French Open 2022: સતત 10 હારની સાથે પહેલા રાઉન્ડમાંથી બહાર થયો ડોમિનિક થીમ

|

May 23, 2022 | 4:39 PM

French Open 2022 : ફ્રેન્ચ ઓપન (French Open) ના પહેલા જ દિવસે મોટો અપસેટ થયો. ડોમિનિક થીમ (Dominic Thiam) અને મુગુરુઝાની હાર. ATP ટૂર પર થીમની છેલ્લી જીત મે 2021માં હતી.

French Open 2022: સતત 10 હારની સાથે પહેલા રાઉન્ડમાંથી બહાર થયો ડોમિનિક થીમ
Dominic Thiam (PC: TV9)

Follow us on

વિશ્વના ત્રીજા નંબરના ભૂતપૂર્વ ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ (Dominic Thiem) રવિવારે સતત 10મી હાર સાથે ફ્રેન્ચ ઓપન (French Open 2022) ટેનિસ ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા. 28 વર્ષીય હ્યુગો ડેલિયન સામે સીધા સેટમાં 3-6, 2-6, 4-6 થી પરાજય થયો હતો. વિશ્વ રેન્કિંગમાં ઘટાડો અને સળંગ 10મી હાર બાદ કદાચ તેમના માટે લોઅર લેવલની ચેલેન્જર ટૂર્નામેન્ટમાં રમીને જીતવાનો અને આત્મવિશ્વાસ મેળવવાનો સમય આવી ગયો છે. ડોમિનિક થીમ જે 2018 માં પેરિસમાં રાફેલ નડાલ સામે અને 2020 ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ સામે રનર-અપ હતો તેણે મે 2021 માં ATP ટૂરમાં તેની અગાઉની જીત રેકોર્ડ કરી હતી.

વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે, આકાશ વાદળછાયું રહ્યું હતું અને કેટલાક પ્રસંગોએ હળવો વરસાદ પડ્યો હતો. મહામારી બાદ સ્ટેડિયમની ક્ષમતાના 100 ટકા દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી અને દર્શકોએ સ્ટેન્ડમાં માસ્ક પહેરવાનું ફરજિયાત ન હતું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

French Open 2022 ની મેચના પરિણામો

છઠ્ઠો ક્રમાંકિત સ્પેનના 19 વર્ષીય કાર્લોસ અલ્કેરેઝે યુઆન ઇગ્નાસિયો લોન્ડેરોને 6-4, 6-2, 6-0થી હરાવ્યો હતો. અમેરિકાની 18 વર્ષની કોકો ગોફે પણ કેનેડાની ક્વોલિફાયર રેબેકા મેરિનોને 7-5, 6-0થી હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. પરંતુ પોલેન્ડની 56મી ક્રમાંકિત મેગ્ડા લિનેટે છઠ્ઠી ક્રમાંકિત ટ્યુનિશિયાની ઓન્સ જાબુરને 3-6 થી હરાવી હતી. 7-6 (4), 7-5 થી હરાવીને નોકઆઉટમાં સ્થાન મેેળવ્યું. 2016 ની ચેમ્પિયન ગાર્બાઈન મુગુરુઝાને વિશ્વની 46 ક્રમાંકની એસ્ટોનિયાની કાઈઆ નેપીએ 2-6, 6-3, 6-4 થી હાર આપી હતી. મુગુરુઝાને સતત બીજા વર્ષે પેરિસમાં પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

 

ફેલિક્સની જબરદસ્ત જીત

પુરુષ સિંગલ્સમાં નવમાં ક્રમાંકિત ફેલિક્સ અગર એલિયાસિમે ફ્રેન્ચ ઓપનમાં ત્રીજા પ્રયાસમાં પ્રથમ 2 સેટ ગુમાવ્યા બાદ તેની પ્રથમ જીત નોંધાવી હતી. કેનેડાના 20 વર્ષીય એલિયાસિમે ડેબ્યૂ કરનાર પેરુવિયન ક્વોલિફાયર યુઆન પાબ્લો વેરિલાસને 2-6, 2-6, 6-1, 6-3, 6-3 થી હરાવ્યો હતો. મહિલા વિભાગમાં યુએસ ઓપન 2017 ની ચેમ્પિયન સ્લોએન સ્ટીફન્સ, વિશ્વમાં નંબર 23 જીલ ટિચમેન, 26માં નંબરની ખેલાડી સોરાના ક્રિસ્ટિયા જ્યારે પુરુષોની કેટેગરીમાં નંબર 3 એલેક્ઝાન્ડર ઝ્વેરેવ, નંબર 18 ગ્રિગોર દિમિત્રોવ, નંબર 23 જ્હોન ઈસ્નર અને 26માં નંબરની ખેલાડી સોરાના ક્રિસ્ટિયા છે. વિભાગ બોટિન વાન ડી ગેન્ડસ્ચલ્પ પણ જીત નોંધાવવામાં સફળ રહ્યો.

Next Article