French Open 2022: રાફેલ નડાલની ઐતિહાસિક જીત પર સચિન-સેહવાગથી લઈને ડી વિલિયર્સ સુધીના ક્રિકેટ દિગ્ગજોએ આપી પ્રતિક્રિયા

|

Jun 06, 2022 | 8:20 AM

French Open 2022: નોર્વેના કેસ્પર રુડને 6-3, 6-3 અને 6-0થી હરાવી રાફેલ નડાલ (Rafael Nadal) એ રેકોર્ડ 14મી વખત ફ્રેન્ચ ઓપન (French Open) નો ખિતાબ જીત્યો. આ ઐતિહાસિક જીત માટે દરેક લોકો તેને અભિનંદન આપી રહ્યા છે.

French Open 2022: રાફેલ નડાલની ઐતિહાસિક જીત પર સચિન-સેહવાગથી લઈને ડી વિલિયર્સ સુધીના ક્રિકેટ દિગ્ગજોએ આપી પ્રતિક્રિયા
Rafael Nadal French Open 2022 (PC: New York Times)

Follow us on

ટેનિસ જગતના દિગ્ગજ એવા સ્પેનના રાફેલ નડાલ (Rafael Nadal) એ રવિવારે રાત્રે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે ક્લે કોર્ટનો રાજા છે. રાફેલ નડાલે 6-3, 6-3 અને 6-0થી નોર્વેના કેસ્પર રુડને હરાવી રેકોર્ડ 14મી વખત ફ્રેન્ચ ઓપન (French Open 2022) નો ખિતાબ જીત્યો હતો. આ ઐતિહાસિક જીત પર ક્રિકેટથી લઇને ટેનિસ દિગ્ગજોની પ્રતિક્રિયા સામે આવી છે.

ટેનિસ રેન્કિંગમાં વિશ્વના નંબર 5 ના ખેલાડી રાફેલ નડાલ (Rafael Nadal) એ ટૂર્નામેન્ટની ફાઇનલમાં કેસ્પર રૂડેને 6-3, 6-3, 6-0થી હરાવીને તેનું 14મું ફ્રેન્ચ ઓપન ટાઇટલ અને રેકોર્ડ 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. રાફેલ નડાલની ઐતિહાસિક જીત બાદ ભારતના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સચિન તેંડુલકર (Sachin Tendulkar), વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag), રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સ (Ab de Villiers) એ 36 વર્ષીય ટેનિસ મહાનને તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર એવા ભારતના પુર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ટ્વિટર પર લખ્યું, “તે ત્યાં હોવું અને 36 વર્ષની વયે રોલેન્ડ ગેરોસનો રેકોર્ડ 14મો અને 22મો ગ્રાન્ડ સ્લેમ જીતવો એ અવિશ્વસનીય સિદ્ધિ છે. રાફેલ નડાલને અભિનંદન!”

 

 


ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ નડાલને આધુનિક સમયનો ‘હર્ક્યુલસ’ ગણાવ્યો હતો. જ્યારે વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે સ્પેનિયાર્ડ ‘માટીનો રાજા’ છે.

 

તો પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર સૌએબ મલિક પણ પાછળ રહ્યો ન હતો અને રાફેલ નડાલની આ સિદ્ધી બદલ તેને ટ્વીટર પર શુભેચ્ચા પાઠવી હતી.

 

 

તો ભારતની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ રાફેલ નડાલને તેની સિદ્ધી બદલ શુભેચ્છા પાઠવી હતી.

Next Article