Indonesia Open Badminton: શ્રીકાંત અને લક્ષ્ય સેન હાર્યા, સમીર અને એચએસ પ્રણય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

|

Jun 16, 2022 | 11:07 AM

Indonesia Open Badminton: ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતના ઘણા ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયા છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને પ્રતિભાશાળી લક્ષ્ય સેન પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગયા છે.

Indonesia Open Badminton: શ્રીકાંત અને લક્ષ્ય સેન હાર્યા, સમીર અને એચએસ પ્રણય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા
Kidambi Srikant and Lakshya Sen (PC: Twitter)

Follow us on

ભારતના અનુભવી શટલર કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikanth) અને ઉભરતા લક્ષ્ય સેન (Lakshya Sen) ઇન્ડોનેશિયા ઓપન (Indonesia Open 2022) ના પહેલા રાઉન્ડમાં જ હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. લક્ષ્ય સેનને પોતાના જ દેશના સ્ટાર ખેલાડી એચએસ પ્રણય (HS Prannoy) એ સીધી ગેમમાં હરાવ્યો હતો. જ્યારે શ્રીકાંત (Kidambi Srikant) ને ફ્રાન્સના 41મા ક્રમાંકિત બ્રાઇસ લેવરડેઝથી પરાજય મળ્યો હતો. વિશ્વના આઠમાં નંબરનો ખેલાડી લક્ષ્ય સેન અગાઉ ઇન્ડોનેશિયા માસ્ટર્સ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પણ હારી ગયો હતો. આગામી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરવા માટે ભારતીય ખેલાડીઓ માટે આ એક સારું પ્લેટફોર્મ હતું. પરંતુ તેઓ તકનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.

22 વર્ષીય લક્ષ્ય સેનને એચએસ પ્રણોય દ્વારા સીધા સેટમાં 21-10, 21-9 થી પરાજય મળ્યો હતો. જ્યારે શ્રીકાંતને પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડની મેચમાં બ્રાઇસ લેવરડેઝ દ્વારા 23-21, 21-10 થી હરાવ્યો હતો. શ્રીકાંતની બ્રાઇસ સામે આ પ્રથમ હાર હતી. બંને વચ્ચે આ છઠ્ઠી મેચ હતી. આ વર્ષે પોતાનું પહેલું સુપર 500 ટાઇટલ જીતનાર લક્ષ્ય સેન ઓલ ઇંગ્લેન્ડ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો અને થોમસ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો.

લક્ષ્ય સેન સામે પ્રણયની 3 મેચમાં આ પહેલી જીત છે

લક્ષ્ય સેન સામેની ત્રણ મેચમાં પ્રણોયની આ પ્રથમ જીત હતી. ડબલ્સમાં એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાએ જાપાનના કેલિચિરો માત્સુઈ અને યોશિનોરી તાકેયુચીને 27-25, 18-25, 21-19 થી હરાવ્યો હતો. મહિલા ડબલ્સમાં અશ્વિની ભટ અને શિખા ગૌતમને ચીનની ઝાંગ શુ ઝિયાન અને ઝેંગ યુએ 28 મિનિટમાં 21-9, 21-10થી હાર આપી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

એક સમયે પ્રણય 3-6 થી પાછળ હતો

હરિતા હરિનારાયણ અને આશના નોયને દક્ષિણ કોરિયાના જીઓંગ ના યુન અને હિમ યે જેઓંગે સીધા સેટમાં પરાજય આપ્યો હતો. લક્ષ્ય સેન અને પ્રણોય વચ્ચેની મેચમાં પ્રણયની આક્રમકતાનો લક્ષ્ય સેન પાસે કોઈ જવાબ ન હતો. એકવાર 3-6 થી પાછળ રહ્યા બાદ પ્રણયએ શાનદાર પુનરાગમન કર્યા પછી લક્ષ્ય સેનને કોઈ તક આપી ન હતી. બીજી ગેમમાં પણ તેણે આ જ ગતિ જાળવી રાખી હતી અને જીત મેળવી હતી.

સમીર વર્મા ક્વાર્ટર ફાઇનલ માટે લડશે

જ્યારે પીવી સિંધુ, લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત પહેલા રાઉન્ડમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ત્યારે સમીર વર્મા અને એચએસ પ્રણય પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. સમીર વર્મા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં છઠ્ઠી ક્રમાંકિત લી જિયા સામે ટકરાશે. તો ભારતનો સ્ટાર ખેલાડી પ્રણયનો મુકાબલો હોંગકોંગના એંગસ એનજી કા લોંગ સામે થશે.

Next Article