Breaking News : અમદાવાદમાં કોમનવેલ્થ થી લઈ દેશમાં ઓલિમ્પિકને લઈ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી વાત કરી

Happy Independence Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં એ રમતને પડકાર ફેક્યો છે. જેમાં ભારત ક્વોલિફાય કરી શક્યું નથી. તેમણે દેશભરમાં ટેલેન્ટ હંટની જાહેરાત કરી છે.

Breaking News : અમદાવાદમાં કોમનવેલ્થ થી લઈ દેશમાં ઓલિમ્પિકને  લઈ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી વાત કરી
| Updated on: Aug 15, 2026 | 11:20 AM

આઝાદીના 80માં વર્ષના જશ્ન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલા કિલ્લા પરથી એક મોટી જાહેરાત કરી હતી. તેમાંથી એક મોટી જાહેરાત 2036 ઓલિમ્પિક સાથે જોડાયેલી છે. પીએમ મોદીએ જાહેરાત કરી કે, 2036 ઓલિમ્પિક માટે દેશભરમાં ટેલેન્ટ હંટ હશે. તેમજ ગામડે ગામડે જઈ સરકાર રમત પ્રતિભાઓની શોધ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13મી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યા છે.

રમતની દુનિયામાં ભારતનો ડંકો

પીએમ મોદીએ કહ્યું કે, ભારત હવે રમતની દુનિયામાં પોતાની ધાક જમાવી બેઠું છે. દુનિયાની દરેક રમતનું આયોજનમાં ભારતનું રાષ્ટ્રગીત પોડિયમ પર સંભળાય છે. તેમણે કહ્યું કે,TOPS યોજનાથી આમાં ખુબ મદદ મળી છે. ખેલો ઈન્ડિયા ગેમ જેવી ઈવેન્ટમાં પણ યુવાઓએ મોટું સ્થાન બનાવ્યું છે. ભારત 2036 ઓલિમ્પિક માટે મજબુત દાવેદાર તરીકે ઉભરી રહ્યું છે.

ઓલિમ્પિક માટે દેશમાં ટેલેન્ટ હંટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરશે. તેમણે ઓલિમ્પિકની વાત કરતા કહ્યું કે,કેટલીક રમતમાં આપણા ખેલાડી હોતા નથી. કારણ કે, તેમાં આપણે ક્વોલિફાય કરી શકતા નથી. પરંતુ હવે જ્યારે આ ઈવેન્ટમાં ભારત ક્વોલિફાય નહી કરી શકતું તો તેના માટે આગળ વધશું.

ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવશે

પીએમ મોદીએ કહ્યું 5 થી 15 વર્ષની ઉંમરના બાળકોમાં પ્રતિભા શોધવા માટે ગામડે ગામડે, સ્કુલમાં એક ટેલેન્ટ હંટ ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે, તેને શોધ્યા પછી તેને ટ્રેનિંગ આપવા માટે કાર્યક્રમ ચલાવવામાં આવશે.

2030માં ભારતમાં થશે કોમનવેલ્થ ગેમ્સ

ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરશે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ ભારતના અમદાવાદમાં યોજાશે. દિલ્લી પછી કોમનવેલ્થની મેજબાની કરનાર અમદાવાદ ભારતનું બીજું શહેર હશે. 2030માં કોમનવેલ્થ ગેમ્સની મેજબાની ભારત 2036 ઓલિમ્પિક માટે પણ તૈયાર થવાની તક મળશે.

કોમનવેલ્થ 2030ની પર સૌ કોઈની નજર છે

દુનિયાની નજર હવે 2030 માં શતાબ્દી આવૃત્તિ પર હશે, જેનું આયોજન અમદાવાદ કરશે. ભારત અમદાવાદ 2030ની યજમાની કરીને ઇતિહાસ પણ રચશે. અમદાવાદમાં કોમનવેલ્થ 2030ને લઈ તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે.ભારત ઓસ્ટ્રેલિયા પછી એક કરતા વધુ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરનાર બીજો દેશ બનશે. 4 વર્ષ પછી અમદાવાદમાં યોજાનારી 24મી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ હવે શરૂથઈ ચૂકી છે.ભારતે CWG 2026માં કુલ 39 મેડલ જીતી ચોથું સ્થાન મેળવ્યું હતુ. આ વખતે ભારતીય એથલેટિક્સે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. હવે કોમનવેલ્થ 2030ની પર સૌ કોઈની નજર છે.

Breaking News : Goodbye ગ્લાસગો, હવે કોમનવેલ્થ માટે અમદાવાદની તૈયારીઓ શરુ, જુઓ Video અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.