FIH World Cup: ભારતે ડ્રો સાથે ટૂર્નામેન્ટની શરુઆત કરી, ઈંગ્લેન્ડ સામે જીતથી ચુક્યુ ટીમ ઈન્ડિયા

|

Jul 03, 2022 | 11:39 PM

ઈંગ્લેન્ડ સામેની મેચ ડ્રો રહ્યા બાદ હવે ભારતે પોતાની આગામી મેચમાં પાડોશી દેશ ચીનનો સામનો કરવાનો છે. આ મેચ મંગળવારે 5મી જુલાઈના રોજ રમાશે

FIH World Cup: ભારતે ડ્રો સાથે ટૂર્નામેન્ટની શરુઆત કરી, ઈંગ્લેન્ડ સામે જીતથી ચુક્યુ ટીમ ઈન્ડિયા
Indian Hockey Teamની ટૂર્નામેન્ટમાં પ્રથમ ટક્કર હતી

Follow us on

ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women’s Hockey Team) FIH હોકી વર્લ્ડ કપ (FIH Women World Cup) ની પ્રથમ મેચમાં ડ્રો સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી જ મેચ ઈંગ્લેન્ડ સામે ડ્રો કરીને સંતોષ માનવો પડ્યો હતો. નેધરલેન્ડના એમ્સ્ટેલવીન ખાતે 3 જુલાઈ રવિવારના રોજ રમાયેલી આ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડની (India vs England) ટીમો માત્ર 1-1 ગોલ કરી શકી હતી. ઈંગ્લેન્ડે પહેલો ગોલ કરીને સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ ભારતને બરાબરી કરવામાં લાંબો સમય લાગ્યો ન હતો. જો કે ત્યારબાદ બંને ટીમો વિજયી ગોલ કરી શકી ન હતી. ટીમ ઈન્ડિયા પાસે છેલ્લી ક્ષણોમાં સુવર્ણ તક હતી, પરંતુ તેને ગોલમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળતા ભારે પડી અને ટીમને ઈંગ્લેન્ડ સાથે પોઈન્ટ શેર કરવા પડ્યા.

ટોક્યો ઓલિમ્પિકના દમદાર અભિયાન બાદ ભારતીય ટીમ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં ઉતરી છે અને આ વખતે તે તેની દિગ્ગજ કેપ્ટન અને સ્ટાર ખેલાડી રાની રામપાલ વિના ટૂર્નામેન્ટમાં ઉતરી છે. અનુભવી ગોલકીપર સવિતા પુનિયાને ટીમની કમાન સોંપવામાં આવી છે. તેમની કપ્તાની હેઠળ વર્લ્ડ કપમાં પ્રથમ મેચ રમી અને પહેલી જ મેચમાં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થયો જેણે ઓલિમ્પિકમાં ભારત પાસેથી બ્રોન્ઝ મેડલ છીનવ્યો.

પ્રથમ ક્વાર્ટરમાં ઈંગ્લેન્ડે સરસાઈ મેળવી હતી

પ્રથમ બે ક્વાર્ટરમાં બંને ટીમોએ એકબીજાને સખત ટક્કર આપી હતી. ભારતને પ્રથમ મિનિટમાં જ પેનલ્ટી કોર્નરના રૂપમાં ગોલ કરવાની તક મળી હતી પરંતુ ટીમે તે ગુમાવી દીધી હતી. થોડીવાર બાદ કેપ્ટન અને ગોલકીપર સવિતાએ શાનદાર બચાવ કરીને ઈંગ્લેન્ડને લીડ લેતા અટકાવ્યું હતું. ત્યારબાદ 9મી મિનિટે ઇસાબેલા પેટરે બોલને ડિફ્લેક્ટ કરીને ગોલમાં લાવીને ઇંગ્લેન્ડને લીડ અપાવી હતી. ભારતે સતત બે પેનલ્ટી કોર્નર મેળવવા બદલ બદલો લીધો પરંતુ પ્રથમ પ્રયાસમાં ગુરજીત કૌરનો શોટ ગોલ પોસ્ટ પર વાગ્યો જ્યારે તેનો બીજો પ્રયાસ ઈંગ્લેન્ડના ગોલકીપર હિંચે નિષ્ફળ બનાવ્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વંદનાએ બરાબરી કરાવી

ભારતને 17મી મિનિટે વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ આ વખતે પણ ગુરજીત ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. ત્રણ મિનિટ બાદ સવિતાએ ફરી એકવાર ઇંગ્લેન્ડને લીડ ડબલ કરતા અટકાવી અને ભારતને મેચમાં જાળવી રાખ્યું. ભારતને 28મી મિનિટે વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો અને આ વખતે સ્ટાર ફોરવર્ડ વંદના કટારિયાએ રિબાઉન્ડ પર ગોલ કરીને સ્કોર 1-1 કર્યો. હાફ ટાઈમ પહેલા ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ હિંચે ફરી એકવાર ભારતને ગોલ કરતા અટકાવ્યું.

Published On - 10:27 pm, Sun, 3 July 22

Next Article