ભારતીય ટીમે જીત્યો પ્રથમ FIH Hockey-5નો ખિતાબ, ફાઈનલમાં પોલેન્ડને 6-4થી હરાવી બન્યું ચેમ્પિયન

|

Jun 05, 2022 | 11:50 PM

5 જૂન, રવિવારના રોજ લુઝાનમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ટીમ પહેલા હાફમાં પાછળ રહી ગઈ હતી. હાફ ટાઈમમાં પોલેન્ડે 3-2ની સરસાઈ મેળવી લીધી હતી.

ભારતીય ટીમે જીત્યો પ્રથમ FIH Hockey-5નો ખિતાબ, ફાઈનલમાં પોલેન્ડને 6-4થી હરાવી બન્યું ચેમ્પિયન
Indian team wins first FIH Hockey-5 title
Image Credit source: Twitter

Follow us on

ભારતે ફિલ્ડ હોકીના (Hockey India) સૌથી ટૂંકા અને નવા ફોર્મેટની પ્રથમ ટુર્નામેન્ટ જીતી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં રમાઈ રહેલી હોકી ફાઈવ ટુર્નામેન્ટમાં ભારતીય પુરુષ હોકી ટીમે (Indian Men’s Hockey Team) ટાઈટલ જીતી લીધું છે. આ બે દિવસીય ટુર્નામેન્ટમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો અને રાઉન્ડ રોબિન બાદ રવિવારે ભારત અને પોલેન્ડ (Poland) વચ્ચે ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં ભારતે પોલેન્ડને 6-4થી હરાવીને ટુર્નામેન્ટ જીતી હતી. ખાસ વાત એ છે કે આ ફાઈનલના થોડા સમય પહેલા જ ભારતે પોલેન્ડને આટલા મોટા અંતરથી હરાવ્યું હતું.

5 જૂન, રવિવારના રોજ લુઝાનમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ટીમ પહેલા હાફમાં પાછળ રહી ગઈ હતી. હાફ ટાઈમમાં પોલેન્ડે 3-2ની સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ આગલા હાફમાં જોરદાર વાપસી કરી અને 4 ગોલ કરીને નિર્ણાયક લીડ મેળવી લીધી. આક્રમણ સિવાય ટીમના ડિફેન્સે પણ પોતાની તાકાત બતાવી હતી અને બીજા હાફમાં માત્ર 1 ગોલ કરીને 6-4થી જીત મેળવી હતી.

આ પહેલા રવિવારે ટીમે મલેશિયા અને પોલેન્ડ સામે પ્રબળ જીત મેળવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ભારતીય ટીમ આખી ટૂર્નામેન્ટમાં એકપણ મેચમાં હારી નથી. રવિવારે, તેઓએ પહેલા બીજા હાફમાં ચાર ગોલ સાથે મલેશિયાને 7-3થી હરાવ્યું અને પછી દિવસની બીજી મેચમાં પોલેન્ડને 6-2થી હરાવ્યું. કોચ ગ્રેહામ રીડની ટીમ આમ રાઉન્ડ-રોબિન લીગ તબક્કામાં ત્રણ જીત અને એક ડ્રો નોંધાવીને 10 પોઈન્ટ સાથે પાંચ ટીમના ટેબલમાં ટોચ પર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતે શનિવારે યજમાન સ્વિટ્ઝર્લેન્ડને 4-3થી હરાવ્યું અને પછી કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે 2-2થી ડ્રો રમી. પાકિસ્તાન ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શક્યું હોત જો તેઓ મલેશિયા સામેની તેમની છેલ્લી લીગ મેચ જીતી ગયા હોત, પરંતુ તે 5-5થી ડ્રોમાં સમાપ્ત થયું હતું. આનાથી તેને પાંચ પોઈન્ટ મળ્યા અને તે ત્રીજા સ્થાને રહ્યો.

Next Article