French Open 2022: એલેક્ઝાન્ડર ઝવેરેવ ઈજાગ્રસ્ત થતાં મેદાન છોડ્યું, રાફેલ નડાલને મળી ફાઈનલની ટિકિટ

|

Jun 04, 2022 | 9:13 AM

Tennis: રાફેલ નડાલે (Rafael Nadal) ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન 2022 (French Open 2022)માં એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે પ્રથમ સેટ 7-6થી જીત્યો હતો. બીજો સેટ 6-6થી બરાબર રહ્યો હતો. આ દરમિયાન ઝવેરેવ ઈજાગ્રસ્ત થતાં નિવૃત્ત થયો હતો.

French Open 2022: એલેક્ઝાન્ડર ઝવેરેવ ઈજાગ્રસ્ત થતાં મેદાન છોડ્યું, રાફેલ નડાલને મળી ફાઈનલની ટિકિટ
Alexander Zverev and Rafael Nadal (PC: Twitter)

Follow us on

સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલ (Rafael Nadal) ફરી એકવાર ઈતિહાસ રચવાની નજીક છે. તે ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન 2022 (French Open 2022)માં સિંગલ્સની ફાઈનલમાં પહોંચી ગયો છે. શુક્રવારે રાફેલ નડાલે સેમિફાઈનલ મેચ જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવ (Alexander Zverev) સામે રમી હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. કમનસીબે મેચની વચ્ચે ઝવેરેવ લપસીને પડી ગયો હતો અને ઈજાગ્રસ્ત થયો. ત્યાર બાદ તેને વ્હીલચેરમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યો હતો. થોડા સમય બાદ એલેક્ઝાન્ડર ઝવેરેવ કોર્ટમાં પરત ફર્યો હતો પણ રમવા માટે નહીં દર્શકોનો આભાર માનવા  માટે. ઇજાના કારણે મેચ રમી ન શકતા તેને નિવૃત્ત જાહેર કરવામાં આવ્યો હતો અને રાફેલ નડાલને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

પહેલો સેટ રાફેલ નડાલે જીત્યો હતો

મેચની વાત કરીએ તો પ્રથમ સેટ રાફેલ નડાલે ટાઈબ્રેકર બાદ 7-6થી જીતી લીધો હતો. નડાલ અને ઝવેરેવ વચ્ચે 6-6થી ડ્રો થયા બાદ બીજો સેટ પણ ટાઈ-બ્રેકરમાં ગયો હતો. આ દરમિયાન ઝવેરેવ બોલ મેળવતી વખતે લપસી ગયોને પડી ગયો હતો. તેને તરત જ બહાર કાઢવામાં આવ્યો હતો. થોડા સમય પછી ઝવેરેવ પાછો ફર્યો, પરંતુ તે લાકડીઓની મદદથી આવ્યો હતો. તે સારી રીતે ચાલી પણ શકતો ન હતો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

રાફેલ નડાલે અત્યાર સુધી 21 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે

– ફ્રેન્ચ ઓપનઃ 13
– યુ.એસ. ઓપનઃ 4
– ઓસ્ટ્રેલિયા ઓપનઃ 2
– વિમ્બલડનઃ 2

 

ઈજાગ્રસ્ત જ્વેરેવ લાકડીના સહારે મેદાન પર પાછો ફર્યો

ઝવેરેવ લાકડીના સહારે કોર્ટમાં પ્રવેશ્યો હતો અને ચાહકોનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન ચાહકોએ પણ ઉભા થઈને ઝવેરેવને વધાવી લીધો અને તેને પ્રોત્સાહિત કર્યો હતો. તેનો વીડિયો ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ઝવેરેવે એક પગમાં બુટ પહેર્યું છે. જ્યારે ઈજાગ્રસ્ત બીજા પગમાં બુટ પહેર્યું ન હતું.

 

નડાલની ફાઈનલ મેચ 5 જુનના રોજ રમાશે

ફ્રેન્ચ ઓપન (French Open 2022)માં મેન્સ સિંગલ્સની ફાઈનલ 5 જૂને રમાશે. આમાં રાફેલ નડાલ (Rafael Nadal)નો મુકાબલો ક્રોએશિયાના મારિન સિલિક અથવા નોર્વેના કેસ્પર રુડ સાથે થશે. સિલિક અને રુડ વચ્ચેની સેમિફાઈનલ પણ શુક્રવારે મોડી રાત્રે રમાશે.

Next Article