National Games 2022માં ગુજરાતે યોગાસનમાં સિલ્વર અને બ્રોન્ઝ જીત્યો, સોફ્ટ ટેનિસમાં જીત્યો સિલ્વર મેડલ

|

Oct 11, 2022 | 7:57 PM

36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે યોગાસનમાં આર્ટિસ્ટિક વર્ગમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સોફ્ટ ટેનિસમાં પણ ગુજરાતે સિલ્વર મેડલ જીત્યો હતો. સોફ્ટ ટેનિસમાં મિક્સડ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ગુજરાતનો કુલ મેડલ આંક 47 થઇ ગયો હતો.

National Games 2022માં ગુજરાતે યોગાસનમાં સિલ્વર અને બ્રોન્ઝ જીત્યો, સોફ્ટ ટેનિસમાં જીત્યો સિલ્વર મેડલ
Gujarat won Silver in Soft Tennis Mixed doubles; Silver and Bronze in Yogasana Artistic category

Follow us on

36મી નેશનલ ગેમ્સમાં (National Games 2022) ગુજરાતે યોગાસનમાં (Yogasana) આર્ટિસ્ટિક વર્ગમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો તો પુરૂષ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સોફ્ટ ટેનિસમાં (Soft Tennis) પણ ગુજરાતે સિલ્વર મેડલ જીત્યો હતો. સોફ્ટ ટેનિસમાં મિક્સડ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં મધ્ય પ્રદેશ સામે હારના કારણે ગુજરાતને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડયો હતો. ગુજરાતનો કુલ મેડલ આંક 47 થઈ ગયો હતો.  ગુજરાતે 13 ગોલ્ડ, 15 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

સોફ્ટ ટેનિસમાં ગુજરાતે જીત્યો સિલ્વર મેડલ

સોફ્ટ ટેનિસમાં મિક્સડ ડબલ્સમાં ગુજરાતની ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં હારની સાથે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડયો હતો. હેતવી ચૌધરી અને અનિકેત ચિરાગ પટેલની જોડીએ ગુજરાતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ગુજરાતનો મુકાબલો ફાઈનલમાં મધ્ય પ્રદેશ સામે થયો હતો. મધ્ય પ્રદેશની આધ્યા તિવારી અને જય મીનાની જોડીએ ફાઈનલમાં ગુજરાતને 5-3 માત આપી હતી. ગુજરાતે પ્રથમ બે સેટ જીત્યા પછી ત્રણમાં હારનો સામનો કર્યો હતો અને પછી એક સેટમાં જીત મેળવી છેલ્લા બે સેટમાં હારીને ગોલ્ડ ગુમાવ્યો હતો. આ ઈવેન્ટમાં મહારાષ્ટ્ર અને દિલ્હીને સેમિફાઈનલમાં હારના કારણે બ્રોન્ઝ મેડલ એનાયત કરાયો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

યોગાસનમાં ગુજરાતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

યોગાસનમાં ગુજરાતની ટીમે વધુ બે મેડલ જીત્યા હતા. ગુજરાતને એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. બંને મેડલ આર્ટિસ્ટીક વર્ગમાં આવ્યા હતા. પુરૂષ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલા ટીમે 125.8 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્ર ટીમે 128.8 ના સ્કોર સાથે ગોલ્ડ તો તમિલનાડુએ 125.36 સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. ગુજરાતને દર્ષી, ધર્મિષ્ઠા, ઈપસા, કોમલ અને પૂજાએ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો.

પુરૂષ ટીમે 124.26ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્રની ટીમે 128.64ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો તો હરિયાણાની ટીમે 127.19ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ગુજરાતને અંકિત, દિપ કૌશિકભાઈ, નિસાર, સ્મિત રમેશભાઈ અને સુનીલની ટીમે બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

Next Article