AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પર કર્યો કબજો, ચીનને હરાવીને પાંચમી વખત જીત્યું ટાઈટલ

ટીમ ઈન્ડિયાએ આખી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી ન હતી અને ફાઈનલ સહિત તમામ 7 મેચ જીતીને ટાઈટલ પર કબજો કર્યો હતો. ભારતીય ટીમે પ્રથમ વખત 2011માં આ ખિતાબ જીત્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા 2016 અને 2023માં પણ ચેમ્પિયન રહી હતી. જ્યારે 2018માં ભારત અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા હતા. ભારત સતત બીજી અને કુલ પાંચમી વાર આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યુ છે.

ટીમ ઈન્ડિયાએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પર કર્યો કબજો, ચીનને હરાવીને પાંચમી વખત જીત્યું ટાઈટલ
Indian Hockey Team (Photo-Twitter)
| Updated on: Sep 17, 2024 | 5:59 PM
Share

ભારતીય હોકી ટીમે ફરી એકવાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ચીનને 1-0થી હરાવીને સતત બીજી વખત અને એકંદરે પાંચમી વખત આ ખિતાબ જીત્યો. ટીમ ઈન્ડિયા માટે ફાઈનલનો એકમાત્ર ગોલ જુગરાજ સિંહે કર્યો હતો. ચીનના હુલુનબુર શહેરમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ 17 સપ્ટેમ્બરે મંગળવારે રમાયેલી ફાઈનલમાં યજમાન ચીનને હરાવ્યું હતું. આ રીતે ભારતે ટૂર્નામેન્ટની પ્રથમ અને છેલ્લી મેચમાં ચીનને હરાવીને ટૂર્નામેન્ટનું ટાઈટલ જીત્યું હતું. પાકિસ્તાને દક્ષિણ કોરિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સતત 7 મેચ જીતીને ટાઈટલ પર કબજો કર્યો

ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ચીનને 3-0થી હરાવીને હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય ટીમે ફાઈનલ સહિત સતત 7 મેચ જીતીને ટાઈટલ પર કબજો કર્યો હતો. ટીમ ઈન્ડિયા ન તો એક પણ મેચ હારી અને ન તો ડ્રો થઈ. જોકે, મંગળવારે સાંજે રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ભારતીય ટીમ શરૂઆતમાં ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી અને વિરોધી ટીમના ગોલપોસ્ટને ભેદવા માટે તેમને છેલ્લી 10 મિનિટ સુધી રાહ જોવી પડી હતી.

ચીને જોરદાર ટક્કર આપી

ટીમ ઈન્ડિયાને શરૂઆતથી જ ખિતાબની દાવેદાર માનવામાં આવતી હતી અને ટીમે લીગ સ્ટેજ અને સેમીફાઈનલમાં જે રીતે પ્રદર્શન કર્યું હતું તેને જોતા ફાઈનલમાં પણ આસાન વિજયની અપેક્ષા હતી. જો કે, ચીને આવું થવા દીધું નહીં અને અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું. સેમીફાઈનલમાં ચીને પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 2-0થી હરાવ્યું હતું. ફાઈનલમાં પણ ચીને ટીમ ઈન્ડિયાને જોરદાર ટક્કર આપી હતી અને 50 મિનિટ સુધી કોઈ ગોલ થવા દીધો નહોતો.

ભારતે પાંચમી વખત આ ખિતાબ જીત્યો

આ મેચ પણ પેનલ્ટી શૂટ-આઉટ તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ 51મી મિનિટે આખરે ‘વૉલ ઑફ ચાઈના’ પડી ગઈ. અભિષેકનો એક શાનદાર પાસ જુગરાજ પાસે ગયો અને આ ડિફેન્ડરે પોતાની આક્રમક રમતની ઝલક બતાવીને ચીનના ગોલમાં જોરદાર શોટ ફટકારી ટીમ ઈન્ડિયાને 1-0ની સરસાઈ અપાવી. સ્કોર અંત સુધી 1-0 રહ્યો અને ભારતે પાંચમી વખત આ ખિતાબ જીત્યો.

ઓલિમ્પિકમાં સફળતાનો સિલસિલો જારી રાખ્યો

આ ટૂર્નામેન્ટ 2011માં શરૂ થઈ હતી અને ટીમ ઈન્ડિયા પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બની હતી. આ પછી 2016માં પણ ભારતે આ ખિતાબ કબજે કર્યો હતો. 2018માં ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2023માં ટીમ ઈન્ડિયાએ ચોથી વખત ટાઈટલ જીત્યું અને હવે ટીમ ઈન્ડિયા સતત બીજી અને કુલ પાંચમી વખત એશિયન ચેમ્પિયન બની છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી બાદ પોતાની સફળતાનો સિલસિલો જારી રાખ્યો છે.

આ પણ વાંચો: LLC 2024: નિવૃત્તિ બાદ શિખર ધવન-દિનેશ કાર્તિક બન્યા કેપ્ટન, આ પૂર્વ ખેલાડીઓને મળી કમાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">