવાયો આ મોટો નિર્ણય

વોટિંગમાં આ પ્રસ્તાવના પક્ષમાં 69 વોટ જ્યારે વિરોધમાં 1 વોટ પડયો હતો. આ વોટિંગ દરમિયામ સમિતિના 10 સભ્યો ગેરહાજર રહ્યા હતા. જોકે આ મોટા નિર્ણય બાદ પણ ઓલિમ્પિકમાં બોક્સર બોકિંસગની રિંગમાં ઉતરી શકશે.

ઓનલાઈન મીટિંગ દરમિયાન IOC સભ્યોને જણાવવામાં આવ્યું કે “અમે બોક્સિંગની રમતને ખૂબ મહત્વ આપીએ છીએ,પણ તેઓ જે રીતે કામ કરે છે તેના કારણે અમને IBA સાથે ખૂબ જ ગંભીર સમસ્યા છે.IOC પહેલેથી જ IBA ની સંડોવણી વિના પેરિસ ઓલિમ્પિક માટે બોક્સિંગ સ્પર્ધાઓની દેખરેખ રાખી રહ્યું છે જેમ કે તેણે 2021 માં ટોક્યો ગેમ્સ માટે કર્યું હતું.

આ પણ વાંચો :  Team Indias Last ICC Trophy: મહેન્દ્ર સિંહ ધોનીએ આજના દિવસે જ ICC ટ્રોફીના ટાઈટલની હેટ્રિક પૂરી કરી હતી, બનાવ્યો હતો એક ખાસ રેકોર્ડ

આ વિવાદ ઉઝબેકિસ્તાન અને રશિયાના પ્રમુખો હેઠળના IBAના સંચાલન પર કેન્દ્રિત હતો. જેને IOC દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. વધુમાં ફેડરેશનના નાણા વ્યવસ્થાને રશિયાની રાજ્ય ઉર્જા કંપની ગેઝપ્રોમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, તેમજ ન્યાયાધીશોની પ્રામાણિકતા વિવાદનું કારણ હતું.જોકે, બોક્સરો આંતરરાષ્ટ્રીય ફેડરેશન હેઠળ સંપૂર્ણ અખંડિતતા અને પારદર્શિતા સાથે રમવા માટે લાયક છે, તેવું IOC સભ્યોને જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : WI vs IND : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં Jaydev Unadkat 10 વર્ષ પછી રમી શકશે વનડે મેચ ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો