National Games 2022માં ગુજરાતનો બીચ વોલીબોલ, કેનોઈંગમાં સિલ્વર તો જુડોમાં બ્રોન્ઝ મેડલ

|

Oct 09, 2022 | 8:20 PM

નેશનલ ગેમ્સ 2022માં ગુજરાતના કુલ 39 મેડલ થઇ ગયા છે. ગુજરાતે બીચ વોલીબોલના મહિલા વર્ગમાં અને કેનોઇંગમાં સ્લેલોમ સી-વન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જુડોમાં 90 કિલોગ્રામથી નીચેના વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

National Games 2022માં ગુજરાતનો બીચ વોલીબોલ, કેનોઈંગમાં સિલ્વર તો જુડોમાં બ્રોન્ઝ મેડલ
Gujarat wins silver medal in women's beach volleyball and Canoeing; bronze in Judo

Follow us on

નેશનલ ગેમ્સ 2022 (National Games 2022)માં ગુજરાતનો મેડલ આંક 39 પર પહોંચી ગયો છે. ગુજરાતે મહિલા વર્ગમાં બીચ વોલીબોલમાં (Beach Volleyball) સિલ્વર મેડલ જીત્યો હતો. બીચ વોલીબોલમાં ગુજરાતની ફાઈનલમાં પુડુચેરી સામે હાર થઈ હતી. પુડુચેરીએ ફાઈનલમાં ગુજરાતને 2-1થી માત આપી હતી. જુડોમાં (Judo) ગુજરાતના પઠાણ સમીરખાન ફૈઝુલ્લાખાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 90 કિલોગ્રામથી નીચેના વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કેનોઈંગમાં (Canoeing) ગુજરાતની કીર્તિ કેવતે સ્લેલોમ સી-1માં સિલ્વર મેડલ જીત્યો હતો. કેનોઈંગનું આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે થઈ રહ્યું છે. કેનોઈંગની ઈવેન્ટ અગાઉ રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ ઈવેન્ટ સ્થળની મુલાકાત લીધી હતી.

મહિલા બીચ વોલીબોલમાં સિલ્વર મેડલ

ગુજરાતની બીચ વોલીબોલ ટીમે મહિલા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ગુજરાતની ફાઈનલમાં પુડુચેરી સામે હાર થઈ હતી. પુડુચેરીએ ફાઇનલમાં ગુજરાતને 2-1થી માત આપી હતી. પુડુચેરીએ પ્રથમ સેટ 21-15થી જીત્યો હતો તો ગુજરાતે મેચમાં વાપસી કરીને 21-9થી બીજો સેટ જીત્યો હતો પણ ત્રીજા અને નિર્ણાયક સેટમાં પુડુચેરીએ 15-10થી જીત મેળવીને મેચમાં 2-1થી જીત મેળવી હતી. નેશનલ ગેમ્સમાં બીચ વોલીબોલમાં ગુજરાતની મહિલા ટીમે બીચ વોલીબોલની ફાઈનલમાં હાર સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સેમિફાઈનલમાં ગુજરાતની ટીમે ઈવેન્ટની ટોપ સીડ ટીમ તેલંગાણાને સેમિફાઈનલ મુકાબલામાં 2-1થી માત આપી હતી. પ્રથમ સેટમાં ગુજરાતની 15-21થી હાર થઇ હતી. પણ બીજા સેટમાં ગુજરાતે વાપસી કરી હતી અને 21-10 થી જીત મેળવી હતી અને પછી ત્રીજા અને નિર્ણાયક સેટમાં ગુજરાતની મહિલા ટીમે 15-12 થી જીત મેળવી મુકાબલમાં જીત મેળવી હતી. બીચ વોલીબોલની રમત સુરતના દુમસ બીચ ખાતે રમાઇ રહી છે.

કેનોઇંગમાં ગુજરાતે જીત્યો સિલ્વર મેડલ

કેનોઇંગમાં ગુજરાતની કીર્તિ કેવતે સ્લેલોમ સી-1 માં સિલ્વર મેડલ જીત્યો હતો. કીર્તિ કેવતે 2:09.08 મીનિટના ટાઇમ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં મધ્ય પ્રદેશે ગોલ્ડ જીત્યો હતો તો કર્ણાટકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

જુડોમાં ગુજરાતે જીત્યો બ્રોન્ઝ મેડલ

જુડોમાં ગુજરાતના પઠાણ સમીરખાન ફૈઝુલ્લાખાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 90 કિલોગ્રામથી નીચેના વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં સર્વિસીસના ખેલાડીએ પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હરિયાણાના ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો હતો તો કેરળના ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

Next Article