Rafael Nadal Birthday: રાફેલ નડાલ 36 વર્ષનો થયો, જાણો ‘કીંગ ઓફ ક્લે’ના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Tennis : નડાલે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી રોજર ફેડરર (Roger Federer) ને હરાવીને તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું અને પ્રથમ વખત ફ્રેન્ચ ફાઇનલ (French Open) માં પહોંચ્યો હતો અને ત્યાર પછી તે વધુ 12 વખત આ ટ્રોફી જીતીને ક્લે કોર્ટનો રાજા બન્યો.

Rafael Nadal Birthday: રાફેલ નડાલ 36 વર્ષનો થયો, જાણો 'કીંગ ઓફ ક્લે'ના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
Rafael Nadal (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 5:03 PM

3 જૂન 1986 ના રોજ સ્પેનના મેલૌર્કા શહેરમાં એક છોકરાનો જન્મ થયો. જેણે થોડા વર્ષો પછી ટેનિસ જગતનું ગણિત બદલી નાખ્યું. માત્ર 18 વર્ષની ઉંમરે તેણે માત્ર શ્રેષ્ઠ ખેલાડીઓને તેની શ્રેષ્ઠ રમતથી ડરાવ્યો ન હતો પણ તેણે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી રોજર ફેડરર (Roger Federer) ને હરાવીને તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. પ્રથમ વખત ફ્રેન્ચ ફાઇનલમાં પહોંચ્યો હતો અને ત્યાર પછી તે વધુ 12 વખત આ ટ્રોફી જીતીને ક્લે કોર્ટનો રાજા બન્યો. અમે ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 ટેનિસ ખેલાડી રાફેલ નડાલ (Rafael Nadal) વિશે વાત કરી રહ્યા છીએ. તેના જોરદાર શોટ્સથી તેણે રેકોર્ડ 21 પુરુષોની સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. આજે જાણીએ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી રાફેલ નડાલના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જે તેના ટેનિસ રેકોર્ડ સાથે નહીં પરંતુ સામાન્ય જીવન સાથે જોડાયેલી છે.

ડાબા હાથથી કામ અને જમણા હાથથી રેકોર્ડ

જો કે આપણે બધા રાફેલ નડાલને ડાબા હાથથી ટેનિસ રમતો જોયો છે. પરંતુ વાસ્તવિક જીવનમાં નડાલ તમામ કામ જમણા હાથથી કરે છે. ગોલ્ફ રમવાનો શોખીન નડાલ પણ તેને જમણા હાથથી રમે છે.

નાની બહેન બેસ્ટ ફ્રેન્ડ છે

રાફેલ નડાલ તેની નાની બહેન મારિયા ઇસાબેલને તેની શ્રેષ્ઠ મિત્ર માને છે. નડાલની આત્મકથા અનુસાર બંને દરરોજ વાત કરે છે અને નડાલ પણ તેમના દિલની દરેક વાત તેમની સાથે શેર કરે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ચીઝ ખાવું પસંદ નથી

રાફેલ નડાલને ચોકલેટ ખાવાનું પસંદ છે અને તેનો સ્વાદ તેને ખૂબ જ પસંદ છે. પરંતુ તેને ચીઝ ખાવાનું બિલકુલ પસંદ નથી.

દિલથી ઘણો સોફ્ટ છે રાફેલ નડાલ

જો કે રાફેલ નડાલ ટેનિસ કોર્ટ પર તેની રમત અને દેખાવથી સારા ખેલાડીઓને ડરાવે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ નાજુક હૃદય ધરાવે છે. નડાલ ઊંડા પાણીમાં જવાથી ખૂબ ડરે છે અને તેને કૂતરાઓની નજીક જવાનું પસંદ નથી. તે રાત્રે લાઇટ બંધ કરીને સૂઈ નથી શકતો.

ભણવા પર ખાસ ધ્યાન

બાળપણમાં નડાલની પ્રતિભા જોઈને તેને બાર્સેલોનાની એક મોટી ટેનિસ એકેડમીમાં રમવા માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ નડાલના પરિવારે પણ અભ્યાસને મહત્વ આપ્યું અને તેને ઘરની નજીકની સ્પોર્ટ્સ બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યો. જેથી તેને ટેનિસ શીખવાની સાથે તેનું હોમવર્ક કરવાનો સમય મળે.

સંગીતકારનો પૌત્ર, ફુટબોલરનો ભત્રીજો

રાફેલ નડાલના પિતા કાંચની બારીઓ અને ઇન્યોરંસનો ધંધો કરી રહ્યા છે. પણ તેના દાદાજી એક સંગીતકાર હતા અને પોતાના ક્ષેત્રમાં ઘણા જાણીતા હતા. રાફેલ નડાલના લોહીમાં રમત દોડી રહ્યું હતું કારણ કે તેના કાકા સ્પેનના જાણીતા ફુટબોલર રહી ચુક્યા છે અને સ્પેનની રાષ્ટ્રીય ટીમ સહિત બાર્સેલોના માટે રમી ચુક્યા છે. નડાલ પોતે બ્રાઝીલના ફુટબોલર રોનાલ્ડોના મોટા ચાહક છે.

રિયલ મેડ્રિડનો મોટા ફેન

રાફેલ નડાલ રિયલ મેડ્રિડ ક્લબને સૌથી વધુ પસંદ કરે છે. નાનપણથી જ આ ક્લબનો ફેન રહેલો નડાલ આજની તારીખમાં ટીમની કોઈ પણ મહત્વની મેચ જોવાની તક છોડતો નથી. તાજેતરમાં પૂરી થયેલ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ મેચ જોવા માટે નડાલ પોતે પણ સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. જ્યાં મેડ્રિડે લિવરપૂલને હરાવ્યું હતું.

ટેનિસનું સન્માન

નડાલ વ્યક્તિગત રીતે ટેનિસ મેચો દરમિયાન રેકેટ તોડનારા ખેલાડીઓ વિરુદ્ધ હોય છે. રાફેલ નડાલે અનેક પ્રસંગોએ સ્પષ્ટ કર્યું છે કે, જે રમતથી તેને ઓળખ મળી છે તેનો આદર કરવો મહત્વપૂર્ણ છે અને ગુસ્સામાં રેકેટને ફેકવું અથવા તોડવું યોગ્ય નથી. કદાચ કેટલાક ખેલાડીઓએ આમાંથી કંઈક શીખવું જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">