Table Tennis : ગુજરાત સુપર લીગ 17 ઓગસ્ટથી શરૂ થશે, 8 ફ્રેન્ચાઈઝ ટીમો રમશે

|

Aug 05, 2022 | 2:36 PM

કબડ્ડી, ટેનિસ, વોલીબોલ, ફુટબોલ જેવી રમતોમાં રાષ્ટ્રીય સ્તરે લીગની શરૂઆત થઇ ગઇ છે. તો ત્યાર બાદ હવે રાજ્ય કક્ષાએ પણ લીગ કલ્ચરની શરૂઆત થવા લાગી છે.

Table Tennis : ગુજરાત સુપર લીગ 17 ઓગસ્ટથી શરૂ થશે, 8 ફ્રેન્ચાઈઝ ટીમો રમશે
Kushal Sangtani, Kanti Bhuva, Vipul Mitra, Sanjay Gorakiya and Santosh Singh at the formal announcement of GSL

Follow us on

ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ભવ્ય સફળતા બાદ દરેક રમતમાં એક પછી એક લીગ કલ્ચરની શરૂઆત થઇ રહી છે. જેમાં કબડ્ડી, ટેનિસ, વોલીબોલ, ફુટબોલ જેવી રમતોમાં રાષ્ટ્રીય સ્તરે લીગની શરૂઆત થઇ ગઇ છે. તો ત્યાર બાદ હવે રાજ્ય કક્ષાએ પણ લીગ કલ્ચરની શરૂઆત થવા લાગી છે. આ લીગ કલ્ચરથી રમતનું સ્તર અને ખેલાડીઓની કમાણીમાં ઘણો સુધારો થાય છે. જેના ભાગ રુપે ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સુપર ટેબલ ટેનિસ લીગ (Gujarat Super Table Tennis League) નું આયોજન કરવામાં આવ્યું છે.

લીગમાં કુલ 8 ટીમો વચ્ચે કુલ 32 મેચો રમાશે

તમને જણાવી દઇએ કે આ ટેબલ ટેનિસ લીગની સમગ્ર મેચ અમદાવાદ શહેરમાં રમાશે. અમદાવાદમાં 17 થી 21 ઓગસ્ટ દરમિયાન ટેબલ ટેનિસની ગુજરાત સુપર લીગ (Gujarat Super League) ની પ્રથમ સિઝન રમાશે. તો ટેબલ ટેનિસની આ લીગમાં કુલ 8 ટીમો વચ્ચે 32 મેચ રમાશે. જેમાં પ્રથમ રાઉન્ડ રોબીન સ્ટેજ અને પછી IPL ની જેમ ક્વોલિફાયર અને એલિમિનિટેર રાઉન્ડ બાદ ફાઈનલ મેચ રમાડવામાં આવશે. આ સમગ્ર લીગમાં કુલ 8 ટીમો 4 દિવસ માટે મેદાન પર ઉતરસે. આ સિઝન માટે ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા કુલ 22 લાખ રૂપિયા સુધીની રકમ ખર્ચી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ લીગમાં સ્ટાર ખેલાડી હરમીત દેશાઈ પણ મેદાન પર ઉતરશે

તો બીજી તરફ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા મહત્ત્વના ખેલાડીઓમાં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં હાલમાં ગોલ્ડ જીતનાર હરમીત દેસાઈ (Harmeet Desai) ઉપરાંત સેનિલ શેટ્ટી (Shenil Shetty), માનુશ શાહ (Manush Shah), માનવ ઠક્કર (Manav Thakkar), શ્રીજા અકુલા (Srija Shukla), મોઉમા દાસ, કૃત્ત્વિકા સિંહા રૉય, ઇશાન હિંગોરાણી, ફ્રેનાઝ છીપિયા, ફિલઝાહ કાદરી જોવા મળશે.

 

ભવિષ્યમાં લીગમાં વિદેશી ખેલાડીઓને પણ લાવવાનો પ્રયાસ કરાશેઃ વિપુલ મિત્રા

ગુજરાત સુપર ટેબલ ટેનિસ લીગ અંગે સ્ટેટ એસોસિએશનના અધ્યક્ષ વિપુલ મિત્રા (Vipul Mitra) એ કહ્યું કે,‘માત્ર ક્રિકેટર્સ જ સ્ટાર કેમ મનાય અને તેમને જ વધુ કમાણી કેમ થાય તે વિચારીને લીગ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. લીગથી ટેબલ ટેનિસ (Table Tennis) ની લોકપ્રિયતા તથા ખેલાડીઓનું સ્ટારડમ વધશે.’ લીગમાં ભવિષ્યમાં વિદેશી ખેલાડીઓને પણ લાવવાના પ્રયાસ કરાશે.

Next Article