Football : રોનાલ્ડોના ગોલથી માન્ચેસ્ટર યુનાઇટેડે ચેલ્સી સામે 1-1 થી ડ્રો રમી

|

Apr 30, 2022 | 7:36 PM

Football : રોનાલ્ડોએ (Ronaldo) બીજા હાફમાં ગોલ કર્યો કારણ કે પ્રીમિયર લીગ (Premier League) મેચમાં માન્ચેસ્ટર યુનાઇટેડ (Manchester United) ચેલ્સી સામે 1-1થી ડ્રો રમી હતી. 3 મેચમાં રોનાલ્ડોનો આ પાંચમો ગોલ હતો. લીગમાં હવે માત્ર ત્રણ મેચ બાકી છે અને યુનાઈટેડ છઠ્ઠા સ્થાને છે.

Football : રોનાલ્ડોના ગોલથી માન્ચેસ્ટર યુનાઇટેડે ચેલ્સી સામે 1-1 થી ડ્રો રમી
Cristiano Ronaldo (PC: Twitter)

Follow us on

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) એ બીજા હાફમાં કરેલ ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઇટેડ (Manchester United) તેની પ્રીમિયર લીગ (Premier League) મેચમાં ચેલ્સિયા (Chelsea FC) સામે 1-1 થી ડ્રો રમી હતી. 3 મેચમાં રોનાલ્ડોનો આ પાંચમો ગોલ હતો. લીગમાં હવે માત્ર 3 મેચ બાકી છે અને યુનાઈટેડ છઠ્ઠા સ્થાને છે. ચોથા સ્થાને રહેલી આર્સેનલ તેમની કરતાં 5 પોઈન્ટ આગળ છે. ટોટનહામ પાંચમા સ્થાને છે. ચેલ્સી ત્રીજા સ્થાને છે અને આર્સેનલ કરતાં 6 પોઈન્ટ આગળ છે.

અગાઉ બંને ટીમો વચ્ચેનો મુકાબલો પ્રથમ હાફ સુધી ગોલ રહિત રહ્યો હતો. પરંતુ ચેલ્સી માટે બીજા હાફમાં માર્કોસ એલોન્સોએ 60 મી મિનિટે કાઈ હાર્વેટ્ઝના પાસ પર ગોલ કર્યો હતો. જોકે, માત્ર 2 મિનિટ બાદ જ 62 મી મિનિટે નેમાન્જા મેટિકના પાસ પર રોનાલ્ડોએ બરાબરીનો ગોલ કર્યો હતો. આ પછી બંને ટીમો છેલ્લી વ્હિસલ સુધી કોઈ ગોલ કરી શકી ન હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

ઓસ્ટ્રેલિયાના કોચ બન્યા રાંગનિક

માન્ચેસ્ટર યુનાઈટેડના વચગાળાના મેનેજર રાલ્ફ રાંગનિકને શુક્રવારે ઑસ્ટ્રિયા રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાંગનિક મેના અંતમાં ઓસ્ટ્રિયા સાથે કામ શરૂ કરશે. ટીમને 3 જૂને નેશન્સ લીગ મેચમાં ક્રોએશિયા સામે રમવાનું છે. ઓસ્ટ્રિયાના ફૂટબોલ એસોસિએશને આ માહિતી આપી હતી. રાંગનિક 2 વર્ષની ડીલ માટે સંમત થયા છે. જોકે, અગાઉ, રાંગનિકે જણાવ્યું હતું કે સિઝનના અંતે એરિક ટેન હાગે માન્ચેસ્ટર યુનાઈટેડના કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તે ક્લબ સાથે સલાહકાર તરીકે ચાલુ રહેશે.

ફ્રેન્કફર્ટે વેસ્ટ હેમને હરાવ્યું

યુરોપા લીગ સેમિ ફાઇનલના પ્રથમ ચરણમાં વેસ્ટ હેમને 2-1 થી હરાવીને ફ્રેન્કફર્ટ 40 કરતાં વધુ વર્ષોમાં પ્રથમ વખત યુરોપિયન સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યું. જર્મનીની આ ટીમે બાર્સેલોનાને ક્વાર્ટર ફાઇનલમાં પછાડીને હવે વેસ્ટ હેમને આંચકો આપ્યો હતો. ફ્રેન્કફર્ટ માટે અંગસ્ગર નૌફે પ્રથમ ગોલ કર્યો અને 54 મી મિનિટે ડાઈચી કામદાએ ગોલ કર્યો. જ્યારે વેસ્ટ હેમ માટે મિશેલ એન્ટોનિયોએ 21મી મિનિટે ગોલ કર્યો.

સાલાહ અને સેમ કેરેએ જીત્યો એવોર્ડ

લિવરપૂલના મોહમ્મદ સાલાહને ઈંગ્લેન્ડના મેન્સ ફૂટબોલર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે મહિલાઓમાં ચેલ્સીના સ્ટ્રાઈકર સેમ કેરે એવોર્ડ જીત્યો હતો. શુક્રવારે તેના પુરસ્કારોની જાહેરાત કરતા ફૂટબોલ રાઈટર્સ એસોસિએશને જણાવ્યું હતું કે સાલાહે માન્ચેસ્ટર સિટીના અનુભવી ખેલાડી કેવિન ડી બ્રુયન અને વેસ્ટ હેમના મિડફિલ્ડર ડેકલાન રાઈસ કરતાં કુલ 48 ટકા મત મેળવ્યા છે. ઇજિપ્તના આ દિગ્ગજ ખેલાડીનો આ બીજો એવોર્ડ છે. તેણે 2018માં પણ આ એવોર્ડ જીત્યો હતો.

આ પણ વાંચો : ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, IPLની જેમ દક્ષિણ આફ્રિકામાં T20 લીગ રમાશે

આ પણ વાંચો : Badminton Asian Championship:પીવી સિંધુ સેમિફાઇનલમાં જાપાનની યામાગુચી સામે હારી, બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો

Next Article