ભારતની સંગીતા ફોગાટે હંગરીના બુડાપેસ્ટમાં પોલીક ઇમરે અને વર્ગા જાનોસ મેમોરિયલ રેન્કિંગ સીરીઝ કુસ્તી ચેમ્પિયનશિપમાં હંગરીની વિક્ટોરિયા બોરસોસને હરાવીને 59 કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સંગીતાએ ત્રીજા ચોથા ક્રમ માટેની મેચમાં પોતાની હંગેરિયન હરીફને નિર્ણય દ્વારા જીત મેળવીને 6-2 થી હરાવી હતી. સંગીતાને ટેકડાઉન મૂવ સાથે લીડ મેળવી હતી અને નોંધપાત્ર છે કે હંગરીની કુસ્તીબાજે 2-2 થી સ્કોર બરાબર કરી લીધો હતો, પણ ભારતીય કુસ્તીબાજે કાઉન્ટર એટેક રમત સાથે માત આપી હતી.
સંગીતા ફોગાટ (Sangeeta Phogat), કે જે ઓલમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાની (Bajrang Punia) પત્ની અને રાષ્ટ્રમંડળ રમતોમાં ગોલ્ડ મેડલ જીતનાર ગીતા ફોગાટની બહેન છે, સંયુક્ત રાજ્ય અમેરિકાની જેનિફર પેજ રોજર્સ સામે હાર સાથે પોતાના અભિયાનની શરૂઆત કરનાર રેપેચેજ રાઉન્ડના માધ્યમ થી સેમિફાઇનલમાં પહોંચી હતી.
તેણે ત્રીજા રાઉન્ડમાં એક અન્ય અમેરિકન કુસ્તીબાજે બ્રેંડા ઓલિવિયા રેયનાને તકનીકી શ્રેષ્ઠતા થી જીત હાંસિલ કરી હતી, તેણે 12-2 થી જીત મેળવી કમબેક કર્યુ હતુ. સંગીતાએ શરૂઆતથી જ એટેકિંગ રમત રમીને તેણે 4-2 ની સરસાઇ બનાવી લીધી હતી અને ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે મેચમાં જીત મેળવી હતી. ત્રીજા રાઉન્ડમાં જીત સાથે સંગીતાને સેમિફાઇનલમાં સ્થાન તો મળી ગયુ પણ તે ફાઇનલમાં આગળ વધી શકી ન હતી. સંગીતા પોતાનો સેમિફાઇનલ મુકાબલો પોલેન્ડની મૈગ્ડેલેના ઉર્સજુલા ગ્લોડર સામે 4-6 થી હારી ગઇ હતી, પણ ત્રીજા -ચોથા સ્થાનની મેચમાં તેણે કમબેક કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે પ્લેઓફ મેચમાં હંગરીની યુવા કુસ્તીબાજે વિક્ટોરિયા બોરસોસને 6-2 થી માત આપી કાંસ્ય મેડલ પોતાના નામે કર્યો હતો.
आप सभी के बधाई के संदेश मुझ तक पहुँच रहे हैं इस पल पर बहुत भावुक हूँ।
आप सभी का बहुत बहुत शुक्रिया। यह मेडल सिर्फ़ मेरा नहीं है। सब आप सभी का मेडल है
मैं इस मेडल को दुनिया की उन सभी संघर्षशील महिलाओं को समर्पित करती हूँ जो महिलाओं के विरुद्ध हुए अपराधों के ख़िलाफ़ संघर्षरत हैं।… pic.twitter.com/FyJnqhaHVZ
— Sangeeta Phogat (@sangeeta_phogat) July 15, 2023
આ પણ વાંચો: IND vs WI: પ્રથમ ટેસ્ટ મેચમાં જયસ્વાલ અને ભારતીય ક્રિકેટ ટીમે તોડયા આ રેકોર્ડ
બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક જેવા દિગ્ગજ ભારતીય કુસ્તીબાજ થોડા દિવસો પહેલા દેશની રાજધાની દિલ્હીમાં પ્રદર્શન કરી રહ્યા હતા. કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. તેમણે બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ઘણા સમય સુધી કુસ્તીબાજોના અવાજને સાંભળવામાં ન આવ્યું જેના કારણે ખેલાડીઓએ પોતાના મેડલ ગંગા નદીમાં પધરાવવાનું મન બનાવી લીધુ હતુ.