French Open 2022 ચેમ્પિયન બની Iga Swiatek, ફાઈનલમાં કોકો ગોફને પછાડી બીજી વાર જીત્યુ ટાઈટલ

|

Jun 04, 2022 | 8:53 PM

ઇગા સ્વાઇટેક (Iga Swiatek) માત્ર બીજી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી અને બંને વખત ટાઇટલ જીત્યું. અગાઉ 2020 માં, તેણે ફ્રેન્ચ ઓપનમાં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું.

French Open 2022 ચેમ્પિયન બની Iga Swiatek, ફાઈનલમાં કોકો ગોફને પછાડી બીજી વાર જીત્યુ ટાઈટલ
Iga Swiatek બીજી વાર ટાઈટલ જીતવામાં સફળ રહી

Follow us on

પોલેન્ડની સુપરસ્ટાર ઇગા સ્વાઇટેકે (Iga Swiatek) ફ્રેન્ચ ઓપન 2022 (French open 2022) માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. વિશ્વની નંબર વન મહિલા સિંગલ્સ ખેલાડી સ્વાન્ટેકે શનિવારે ફાઇનલમાં અમેરિકન યુવા સેન્સેશન કોકો ગોફ (Coco Gauff) ને હરાવીને તેનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. સ્વાઇટેકે લગભગ એક કલાકમાં ગોફને સીધા સેટમાં 6-1 6-3 થી હરાવીને ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ઇગાએ તેનું પહેલું ટાઈટલ બે વર્ષ પહેલા જીત્યું હતું અને યોગાનુયોગ તે ફ્રેન્ચ ઓપનમાં પણ આવી હતી.

આ સિઝનમાં શાનદાર ફોર્મમાં રહેલી ઇંગા સ્વાઇટેક સમગ્ર ટૂર્નામેન્ટમાં પોતાનું એકતરફી વર્ચસ્વ જાળવી રાખ્યું છે. 21 વર્ષીય સ્વાઇટેકે સમગ્ર ટૂર્નામેન્ટમાં માત્ર એક જ સેટ હારી ગઈ અને 6-2 ની સરેરાશ સ્કોરલાઇન સાથે સેટ જીત્યા. આટલું જ નહીં આ જીત સાથે તેણે દિગ્ગજ અમેરિકન ખેલાડી વિનસ વિલિયમ્સના સતત 35 મેચમાં જીતના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોકો ગૌફ દ્વારા પડકાર મળ્યો નથી

ઈગા સ્વાઇટેકે માટે આ માત્ર બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હતી. પોતાને રાફેલ નડાલની મોટી ચાહક ગણાવતી ઈંગાએ સ્પેનિશ સુપરસ્ટારની જેમ જ રેડ ક્લે પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. ફાઇનલમાં તેની સામે 18 વર્ષીય કોકો ગોફ હતો, જે પ્રથમ વખત સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો. કોકોનો પડકાર ઇગા માટે બહુ મુશ્કેલ ન હતો, જેણે ઘણા અનુભવી ખેલાડીઓને દંગ કરી દીધા છે.

પ્રથમ સેટમાં ઇગાએ કોઈ મુશ્કેલી વિના જીત મેળવી હતી, પરંતુ બીજા સેટમાં કોકોએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકન ખેલાડીએ સેટમાં 2-0 ની લીડ મેળવવા માટે પ્રથમ બે ગેમ જીતી લીધી હતી, પરંતુ પછી ઇગાએ તેની હોશિયારી બતાવી કોકોની તમામ આશાને તોડી નાંખી હતી અને 6-1, 6-3 મેચ સાથે ટાઇટલ જીતી લીધુ હતુ.

2022 માં સફળતા મળશે

પોલેન્ડની સ્ટાર માટે આ વર્ષ સારું સાબિત થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપનની નિરાશા બાદ, ઇગાએ સતત જીત મેળવી છે અને તેમની સામે કોઈ ખેલાડી ટકી શક્યો નથી. દરમિયાન, ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન એશ્લેહ બાર્ટીની અચાનક નિવૃત્તિ બાદ ઇગાએ એપ્રિલમાં WTA રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે પ્રથમ વખત નંબર વન રેન્ક પર પહોંચી હતી અને તાજેતરની સફળતા બાદ તેને ત્યાંથી હટાવવી અત્યારે આસાન નથી. આ ટાઇટલ પછી, ઇગાની નજર આ મહિને યોજાનાર વર્ષના ત્રીજા અને સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન પર રહેશે.

Published On - 8:17 pm, Sat, 4 June 22

Next Article