Football: સુનિલ છેત્રીએ સંન્યાસ અને કરિયરને લઇને દિલ ખોલી કરી વાત, બતાવ્યુ ક્યારે લેશે નિવૃત્તી અને ક્યાં સુધી રમશે

|

Oct 14, 2021 | 9:56 PM

સુનીલ છેત્રી (Sunil Chhetri) એ ભારત માટે 2005 માં ક્વેટામાં પાકિસ્તાન (Pakistan) સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે 16 વર્ષની કારકિર્દીમાં ભારત માટે અત્યાર સુધીમાં 124 મેચ રમી છે.

Football: સુનિલ છેત્રીએ સંન્યાસ અને કરિયરને લઇને દિલ ખોલી કરી વાત, બતાવ્યુ ક્યારે લેશે નિવૃત્તી અને ક્યાં સુધી રમશે
Sunil Chhetri

Follow us on

ભારતના દિગ્ગજ ફૂટબોલર અને રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri) એ ગુરુવારે પોતાની કારકિર્દી વિશે વાત કરી હતી. જેમાં તેણે કહ્યું કે તે ટૂંક સમયમાં જ સમાપ્ત થવા જઈ રહ્યું છે. પરંતુ તે સમયે સ્પષ્ટતા કરી કે, તે આગામી કેટલાક વર્ષો સુધી ક્યાંય જવાનો નથી. 37 વર્ષીય છેત્રી, કે જેણે બુધવારે સૈફ ચેમ્પિયનશિપમાં માલે સામે આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 79 સુધી પહોંચાડી દિગ્ગજ પેલેને પાછળ છોડી દીધો હતો.

તેણે રમત પ્રત્યેના પોતાના દૃષ્ટીકોણ માટે દાર્શનિક અભિગમ અપનાવ્યો. છેત્રીએ કહ્યું, સત્ય એ છે કે તે (તેની કારકિર્દી) ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે અને હું તેની દરેક ક્ષણનો આનંદ માણી રહ્યો છું.”

છેત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની ઝળહળતી કારકિર્દી દરમ્યાન ઉતાર-ચઢાવમાંથી કેવી રીતે પસાર થયા. ત્યારે તેણે કહ્યું કે, મારી પાસે હવે ખૂબ જ સરળ મંત્ર છે. દોસ્ત ઉભા રહી જા, બહુ ઓછો સમય બાકી છે, બહુ ઓછી ગેમ (મેચ) બાકી છે, ચૂપચાપ જાઓ અને પોતાનુ શ્રેષ્ઠ આપો. (બધું) ટૂંકા સમયમાં સમાપ્ત થવાનું છે. આંસુ વહાવવાનું બંધ કરો, આનંદમાં ઉછળો, વધારે ઉજવણી કરવાનું બંધ કરો. નિરાશ થવાનું બંધ કરો કારણ કે આ બધું જલ્દી જ સમાપ્ત થઈ જશે. અત્યારે હું મેદાનમાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ. કારણ કે હું જાણું છું કે તે ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

છેત્રી 16 વર્ષથી રમે છે

આ સાથે જ છેત્રીએ સ્પષ્ટતા કરી કે આવનારા કેટલાક વર્ષોમાં આવું નહીં થાય. તેણે કહ્યુ, સુનીલ છેત્રી આગામી વર્ષોમાં ક્યાંય જઈ રહ્યો નથી. તેથી સહજ રહો. આ પ્રભાવશાળી ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી સક્રિય ફૂટબોલરો વચ્ચે ગોલના મામલે ત્રીજા સ્થાને છે. તેણે કહ્યું કે તે પોતાની જાતને બહારની વસ્તુઓથી દૂર રાખવાનું પસંદ કરે છે. કારણ કે તેની કારકિર્દીમાં ઘણી મેચો બાકી નથી. છેત્રીએ ભારત માટે 2005 માં ક્વેટામાં પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે 16 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 124 મેચ રમી છે.

તેણે કહ્યું, હું ગાળો ખાઉં છું કે લોકો વખાણ કરે છે, હું બધું ભૂલી જવાનો પ્રયત્ન કરું છું. હું મેદાન પર મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું છું. પેલેનો રેકોર્ડ તોડવા વિશે પૂછવામાં આવતા છેત્રીએ કહ્યું,’ જે પણ ફૂટબોલ જાણે છે તે સમજે છે કે (પેલે સાથે) કોઈ સરખામણી નથી. હું ખુશ છું કે હું મારા દેશ માટે રમી રહ્યો છું અને ગોલ કરી રહ્યો છું. મારે એટલું જ જોઈએ છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021 બાદ ટીમ ઇન્ડીયામાંથી વિરાટ કોહલી અને રોહિત શર્મા આ કારણ થી થશે બહાર, જાણો શુ છે કારણ

આ પણ વાંચોઃ IPL 2021: હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડીયામાં ધોનીની ખોટ પૂરવાની ભૂમિકા નિભાવશે, બોલીંગને બદલે ‘વિશેષ’ જવાબદારી સોંપાઇ

 

Next Article