Football: ફુટબોલર આમિરને ફાંસીને સજા, મહિલાઓના અધિકાર માટે સમર્થનને લઈ કાર્યવાહી

|

Dec 15, 2022 | 10:21 PM

ઈરાનમાં હિજાબ વિરોધ પ્રદર્શન તેજ બન્યુ હતુ અને જેમાં મહિલાઓના અધિકારનુ સમર્થન કરવા માટે એક 26 વર્ષીય ફુટબોલર પણ આગળ આવ્યો હતો. તેના બચાવમાં અનેક ખેલાડીઓ પણ આગળ આવ્યા હતા.

Football: ફુટબોલર આમિરને ફાંસીને સજા, મહિલાઓના અધિકાર માટે સમર્થનને લઈ કાર્યવાહી
Amir Nasr Azadani ની ધરપકડ કરાઈ હતી

Follow us on

ઈરાનમાં મહિલાઓના હિજાબને લઈ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન મહિલાઓ સહિત અનેક લોકોએ દેખાવો કર્યા હતા. જેમાં ઈરાનનો 26 વર્ષીય પ્રોફેશનલ ફુટબોલર આમિર નસ્ર આઝાદાની પણ સમર્થનમાં આવ્યો હતો. તેણે પણ સરકાર સામેના આ પ્રદર્શનમાં હિસ્સો લીધો હતો. આ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે સશસ્ત્ર તોફાનમાં તેણે હિસ્સો લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આમિર ઈરાનની રાષ્ટ્રિય અંડર 16 ટીમનો હિસ્સો પણ રહી ચુક્યો છે. તેની પર આરોપ ઘડવામાં આવ્યા હતા કે સશસ્ત્ર હિંસામાં સામેલ હતો. ઈરાનની સરકારના દાવાનુસાર આ હિંસા દરમિયાન સુરક્ષા દળોના ત્રણ સભ્યોના પણ મોત નિપજ્યા હતા. જેને લઈ ઈરાન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. યુવા ફુટબોલરની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરીને તેની સામે કાનૂની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

ખેલાડીઓની અપિલ વચ્ચે ફાંસીની સજા સંભળાવી

ફુટબોલર આમિરને બચાવવા માટે ઈરાનની રાષ્ટ્રિય ફુટબોલ ટીમના કેપ્ટન સહિત અનેક સ્ટાર ખેલાડીઓ અને ઈરાનના ખેલાડીઓએ સરકાર સામે અપિલ કરી હતી. પરંતુ આ વચ્ચે હવે સરકાર દ્વારા તેને ફાંસીની સજા સંભળાવી છે. ઈરાન સરકારે તેને હિંસામાં ભાગ લેવાના માટે દોષિત ઠેરવ્યો હતો અને આ માટે તેને સજા સંભળાવી છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

મીડિયા રિપોર્ટનુસાર સરકાર સામે અવાજ ઉઠાવનારા અને વિરોધ પ્રદર્શનને લઈ પહેલા પણ મોટી સંખ્યામાં લોકોને મોતની સજા સંભળાવામાં આવી ચુકી છે. અત્યાર સુધીમાં આવા મામલાઓમાં 11 લોકોને મોતની સજા ફટકારાઈ ચુકી છે. જોકે હજુ પણ વધુ 8 લોકોને મોતની સજા ફરમાવાઈ શકે છે.

અમિની ના મોત બાદ વિરોધ શરુ થયો

ઈરાનમાં ગત સપ્ટેમ્બર માસમાં તહેરાનની નૈતિક્તા પોલિસ દ્વારા ધરપકડ કરાયેલ 22 વર્ષીય મહસા અમિનીના મોત બાદ વિરોધ ફાટી નિકળ્યો હતો. ત્યાર બાદ સરકાર વિરોધી પ્રદર્શનો શરુ થયા હતા અને તેને દેશ બહારથી પણ સમર્થન મળવુ શરુ થયુ હતુ. મહિલાઓના અધિકાર માટે થઈને ઈરાન સરકાર પર વિરોધ ફાટી નિકળ્યો હતો. આ માટે થઈને હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરવાની કાર્યવાહી અનેક પ્રદર્શનકારીઓ સામે ઈરાનની કોર્ટ દ્વારા હવે સજાઓ સંભળાવવાની કાર્યવાહી શરુ કરી છે. જેમાં અત્યાર સુધીમાં ઈરાનની રાજધાનીમાં જ 400 થી વધુ લોકોને 10 વર્ષ સુધીની જેલની સજા સંભળાવાઈ છે.

Published On - 10:01 pm, Thu, 15 December 22

Next Article